બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / The Meteorological Department has predicted a negligible chance of rain in Gujarat for the next 5 days in the state

રાહત / ખેડૂતોની ચિંતા ટળી.! ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની સંભાવના ના બરોબર, હવામાન વિભાગે કરી નવી આગાહી

Vishal Khamar

Last Updated: 05:47 PM, 9 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે હાલ રાજ્યમાં આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદની નહિવત સંભાવના છે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 93 ટકા વરસાદ નોંધાયો છે.

  • રાજ્યમાં હાલ વરસાદની કોઈ સંભાવના નહીં
  • આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદની નહિવત્ સંભાવના 
  • રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 93% વરસાદ થયો નોંધાયો

રાજ્યમાં હાલ વરસાદની કોઈ સંભાવના નથી. ત્યારે આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદની નહિવત સંભાવના છે.  ત્યારે અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની હાલ કોઈ આગાહી નથી. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 93 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં હજુ 7 ટકા સિઝનલ વરસાદ બાકી છે.  દાહોદ, ગાંધીનગરમાં સિઝનનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. 

હાલ કોઈ સિસ્ટમ એક્ટીવ નથીઃ હવામાન વિભાગ
આ બાબતે હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, હાલ કોઈ સિસ્ટમ એક્ટીવ નથી. હાલ પાંચ દિવસ ગુજરાતમાં વરસાદની સંભાવનાં નહિવત છે. ત્યારે પાંચ દિવસ બાદ વરસાદનો ચોથો રાઉન્ડ શરૂ થવાની સંભાવનાં છે. 

રાજ્યનાં 5 ઝોનમાં આવેલ જળાશયોની સ્થિતિ
રાજ્યનાં 5 ઝોન પ્રમાણે જળાશયોની સ્થિતિ જોઈએ તો ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 71.19 ટકા જળસંગ્રહ, મધ્ય ગુજરાતનાં 17 જળાશયમાં 48.9 ટકા જળસંગ્રહ, દક્ષિણ ગુજરાતનાં 13 જળાશયમાં 72.3 ટકા જળસંગ્રહ, કચ્છનાં 20 જળાશયમાં 66.23 ટકા જળસંગ્રહ તેમજ સૌરાષ્ટ્રનાં 141 જળાશયમાં 83.70 ટકા જળસંગ્રહ થવા પામ્યો છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ