બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / The city's largest bridge will be built in the eastern part of Ahmedabad

શહેરને ભેટ / અમદાવાદીઓ માટે ખૂશ ખબરઃ 165 કરોડના ખર્ચે શહેરનો સૌથી મોટો ઓવરફ્લાય આ વિસ્તારમાં બનશે

Shyam

Last Updated: 10:19 PM, 23 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા 165 કરોડ રૂપિયાના ખર્ચે નરોડા પાટીયાથી ગેલેક્સી 4 રસ્તા સુધી શહેરના સૌથી મોટા ફ્લાય ઓવરનું નિર્માણ 2025 સુધીમાં પૂર્ણ કરાશે

  • અમદાવાદના પૂર્વ વિસ્તારને મળશે શહેરનો સૌથી મોટો બ્રિજ
  • નરોડા પાટીયાથી નરોડા ગેલેક્સિ 4 રસ્તા સુધીનો બનશે મોટો બ્રિજ
  • બ્રિજના સંપૂર્ણ નિર્માણકાર્યનો ટારગેટ વર્ષ 2025માં પૂરો કરાશે

અમદાવાદના પશ્ચિમ વિસ્તારના વિકાસની સાથે હવે તંત્ર પૂર્વ વિસ્તારમાં પણ ઓવરબ્રિજનું કામ શરૂ કરવા જઈ રહ્યું છે. અમદાવાદ ઈસ્કોનથી ગાંધીનગર 25 મિનિટમાં પહોંચી જવા માટે SG હાઈ-વે પર અનેક મોટા બ્રિજ બની રહ્યા છે. જેમાં ઝાયડસથી ગોતા બ્રિજ વચ્ચેના બ્રિજનું કામ કરવામાં આવી રહ્યું છે. જેના નિર્માણ બાદ ગાંધીનગર જવા માટે ટ્રાફિકની સમસ્યાનું સમાધાન થઈ જશે. તો હવે પૂર્વ વિસ્તારમાં પણ 165 કરોડ રૂપિયાના ખર્ચે અમદાવાદનો સૌથી મોટો ફ્લાય ઓવરબ્રિજ બનવા જઈ રહ્યો છે.

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા 165 કરોડ રૂપિયાના ખર્ચે નરોડા પાટીયાથી ગેલેક્સી 4 રસ્તા સુધીના સૌથી મોટા ફ્લાય ઓવરનું નિર્માણ કરાશે. જેના માટે ગાંધીનગર શહેરી ગૃહ નિર્માણ વિભાગને દરખાસ્ત મોકલવામાં આવશે.અને જેની દરખાસ્ત અમદાવાદ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થઈ ચૂકી છે. અમદાવાદનો સૌથી મોટો ઓવરફ્લાય બ્રિજ 2.5 કિમી લાંબો હશે. જેના સંપૂર્ણ નિર્માણકાર્યનો ટારગેટ વર્ષ 2025માં પૂરો કરાશે. 

શહેરના સૌથી મોટા બ્રિજ માટે રૂપિયા 165 કરોડનો ખર્ચ કરાશે. નરોડા જંકશનથી ગેલેક્સિ ક્રોસ રોડ સુધીનો આ બ્રિજ શહેરની શોભામાં વધારો કરશે. જેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જેમાં 3 નરોડા પાટીયા જંકશન સહિત દેવી સિનેમા અને ગેલેક્સી ક્રોસ રોડ જંકશન પરથી આ બ્રિજ પસાર થશે. જે બાદ ટ્રાફિકની સમસ્યાનું સમાધાન પણ આવશે. મહત્વનું છે કે, થોડા સમય અગાઉ એક પછી એક પશ્ચિમ વિસ્તારના વિકાસને લઈ પૂર્વ વિસ્તારના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. અને એક ખાસ વિસ્તારના વિકાસને લઈ સવાલ પણ કર્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ