બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The gates of the Jagat Mandir were opened at midnight for the cows that had trekked from Kutch

આસ્થા / કચ્છથી પદયાત્રા કરી આવેલ ગાયો માટે મધ રાતે ખૂલ્યા જગતમંદિરના દ્વાર, લમ્પીથી ઉગારવા ભક્તે માની હતી માનતા

Priyakant

Last Updated: 04:31 PM, 24 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છના રહેવાસી અને દ્વારકાધીશના પરમ ભકત કચ્છથી 450 કિલોમીટર પદયાત્રા કરીને દ્વારકા મંદિરે ગૌમાતાને દર્શન કરાવવા પહોંચ્યા

  • કચ્છના એક પશુપાલકની આસ્થા અને મધરાત્રે ખૂલ્યા જગતમંદિરના દ્વાર
  • લમ્પી વાયરસથી તેમની ગાયોને ઉગારવા ભક્તે માની હતી માનતા 
  • કચ્છથી 450 કિલોમીટર પદયાત્રા કરીને ગૌમાતાને દર્શન કરાવવા પહોંચ્યા 

થોડાક સમય પહેલા ગુજરાતમાં લમ્પી વાયરસનો કહેર જોવા મળ્યો હતો. જેમાં રાજ્યભરમાં અનેક ગાયોના મોત થયા હતા. જોકે કચ્છના એક પશુપાલકે પોતાની ગાયોને લમ્પી રોગ થતાં ભગવાન દ્વારકાધીશની માનતા માની હતી. જોકે તેમની તમામ ગાયો લમ્પી રોગથી ગાયો બચી ગઈ હતી. જે બાદમાં હવે કચ્છના રહેવાસી અને દ્વારકાધીશના પરમ ભકત મહાદેવ દેસાઈ કચ્છથી 450 કિલોમીટર પદયાત્રા કરીને દ્વારકા મંદિરે ગૌમાતાને દર્શન કરાવવા પહોંચ્યા હતા.

દ્વારકા મંદિરના ઇતિહાસમાં પ્રથમવાર રાત્રિના સમયે મંદિર ખોલવામાં આવ્યું હતું. વાત જાણે એમ છે કે,  કચ્છના રાપર તાલુકાના મેડક બેટના રહેવાસી મહાદેવ દેસાઈની 25 જેટલી ગાયોને લમ્પી રોગ થતાં તેમણે માનતા માની કે 'હે કાળિયા ઠાકર... મારી ગાયોને લમ્પી રોગમાંથી બચાવી લેજે, હું એમને પગપાળા લાવીને તારા દ્વારે દર્શન કરવા લઈ આવીશ. આ તરહ હવે માવજીભાઈની માનતા ફળી અને તેમની 25 જેટલી લમ્પીગ્રસ્ત ગાયો બચી ગઈ. આ સાથે એકપણ ગાયનું મૃત્યુ પણ ના થયું અને અન્ય ગાયોમાં આ રોગનો ફેલાવો પણ ન થયો. 

450 કિલોમીટર પદયાત્રા કરી દ્વારકા પહોંચ્યા 

કચ્છના મહાદેવભાઈ દેસાઈની  25 જેટલી લમ્પીગ્રસ્ત ગાયો બચી ગઈ. આ સાથે એકપણ ગાયનું મૃત્યુ પણ ના થયું અને અન્ય ગાયોમાં આ રોગનો ફેલાવો પણ ન થયો. જેથી તેઓ તેમની માનતા પૂરી કરવા માટે કચ્છથી 450 કિલોમીટર પદયાત્રા કરીને દ્વારકા મંદિરે ગૌમાતાને દર્શન કરવા પહોંચ્યા હતા.

મધરાત્રે ખૂલ્યા જગતમંદિરનાં દ્વાર 

કચ્છથી 450 કિલોમીટરનું અંતર કાપી મહાદેવભાઈ દેસાઈ ગયો સાથે દ્વારકા આવી પહોંચ્યા હતા. જોકે અહી સુથી મોટી સમસ્યા એ હતી કે, તેમને દિવસે તો દર્શન કઈ રીતે કરાવવા, કેમ કે દિવસે તો દર્શાનાથીઓની ભીડ જામેલી હોય છે. તેવામાં આટલી બધી ગાયોને અંદર કઈ રીતે લઈ જવી ? જોકે દ્વારકાના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું કે, ગાયો માટે મધરાત્રે મંદિરનાં દ્વાર ખોલવામાં આવ્યા. વહીવટી તંત્રએ ગાયોનાં દર્શન કરવા માટે રાત્રે દ્વાર ખોલવામાં આવ્યાં હતાં. જે બાદમાં 450 કિમી પગપાળા કરીને આવેલી 25 ગાયે મંદિરની અંદર જઈ ભગવાન દ્વરકાધીશનાં દર્શન કર્યાં હતાં. 

મહત્વનું છે કે, મોડી રાત્રિએ જગતમંદિરમાં આ ઘટના જોઈ સૌકોઈ ભાવવિભોર થઈ ગયા હતા અને તેમને કાનુડાનો ગાય પ્રત્યેનો પ્રેમસંબંધ યાદ આવ્યો હતો. માવજીભાઈ 25 ગાય અને 5 ગોવાળ સાથે 17 દિવસનું અંતર કાપીને 21મી નવેમ્બરના રોજ દ્વારકા મંદિરે પહોંચ્યા હતા. જે ગાયો પગદંડી પર કાચા રસ્તામાં ચાલતી હોય તે હાઈવે પર પાકા રસ્તામાં ચાલીને દ્વારકા મંદિરે 450 કિલોમિટર કાપી પહોંચ્યા હતા. જગતમંદિરે પહોંચી ગાયોએ કાળિયા ઠાકરનાં દર્શન કરી મંદિરની પરિક્રમા કરી હતી. 

ઈતિહાસમાં પહેલીવાર એવી ઘટના બની છે કે એકસાથે 25 ગાય આટલા કિલોમીટર ચાલીને મંદિરે દર્શન કર્યાં હોય. આ પ્રસંગે મંદિરના વહીવટદાર તંત્રએ અને સ્થાનિકો દ્વારા મહાદેવભાઈ તથા તેમની સાથે આવેલા ગૌસેવકોને પ્રસાદી આપીને ભગવાન દ્વારકાધીશના આશીર્વાદરૂપ ઉપેણા ઓઠણીથી સન્માનિત કર્યા હતા.

ગૌપાલક ભગવાન દ્વારકાધીશ 

ભગવાન દ્વારકાધીશને ગૌપાલક કહેવામાં આવે છે, કારણ કે ભગવાન શ્રીકૃષ્ણને ગાયો ખૂબ વહાલી હતી અને તેમને હંમેશાં ગાયો વચ્ચે જ જોવામાં આવે છે. ત્યારે લમ્પી નામનો ભયંકર રોગ ગાયોમાં થતાં ભગવાન શ્રીકૃષ્ણ પણ નિરાશ થયા હોય એ સ્વાભાવિક છે. ત્યારે તાજેતરમાં બનેલી આ ઘટનાએ આખી દ્વારકાનગરીને ભાવવિભોર બનાવી દીધી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ