બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / The police arrested the accused who lured the girl into marriage in Gondal, Rajkot

ઓનલાઇન મિત્રતાનું પરિણામ / ગોંડલમાં યુવતી પર ચાલુ બસે આચરાયું દુષ્કર્મ: સોશ્યલ મીડિયા પર મિત્રતા કરવી ભારે પડી, આરોપીની ધરપકડ

Dinesh

Last Updated: 07:07 PM, 22 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના ગોંડલમાં યુવતીને લગ્નની લાલચ આપી ભગાડી જનારા આરોપીની પોલીસે ધરપકડ કરી છે, આરોપીએ ચાલુ બસમાં યુવતીની ઈચ્છા વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યાનો આરોપ

  • યુવતી સાથે દુષ્કર્મ આચરનારાની ધરપકડ
  • આરોપીએ યુવતીને લગ્નની આપી હતી લાલચ
  • રોપી સાગર કુકડીયાની ધરપકડ કરાઈ


રાજકોટમાં ગોંડલના વોરાકોટડા રોડ પર પંચપીરની ધાર વિસ્તારમાં રહેતી યુવતીને લગ્નની લાલચ આપી ભગાડી જઈ ચાલુ બસે દુષ્કર્મ આચરનાર આરોપીને પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી અને ભોગબનનાર યુવતી વચ્ચે ઇન્સ્ટાગ્રામ દ્વારા સંપર્ક થયા હતો બાદમાં મોબાઇલ નંબર આપી મિત્રતા કેળવાઈ હતી.

આરોપી યુવતીને લગ્નની લાલચે ભગાડી ગયો હતો.
આરોપી સાગર કુકડીયાએ ગત તારીખ 13મીના રોજ યુવતીને લગ્નની લાલચ ભગાડી ગયો હતો. સુરત મારા સબંધી રહે છે તે લગ્ન કરાવવાની વ્યવસ્થા કરી આપશે તેવી લાલચ આપી આરોપી  યુવતીને ભગાડી ગયો હતો. આરોપી રાજકોટ પહોંચી ખાનગી લકઝરી બસમાં બન્ને સુરત જવા નિકળ્યા હતા. રસ્તામા ચાલુ બસે યુવતિની ઇચ્છા વિરુદ્ધ આરોપીએ દુષ્કર્મ ગુજાર્યુ હતુ. સુરત પહોંચી જે સબંધીને મળવાનું હતુ તેનો સંપર્ક ન થતા આરોપી યુવતીને ચોટીલા લઈ ગયો હતો.

આરોપીની તસવીર

પોલીસે આરોપીને દબોચ્યો
ચોટીલામાં આરોપીના મિત્રએ કોલ ન ઉપાડતા અને ગોંડલથી આરોપીના ભાઇનો પરત ફરવા માટેનો કોલ આવતા બન્ને ગોંડલ પરત આવ્યા હતા. આ દરમિયાન આરોપી સાગરના ઘરે તેની માતાએ યુવતીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી હતી અને આ લગ્ન શક્ય નથી તેવુ જણાવતાં યુવતિને આ બનાવ અંગે પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ