બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / The country's first Lion Safari Park in Rajkot will be built in 33 hectares at a cost of 30 crores.

ગૂડ ન્યૂઝ / રંગીલા રાજકોટમાં દેશનો પ્રથમ લાયન સફારી પાર્ક બનશે, મોદી સરકારે આપી મંજૂરી, આ વર્ષ સુધીમાં જીપમાં બેસી થશે સિંહદર્શન

Dinesh

Last Updated: 11:38 AM, 23 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: રાજકોટમાં દેશનું પ્રથમ લાયન સફારી પાર્ક 33 હેક્ટર જગ્યામાં 30 કરોડના ખર્ચે બનાવવામાં આવશે

  • રાજકોટમાં બનાવાશે લાયન સફારી પાર્ક
  • 30 કરોડના ખર્ચે બનશે લાયન સફારી પાર્ક
  • કેન્દ્ર સરકારે પાર્ક બનાવાની આપી મંજૂરી


રાજકોટમાં દેશનું પ્રથમ લાયન સફારી પાર્ક મનપા દ્વારા બનાવવામાં આવશે. જ્યાં 33 હેક્ટર જગ્યામાં 30 કરોડના ખર્ચે લાયન સફારી પાર્ક બનાવવામા આવશે. અત્રે જણાવીએ કે, 2026માં જીપમાં બેસીને લોકો સિંહદર્શન કરી શકાશે. જે અનુસંધાને કેન્દ્ર સરકારે પાર્ક બનાવાની મંજૂરી પણ આપી છે. આજીડેમ અને પ્રદ્યુમન પાર્ક ઝૂના 13 સિંહમાંથી એક ગ્રુપને સફારી પાર્કમાં મુકવામાં આવશે. ગીરના જંગલ જેવી આબોહવા માટે અલગ અલગ વૃક્ષારોપણ કરવામાં આવશે. અત્રે જણાવીએ કે, મહાનગરપાલિકા અઢી વર્ષમાં પ્રોજેક્ટ  પૂરો કરશે 

મનપાના કમિશનર શું જણાવ્યું ?
રાજકોટ મનપાના કમિશનર આનંદ પટેલે જણાવ્યું કે, આપણે મહાનગર પાલિકા તરફથી લાયન સફારી બાનાવવાનું પણ નક્કી કર્યું છે. જે સંદર્ભ પ્લાટેશનની જે કામગીરી હોય તે ઓલરેડી કરવામાં આવેલી છે, સાથો સાથ 33 હેક્ટર જેટલી જમીનને ઓલ ઓવર નેશનલ ઝૂ ઓથોરિટીના નામ પ્રમાણે સફારી બનાવવાની હોય છે, તે પ્રમાણે આપણે કામગીરી ચાલુ કરવામાં આવેલી છે. આપણી પાસે લાયન બ્રિડિંગ સેન્ટર પણ આવેલું છે. વધુમાં કહ્યું આ સફારી અંગેની પ્રપોજન પણ નેશનલ ઝૂ ઓથોરેટિને પણ મોકલી આપેલી છે. તેમના તરફથી આપણને કેટલા સૂચનો પણ પણ મળેલા છે.   

2થી 2.5 વર્ષમાં તમામ કામગીરી પૂર્ણ થશે
કમિશનરએ જણાવ્યું કે, નાના મોટા કન્ટ્રેક્શન અને ગેટ જેવી કામગીરી 2થી 2.5 વર્ષમાં તમામ કામગીરી પૂર્ણ કરી અને જનતા માટે ખુલ્લુ મૂકવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આવતા વર્ષના બજેટમાં સફારી પાર્ક માટે અલગથી જોગવાઈ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા અઢી વર્ષમાં પ્રોજેક્ટ પૂરો કરશે અને ગીરના જંગલ જેવી આબોહવા માટે અલગ અલગ વૃક્ષારોપણ કરવામાં આવશે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ