બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / The Supreme Court gave an important comment on the allegation of 'full freedom of MPs-legislators to speak in the House',

સુનાવણી / 'સાંસદ-ધારાસભ્યોને ગૃહમાં બોલવાની સંપૂર્ણ સ્વતંત્રતા', 'વોટના બદલામાં લાંચ'ના આક્ષેપ મુદ્દે સુપ્રીમ કોર્ટે આપી મહત્વની ટિપ્પણી

Megha

Last Updated: 11:08 AM, 6 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટે સંસદમાં વિરોધીઓ વિરુદ્ધ અપમાનજનક નિવેદનોને ગુનાહિત ષડયંત્રરૂપે જાહેર કરવાના પ્રસ્તાવને ફગાવી દેતા કહ્યું 'આ અપરાધિક ષડયંત્ર નથી અને બંધારણીય રીતે કાર્યવાહીથી મુક્ત છે.'

  • MLA વિરૂદ્ધ આક્ષેપ પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
  • 'સંસદમાં અપમાનજનક નિવેદન આપવા એ કોઇ ગુનો નથી'
  • સભ્યોને સંસદમાં વાણીની સંપૂર્ણ સ્વતંત્રતા છે

સંસદ કે વિધાનસભાઓમાં રાજકીય વિરોધીઓ વિરુદ્ધ અપમાનજનક નિવેદનોને અપરાધિક ષડયંત્રના ભાગરૂપે  જાહેર કરવાના પ્રસ્તાવને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો છે. સાથે જ એમ પણ કહ્યું છે કે, સદનની અંદર માનહાનિનું કાર્ય કોઈ અપરાધ નથી. 

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ મોટા સમાચાર: સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના આ  નિર્ણયને માન્ય રાખ્યો | local body election 2021 supreme court on voting  election

અપમાનજનક નિવેદનો એ અપરાધિક ષડયંત્રનો ભાગ નથી 
સુપ્રીમ કોર્ટ સામે એક પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે સંસદ અને વિધાનસભાઓમાં અપમાનજનક નિવેદનો સહિત દરેક પ્રકારના કામને કાયદામાંથી મુક્તિ આપવામાં ન આવે. જેથી ગુનાહિત કાવતરા હેઠળ આવું કરનારાઓ સામે દંડાત્મક કાયદાનો અમલ કરી શકાય. એવામાં એક અહેવાલ મુજબ, સુપ્રીમ કોર્ટે JMM ધારાસભ્ય સીતા સોરેન વિરુદ્ધ 'વોટના બદલામાં લાંચ'ના આરોપ સાથે સંબંધિત કેસની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી.  સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે કરવાનો ઈરાદો છે તે ગેરકાયદેસર કૃત્ય છે તો તે ગુનાહિત ષડયંત્ર સમાન છે. સંસદમાં કહેવાતા અપમાનજનક નિવેદન એ અપરાધિક ષડયંત્રનો ભાગ નથી અને બંધારણીય રીતે કાર્યવાહીથી મુક્ત છે.

'સંસદમાં અપમાનજનક નિવેદન કોઇ ગુનો નથી'
સીતા સોરેને આ કેસમાં પોતાને નિર્દોષ જાહેર કરવાની દલીલમાં કહ્યું હતું કે તેમને બંધારણના અનુચ્છેદ 194 (2) હેઠળ એમને સંસદમાં 'કંઈ પણ કહેવા અથવા મત આપવા' માટે છૂટ મળે છે. વરિષ્ઠ વકીલ રાજુ રામચંદ્રને જણાવ્યું હતું કે જો સંસદમાં મતદાન અથવા ભાષણ સંબંધિત કોઈપણ કૃત્ય કાયદાકીય કાર્યવાહીથી મુક્ત નથી, તો સભ્યોને ગૃહની અંદર અપમાનજનક ભાષણો કરીને અન્ય સભ્યોને બદનામ કરવાનું કાવતરું કરવા બદલ દોષી ઠેરવવામાં આવશે.' 

મધ્યાહન ભોજનમાં કામ કરતા લોકો સરકારી કર્મચારીઓ ન ગણાય? સુપ્રીમનો મોટો  ચુકાદો I supreme court of india verdict mid day meal worker are not  government employee

સભ્યોને સંસદમાં વાણીની સંપૂર્ણ સ્વતંત્રતા છે
એડવોકેટ રાજુ રામચંદ્રને કહ્યું કે જો આવું ન થાય તો સંસદની અંદર અપમાનજનક ભાષણો અંગે સંભવિત ષડયંત્રની તપાસ કરવામાં આવશે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ એએસ બોપન્ના, જસ્ટિસ એમએમ સુંદરેશ, જસ્ટિસ પીએસ નરસિમ્હા, જસ્ટિસ જેબી પારદીવાલા, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ મનોજ મિશ્રાની સાત જજોની બેંચે સભ્યોને ગૃહની અંદર જે કંઈ પણ બોલે તેના માટે કાયદાકીય કાર્યવાહીમાંણથી પૂરી છૂટ આપવાના પ્રસ્તાવ પર અસંમતિ વ્યક્ત કરી હતી. સર્વોચ્ચ અદાલત કહ્યું કે જે કરવાનો ઈરાદો છે તે ગેરકાયદેસર કૃત્ય છે, તો તે ગુનાહિત કાવતરું છે. સંસદની અંદર કહેવાતા અપમાનજનક નિવેદન એ ગેરકાયદેસર કૃત્ય નથી અને બંધારણીય રીતે કાયદાકીય કાર્યવાહીથી સુરક્ષિત છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ