બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / The cost of electricity in Ahmedabad Municipal Corporation has increased by Rs 190 crore in a decade

AMC બજેટ / અમદાવાદ મહાપાલિકામાં વીજ ખર્ચ ઘટાડવાની ગુલબાંગ વચ્ચે એક દાયકામાં 190 કરોડ ખર્ચ વધ્યો

Mehul

Last Updated: 11:54 PM, 19 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા  વીજબિલ પાછળ થતા ખર્ચ ને ઘટાડવા માટે સોલાર સિસ્ટમ ની વાત કરવામાં આવી હતી પણ હકીકત એ છે કે બિલ વધવાને બદલે વધી રહ્યું છે.

  • મહાપાલિકામાં વીજબીલ એક ભારણ 
  • પ્રતિ વર્ષ કરોડો રૂપિયાનાં વીજબીલ 
  • ખર્ચમાં ઘટાડાના બદલે તોતિંગ ખર્ચ 

 

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા  વીજબિલ પાછળ થતા ખર્ચ ને ઘટાડવા માટે સોલાર સિસ્ટમ ની વાત કરવામાં આવી હતી પણ હકીકત એ છે કે બિલ વધવાને બદલે વધી રહ્યું છે.

 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મોટા પાયે ખર્ચ વીજબિલ પાછળ કરે છે..પ્રજાની પરસેવાની મોટી કમાણી ખર્ચાઈ જાય છે. સતાધારી ભાજપ દ્વારા ભૂતકાળ માં જાહેરાત કરવામાં આવી હતી કે વીજ ખર્ચ ઘડવા  સોલાર સિસ્ટમ નો વધુ ને વધુ ઉપયોગ કરવામાં આવશે.પણ આ વાત માત્ર કાગળ પર છે.સોલાર સીસ્ટમ નો મહત્તમ ઉપયોગ કરતો નથી.ઇલેક્ટ્રીક સિટીનો વ્યાપક ઉપયોગ કરી વીજબિલ પાછળ કરોડોનો ખર્ચ કરે છે. આ બાબત ને લઈ વિપક્ષે બજેટ બોર્ડ બેઠકમાં સતાધારી પક્ષની ટીકા કરી હતી.અને બિલ ઘટે તેવા પ્રયાસ કરવા રજૂઆત કરી હતી.


વીજબિલ નાં ખર્ચ પર નજર કરીએ તો.

વર્ષ.               વીજબિલ
2010.11.        93.9 કરોડ
2011-12..      149.11 કરોડ
2012-13..      162.13 કરોડ
2013-14        183.55 કરોડ
2014-15        205.00 કરોડ
2015-16        237.48 કરોડ
2016-17        227.09 કરોડ
2017-18        240 .00 કરોડ
2018-19        257.00કરોડ
2019-20.       286.12 કરોડ
2020-21        283.33 કરોડ

તો આ અંગે તંત્ર નું કહેવું છે કે  શહેરના  વિકાસ થતાં પમ્પિંગ સ્ટેશન વીજપોલ સહિત નાં ઇલેક્ટ્રીક ઉપકરણ વધ્યા છે.સોલાર સીસ્ટમ ની કામગીરી પર પણ ભાર આપવામાં આવી રહ્યો છે.વીજબિલ ને લઈ ને થોડા મહિના પહેલા કમિશ્નર દ્વારા પરિપત્ર કરી બિલ ઘટાડા પર ભાર મૂકવા કહ્યું હતું હવે જોવાનું એ રહે છે કે વીજબિલ પાછળ કરતો ખર્ચ ઘટશે  કે કેમ?


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ