બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / The temple has been made to last more than a thousand years

રામ મંદિર બાંધણી / 1000 વર્ષ સુધી અડીખમ, મોટા ભૂકંપ સામે પણ ટક્કર, તાજમહેલ સ્ટાઈલ, પૃથ્વી પર ક્યાંય નહીં એવું મંદિર

Hiralal

Last Updated: 06:30 PM, 20 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યામાં નવી રહેલા નવા રામ મંદિરની બાંધણીનો આખો પ્લાન સામે આવ્યો છે. દુનિયામાં ક્યાંય ન હોય તેવી મજબૂત રીતે આખું મંદિર બાંધવામાં આવી રહ્યું છે.

  • અયોધ્યા મંદિર બાંધકામનો પ્લાન સામે આવ્યો
  • 1000 વર્ષ ચાલે તેટલું મજબૂત 
  • મોટા ભૂકંપ પણ કાંકરો નહીં ખેરવી શકે 
  • આખી પૃથ્વી પર ક્યાંય નહીં હોય તેવું મંદિર
  • 2500 વર્ષ સુધી ટકશે તેવા પણ દાવા 

22મી જાન્યુઆરીએ અયોધ્યા પ્રભુ શ્રીરામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આ પ્રસંગે આખો દેશ ભારે હર્ષોલ્લાસમાં છે અને શુભ ઘડીની પ્રતિક્ષામાં છે. મંદિર બાંધકામની જે વિગતો જાહેર થઈ છે તે ખરેખરુ નવાઈ પમાડે તેવી છે સાથે સાથે ગર્વ પણ થશે કારણ કે આપણી 10 પેઢીઓ દર્શન કરી શકે તેવી રીતે તૈયાર કરવામાં આવી રહ્યું છે. પૃથ્વી પર ક્યાંય નહીં હોય તેવી રીતે મંદિર બનાવાઈ રહ્યું છે દાવો તો ત્યાં સુધી છે કે 2500 વર્ષ સુધી પણ મંદિરનો કાંકરોય નહીં ખરે, અરે મોટા ભૂકંપ પણ તેને નહીં હલાવી શકે અને ત્યાં સુધી કે મુઘલોના સ્મારકો (જેવા કે તાજમહેલ, લાલ કિલ્લો, ફતેહપુર સિકરી, આગ્રા ફોર્ટ, જામા મસ્જિદ, કૂતુબ મિનાર) કરતાં પણ વધારે પણ વધારે મજબૂત છે. આટલા મજબૂત મંદિર વિશે જાણવું પ્રત્યેકની ફરજ છે. 

મંદિર બાંધણીનો આખો પ્લાન સામે આવ્યો

અયોધ્યામાં બની રહેલું ભગવાન શ્રીરામના મંદિર બાંધણીનો આખો પ્લાન સામે આવ્યો છે. આ મંદિર કોઈ સામાન્ય રીતે બંધાઈ રહેલું મંદિર નથી, તેને માટે એક દુનિયામાં ક્યાંય ન હોય તેવો પ્લાન તૈયાર કરાયો છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની કમિટીના ચેરમેન નૃપેન્દ્ર મિશ્રા અને ચંદ્રકાંત સોમપુરા મંદિર બાંધકામમાં શું શું ઉપયોગમાં લેવાયું છે તેની વિગતો આપી છે. નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે મંદિર એક હજાર વર્ષથી વધુ સમય સુધી ચાલવા માટે બનાવવામાં આવ્યું છે. કુલ મંદિર વિસ્તાર 2.7 એકર વિસ્તારમાં છે અને બિલ્ટ-અપ એરિયા લગભગ 57,000 ચોરસ ફૂટ છે, તે ત્રણ માળનું માળખું હશે. લોખંડનું આયુષ્ય માત્ર 80-90 વર્ષનું હોવાથી મંદિરમાં લોખંડ કે સ્ટીલનો ઉપયોગ નથી કરાયો. મંદિરની ઊંચાઈ 161 ફૂટ એટલે કે કુતુબ મિનારની ઊંચાઈના લગભગ 70 ટકા હશે.

15 પેઢીઓથી હેરીટેજ મંદિર બનાવી રહેલા પરિવારે શું કહ્યું 
15 પેઢીઓથી હેરીટેજ મંદિર બનાવી રહેલા પરિવારના ચંદ્રકાંત સોમપુરાએ કહ્યું કે  સ્થાપત્યના ઇતિહાસમાં શ્રી રામ મંદિર ભાગ્યે જ જોવા મળતું, અદ્વિતીય પ્રકારનું ભવ્ય સર્જન હશે, જેની કલ્પના માત્ર ભારતમાં જ નહીં પરંતુ પૃથ્વી પરના કોઈ પણ સ્થળે નહીં જોવામાં આવી હોય. 

આખી પૃથ્વી પર ક્યાંય નહીં હોય તેવું મંદિર

ચંદ્રકાંત સોમપુરાનું કહેવું છે નવું મંદિર આખી પૃથ્વી પર ક્યાંય નહીં હોય તેવી રીતે બનાવાઈ રહ્યું છે. 

સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર શું બોલ્યાં 
સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર ડો.પ્રદીપકુમાર રામનચરલાએ કહ્યું કે ખૂબ જ શ્રેષ્ઠ ગુણવત્તાવાળા ગ્રેનાઇટ, સેન્ડસ્ટોન અને આરસની આરસપહાણનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને સાંધામાં સિમેન્ટ અથવા ચૂનાના મોર્ટારનો ઉપયોગ નથી કરાયો. સમગ્ર સ્ટ્રક્ચરમાં  ગ્રુવ્સ અને રિજનો (પાંદડા) ઉપયોગ કરીને લોક અને કી મિકેનિઝમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. માળવાળા સ્ટ્રક્ચર્સની સ્ટ્રક્ચરલ ડિઝાઈન 2,500 વર્ષના રિટર્ન પીરિયડના ભૂકંપનો સામનો કરી શકે તેવી મજબૂત છે. 

સરયુ નદીના પડકારનો પણ નિકાલ 
મંદિરની નીચેની જમીન રેતાળ અને અસ્થિર હતી કારણ કે સરયુ નદી એક તબક્કે સ્થળની નજીક વહેતી હતી, અને આ એક ખાસ પડકાર હતો. પરંતુ વૈજ્ઞાનિકોએ આ સમસ્યાનું એક કુશળ સમાધાન શોધી કાઢ્યું હતું. સૌ પ્રથમ, સમગ્ર મંદિર વિસ્તારમા 15 મીટર ઊંડું ખોદકામ કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં 12-14 મીટરની ઊંડાઈ સુધી એક એન્જિનિયર્ડ માટી નાખવામાં આવી હતી, સ્ટીલના રિ-બારનો ઉપયોગ નથી કરાયો અને 47 સ્તરવાળા પાયાને સઘન કરવામાં આવ્યા હતા જેથી તેને નક્કર ખડક જેવા બનાવી શકાય. તેની ઉપર, મજબૂતીકરણ તરીકે 1.5 મીટર જાડો એમ-35 ગ્રેડનો મેટલ-ફ્રી કોંક્રિટ તરાપો પાથરવામાં આવ્યો હતો. આ પાયાને વધુ મજબૂત બનાવવા માટે દક્ષિણ ભારતમાંથી કાઢવામાં આવેલા 6.3 મીટર જાડા ઘન ગ્રેનાઇટ પથ્થરની પ્લિન્થ મૂકવામાં આવી હતી.

મંદિરના દેખાતા ભાગમાં ગુલાબી પથ્થરોનો ઉપયોગ 
મંદિરનો જે ભાગ મુલાકાતીઓને દેખાશે તે ગુલાબી રેતીના પત્થરથી બનેલો છે જેને રાજસ્થાનથી કાઢવામાં આવેલા 'બંસી પહાડપુર' પથ્થર કહેવામાં આવે છે. ગ્રાઉન્ડ ફ્લોર પર કુલ કોલમની સંખ્યા 160 છે, પ્રથમ માળ 132 છે, અને બીજો માળ 74 છે, આ બધા રેતીના પત્થરોથી બનેલા છે અને બહારથી કોતરવામાં આવ્યા છે. સુશોભિત ગર્ભગૃહ રાજસ્થાનથી આવેલા સફેદ મકરાણા આરસપહાણથી સજ્જ છે. 

તાજમહેલ સ્ટાઈલનો પણ ઉપયોગ 
આ તબક્કે એક ખાસ ઉલ્લેખ કરવો છે કે તાજમહેલની જેમ રામ મંદિરમાં રાજસ્થાનના મકરાણાની ખાણોના આરસપહાણનો ઉપયોગ કરાયો છે. તાજમહેલ પણ આ જ સ્ટાઈલમાં બનાવાયો હતો. 

1000 વર્ષ સુધી અડીખમ રહેશે 
રામ મંદિરનું બાીઁધકામ એટલી મજબૂતીથી કરાયું છે કે તે 1000 વર્ષ સુધી અડીખમ રહેશે. શુષ્ક-સંયુક્ત માળખું સ્ટીલના મજબૂતીકરણ વિના માત્ર ઇન્ટરલોક્ડ પથ્થરનું બનેલું છે છે. 

હેરિટેજ ધાતુઓના નિષ્ણાત પુરાતત્ત્વવિદ શું બોલ્યાં 
બેંગલુરુની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ સ્ટડીઝમાં કામ કરતી હેરિટેજ ધાતુઓમાં નિષ્ણાત પુરાતત્ત્વવિદ ડો. શારદા શ્રીનિવાસન કહે છે, "અગાઉના સમયમાં મંદિર સ્થાપત્યની પરંપરાગત શૈલી સૂકી ચણતરની હતી અને નોંધપાત્ર રીતે તેમાં કોઈ મોર્ટાર કે લોખંડ અને સ્ટીલનો ઉપયોગ કરવામાં આવતો ન હતો, (અલબત્ત, 12મી સદીના કોણાર્ક મંદિર) જેવા પાછળના સમયગાળામાં લોખંડના અસંખ્ય માળખાગત બીમનો ઉપયોગ તેમજ કેટલાક મંદિરોમાં લોખંડના ડોવેલનો ઉપયોગ જોવા મળે છે). ખડકોને જોડવાની મોર્ટિસ અને ટેનોન પદ્ધતિનો પરંપરાગત રીતે બ્લોક્સને એકસાથે રાખવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો, એટલે કે ઇન્ટરલોકિંગ ગ્રૂવ્સ અને પેગ સાથે, અને આડા બીમ સાથે કોલમમાં ફેલાયેલા લિન્ટલ્સની ટ્રાબીટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવતો હતો. કોતરવામાં આવેલા સ્તંભો મોટેભાગે મોનોલિથિક હતા, જેમાં ઊભા ભારને સહન કરી શકે છે. 

બાંધકામના મુખ્ય પોઈન્ટ
- 1000 વર્ષ સુધી અડીખમ રહેશે 
- 15 પેઢીઓથી હેરીટેજ મંદિર બનાવી રહેલા પરિવાર તૈયાર કરી રહ્યો છે
-  2,500 વર્ષના રિટર્ન પીરિયડના ભૂકંપનો સામનો કરી શકે તેવું મજબૂત
- મોટા ભૂકંપ પણ કાંકરોય ખેરવી નહી શકે
- બાંધકામમાં ક્યાંય પણ લોખંડ કે સ્ટીલનો ઉપયોગ નહીં 
- તાજમહેલ સ્ટાઈલના આરસપહાણનો ઉપયોગ
- ગુલાબી સેન્ડસ્ટોન તો અતિ ભવ્ય
- કુતુબ મિનારની ઊંચાઈના લગભગ 70 ટકા 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ