બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / The face of the farmers was taken away. Finally, the rains in Gujarat have spoiled the calculations of the farmers, the loss will cost lives

પડ્યા પર પાટુ ! / ખેડૂતોના મુખે આવેલો કોળિયો છીનવાયો.! છેલ્લે ટાણે ગુજરાતભરમાં વરસાદે ખેડૂતોનું ગણિત બગાડ્યું, નુકસાન જોઈ જીવ બળશે

Vishal Khamar

Last Updated: 10:17 PM, 6 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે 48 કલાક સુધી કમોસમી વરસાદ થવાની આગાહી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • રાજ્યના અનેક જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો
  • સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત,  મધ્ય તેમજ ઉત્તર ગુજરાતમાં છવાયો વરસાદી માહોલ
  • રવિ પાક સહિતના પાકોમાં નુકસાન થવાનીં ભીંતી 

રાજ્યના અનેક જીલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે ભર ઉનાળે લોકોએ ચોમાસાનો અનુભવ કર્યો છે. ત્યારે કચ્છ, મહેસાણા, અણંદ, સુરત, નવસારી, ડાંગ, અમરેલી, બોટાદ, ભાવનગર, વડોદરા, મોરબી, બનાસકાંઠા, વલસાડ, નર્મદા, ભરૂચ એકાએક કરા સાથે વરસાદ પડવાનો શરૂ થતા રાહદારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. તો બીજી તરફ રસ્તા પર બેસી પોતાનું ગુજરાન ચલાવતા પાથરણાવાળા વરસાદ શરૂ થતા પોતાનો માલ સામાન લઈને અન્યત્ર જગ્યાએ ખસી ગયા હતા. આજે હોળીનો પણ તહેવાર હોઈ ઠેર ઠેર હોળિકા દહન કરવામાં આવ્યું હતું. પરંતું અમુક જગ્યાએ હોળિકા દહનમાં વરસાદ વિલન બનતા આયોજકો વિમાસણમાં મુકાઈ જવા પામ્યા હતા. 

રવિ પાક સહિતના પાકોમાં નુકશાનની ભીંતી
એકાએક વરસાદ વરસવાનો શરૂ થતા ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે કમોસમી વરસાદના કારણે રવિ પાક સહિતના પાકોને નુકશાન થવા પામ્યું છે. જેમાં ઘઉ. જીરૂ. રાયડો, કેરી, તમાકુ, કપાસ, ધાણાના પાકને નુકશાન થવા પામ્યું હતું.  તો બીજી તરફ માર્કેટ યાર્ડમાં વેચાણ અર્થે ખેડૂતે મુકેલ માલ પણ વરસાદમાં પલળી જવા પામ્યો હતો. જેનાથી ખેડૂતોને ભારે નુકશાન થવા પામ્યું છે. 

ઘઉ, ચણાા, જીરૂ, ધાણા, મેથી સહિતના પાકને નુકશાન
જામનગર જીલ્લાના વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો છે. ત્યારે કાલાવડમાં પવન સાથે કમોસમી વરસાદ પડ્યો  હતો. જેમાં ખરેડી, નીકાવા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ ખાબક્યો હતો. ત્યારે વડાલા, પીપર સહિતના ગામોમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદના કારણે રવીપાકને નુકશાનની ભીંતી સેવાઈ રહી છે.  ઘઉ, ચણાા, જીરૂ, ધાણા, મેથી સહિતના પાકને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોનિ ચિંતામાં વધારો થયો છે.

અંબાલાલ પટેલે આગાહી કરી

કમોસમી વરસાદને લઇને  હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું નિવેદન 
રાજ્યના અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.  કમોસમી વરસાદને લઇને  હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું હવામાનને લઈને નિવેદન આપ્યું છે.  હમણાં રાજ્યમાં વરસાદ રહેવાની સંભાવના છે. તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં મૂશળધાર વરસાદની સંભાવના છે. તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની શક્યતા છે.  આ વરસાદ આફતના એંધાણ છે.  અંબાલાલ પટેલે આગામી 14, 15, 16 તારીખે વરસાદની શક્યતા કરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ