બ્રેકિંગ ન્યુઝ
VTV / The Old Parliament is a representative example of architecture in the world
Mahadev Dave
Last Updated: 10:48 PM, 18 September 2023
ADVERTISEMENT
નવા સંસદભવનના ઉદ્દઘાટન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જૂના સંસદ ભવનને ઔપચારિક વિદાય આપી દેવામાં આવી છે. આજે (18 સપ્ટેમ્બર) ના રોજ સંસદના વિશેષ સત્ર દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ, પૂર્વ પીએમ નરસિમ્હા રાવ અને અટલ બિહારી વાજપેયી સહિતના નેતાઓને યાદ કર્યા હતા. વડાપ્રધાને કહ્યું હતું કે ગૃહ દ્વારા દેશને આગળ વધારવા માટેના નિર્ણયો લેવાયા હતા. પીએમના સંબોધનની સાથે જ સંસદની ઐતિહાસિક ઇમારત એ વિશ્વમાં અનોખા સ્થાપત્યનું ઉદાહરણ છે. ત્યારે અસંખ્ય ઇતિહાસનું સાક્ષી બનેલ આ સંસદ હવે ઇતિહાસ બની જશે.
ADVERTISEMENT
જૂના સંસદ ભવનનું બાંધકામ 1921માં શરૂ થયું
ઇમારતના ઇતિહાસની વાત કરવામાં આવે તો દિલ્હીના લ્યુટિયન ઝોનમાં સ્થાયી થયેલા સંસદની આ ઈમારત 96 વર્ષ પહેલા પૂર્ણ થયું હતું. એટલે કે વર્ષ 1927 આ નવુનકોર બિલ્ડીંગ તૈયાર થઈ ગયું હતું. અંગ્રેજો દ્વારા દેશ ચલાવવા માટે વહીવટી ઇમારત તરીકે તેનું નિર્માણ કરાયું હતું.બ્રિટિશ રાજા જ્યોર્જ પંચમએ 1911માં દિલ્હીને રાજધાની બનાવી હતી.બાદમાં આર્કિટેક્ટ એડવિન લ્યુટિયન્સ અને હર્બર્ટ બેકરે દિલ્હીની ડિઝાઈન તૈયાર કરી હતી,
જૂના સંસદ ભવનનું બાંધકામ 1921માં શરૂ થયું હતું અને 1927માં પૂર્ણ થયું હતું. બાદમા તે સેન્ટ્રલ એસેમ્બલી બની ગઈ હતી અને આ એસેમ્બલીમાં વિસ્ફોટને પગલે બ્રિટિશ શાસન હચમચી ગયું હતું.બદમાં દેશે આઝાદી મેળવી અને આ બિલ્ડીંગ સેન્ટ્રલ એસેમ્બલી સંસદ બની ગયું છે. ભારતના ઉજળા ઇતિહાસના પોતાના પાયામા ધરબીને અડીખમ ઉભું છે.
83 લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા
આ બિલ્ડિંગના નિર્માણ પાછળ અંદાજે 83 લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. ખાસ વાત એ છે કે આ સમયે દેશમાં સોનાની કિંમત દસ ગ્રામ દીઠ માત્ર 18.37 રૂપિયા હતી. અંગ્રેજ સરકારના એ જમાનામાં બિલ્ડીંગ નિર્માણ બાદ માત્ર બે વર્ષ પછી, 8 એપ્રિલ 1929ના રોજ, બટુકેશ્વર દત્ત અને ભગત સિંહે તેમાં બૉમ્બ ધડાકા કરતા બ્રિટિશ સરકારનો પાયો હચમચાવી ગયો હતો. આ બોમ્બ વિસ્ફોટ પબ્લિક સેફ્ટી બિલના વિરોધમાં કરાયો હતો. બાદમાં 1947માં દેશને આઝાદી મળતા આ બિલ્ડીંગ સંસદ તરીકે ઓળખાય હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.