બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / The High Court dealt a blow to the Congress, dismissing the petition against the IT action

દિલ્હી / દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસને આપ્યો મોટો ઝટકો, ITની કાર્યવાહી સામે કરેલી અરજી ફગાવી

Priyakant

Last Updated: 01:50 PM, 28 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi High Court Latest News: આવકવેરા વિભાગની કાર્યવાહીને લઈને દાખલ કરવામાં આવેલી અરજીને ગુરુવારે દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી

Delhi High Court : કોંગ્રેસને દિલ્હી હાઇકોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. વાત જાણે એમ છે કે, આવકવેરા વિભાગની કાર્યવાહીને લઈને દાખલ કરવામાં આવેલી અરજીને ગુરુવારે દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી હતી. કોંગ્રેસ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં આવકવેરા વિભાગ દ્વારા વસૂલાતની પ્રક્રિયાને પડકારવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ હાઈકોર્ટે કોંગ્રેસની એક અરજી ફગાવી દીધી હતી જેમાં પાર્ટીએ સતત ત્રણ વર્ષથી ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ટેક્સ રિએસેસમેન્ટની કાર્યવાહી વિરુદ્ધ અરજી દાખલ કરી હતી.

આ પહેલા હાઈકોર્ટે 20 માર્ચે સુનાવણી પૂરી થયા બાદ નિર્ણય અનામત રાખ્યો હતો. મહત્વનું છે કે, કોંગ્રેસે 2014-15, 2015-16 અને 2016-17 માટે આવકવેરા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી ટેક્સ રિ-એસેસમેન્ટ કાર્યવાહી સામે અરજી દાખલ કરી હતી. તમને જણાવી દઈએ કે, ગયા મહિને કોંગ્રેસના નેતા અને ખજાનચી અજય માકને કહ્યું હતું કે, આવકવેરા વિભાગે તેમની પાર્ટીના બેંક ખાતાઓ ફ્રીઝ કરી દીધા છે. યુથ કોંગ્રેસનું બેંક એકાઉન્ટ પણ ફ્રીઝ કરવામાં આવ્યું હતું.

વધુ વાંચો: અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી

કોંગ્રેસના નેતા અને ખજાનચી અજય માકને કહ્યું હતું કે, હાલમાં અમારી પાસે ખર્ચ કરવા, વીજળી બિલ ભરવા, કર્મચારીઓને પગાર ચૂકવવા માટે પૈસા નથી. દરેક વસ્તુને અસર થઈ રહી છે. માત્ર ન્યાય યાત્રા જ નહીં પરંતુ તમામ રાજકીય ગતિવિધિઓને અસર થઈ રહી છે. આવકવેરા વિભાગે રૂ. 210 કરોડની વસૂલાતનો આદેશ આપ્યો હતો. જોકે આઇટી ટ્રિબ્યુનલે બુધવાર સુધીમાં એકાઉન્ટ્સ પર ફ્રીઝ હટાવી દીધી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ