બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / The president of Maldives became the president of his own people in the midst of India's opposition

બેદરકારી / ભારત વિરોધના ચક્કરમાં પોતાના જ લોકો માટે કાળ બન્યા માલદીવના રાષ્ટ્રપતિ, એક જીદના કારણે 13 વર્ષના માસૂમનું નિધન

Priyakant

Last Updated: 03:41 PM, 21 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Maldives Latest News: માલદીવ સરકારે તબીબી સ્થળાંતર માટે ભારતીય હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં ખચકાટ દર્શાવ્યો અને હોસ્પિટલ પહોંચવામાં મોડું થવાને કારણે બાળકે જીવ ગુમાવ્યો

  • માલદીવના નવા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુ જીદ દેશવાસીઓને પડી રહી છે ભારે 
  • 13 વર્ષના બાળકે જરૂરી તબીબી સારવારમાં વિલંબને કારણે જીવ ગુમાવ્યો પડ્યો 
  • માલદીવ સરકારે તબીબી સ્થળાંતર માટે ભારતીય હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં ખચકાટ દર્શાવ્યો 

Maldives News : માલદીવના નવા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુની ભારતનો વિરોધ કરવાની જીદનો માર માલદીવના નાગરિકોને સહન કરવો પડી રહ્યો છે. વાત જાણ એમ છે કે, ભારત પ્રત્યેની તેની નફરતમાં મુઇઝ્ઝુએ વાતની પણ પરવા નથી કરી રહ્યા કે, તેમની જીદ તેમના પોતાના નાગરિકોના જીવનને જોખમમાં મૂકી રહી છે. એક 13 વર્ષના બાળકે જરૂરી તબીબી સારવારમાં વિલંબને કારણે જીવ ગુમાવ્યો પડ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, માલદીવ સરકારે તબીબી સ્થળાંતર માટે ભારતીય હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં ખચકાટ દર્શાવ્યો અને હોસ્પિટલ પહોંચવામાં મોડું થવાને કારણે બાળકે જીવ ગુમાવ્યો. નોંધનીય છે કે, ભારતે માલદીવને તબીબી સ્થળાંતર અને આપત્તિ રાહત કામગીરી માટે બે નેવલ હેલિકોપ્ટર અને એક ડોર્નિયર એરક્રાફ્ટ પ્રદાન કર્યું હતું.

મુઈઝુની નીતિ માલદીવના લોકો પર ભારે 
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર બાળકને ગાફુ એટોલથી રાજધાની માલે લઈ જવામાં વિલંબ થયો હતો જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. પરિવારજનો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે, બાળકને હોસ્પિટલ લઈ જવામાં મોડું થવાને કારણે તેનો જીવ બચાવી શકાયો નથી. માલદીવ સરકારે ભારતીય સૈન્ય કર્મચારીઓને તેમના સંચાલન અને જાળવણીની જવાબદારીમાંથી દૂર કરવાની માંગ કરી છે, જેનાથી માલદીવમાં ભારતીય હેલિકોપ્ટર અને એરક્રાફ્ટનો ઉપયોગ અનિશ્ચિત છે. મહત્વનું છે કે, રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુએ ભારતને 15 માર્ચ સુધીમાં સૈનિકો પાછા ખેંચવા કહ્યું છે. જોકે ભારતીય અધિકારીઓનું કહેવું છે કે, આ મામલે પરસ્પર સહમત ઉકેલ શોધવા માટે વાતચીત ચાલી રહી છે.

વધુ વાંચો: કેનેડામાં મોટું એલાન, ફ્રાંસમાં રથયાત્રા અને USમાં લાઈવ પ્રસારણ: અયોધ્યા રામ મંદિર માટે દુનિયાભરમાં ઉત્સાહ 

મુઇઝ્ઝુના બચાવમાં સંરક્ષણ મંત્રીએ કરી દલીલ 
આ તરફ ભારતીય હેલિકોપ્ટરનો ઉપયોગ ન કરવાની ટીકાનો જવાબ આપતા માલદીવના સંરક્ષણ પ્રધાન મોહમ્મદ ખસને કહ્યું કે, માલદીવિયન એરલાઇન્સ દ્વારા હજુ પણ 93 ટકા સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. બાળકના મૃત્યુથી ઘેરાયેલા રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુના બચાવમાં દલીલ કરતા ઘસને કહ્યું કે, તબીબી કામગીરી માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી)માં રાષ્ટ્રપતિને જાણ કરવાની અથવા તેમની પાસેથી પરવાનગી લેવાની જરૂર નથી. આવા કિસ્સાઓમાં સંબંધિત સંસ્થાઓ વચ્ચે સંકલન હોય છે. કોણ કહી શકે કે, સ્થાનિક વહીવટીતંત્ર પણ સરકારની નીતિઓ મુજબ જ કામ કરે છે, આ માટે જરૂરી નથી કે દરેક નાના-મોટા કામ રાષ્ટ્રપતિને પૂછીને જ થાય.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ