બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / સુરત / Thanganat of Gujaratis for Yoga Day, a new world record will be created in Surat in the presence of CM, see how the planning is

તૈયારીઓ / યોગ દિવસ માટે ગુજરાતીઓનો થનગનાટ, CMના સાનિધ્યમાં સુરતમાં રચાશે નવો વર્લ્ડ રેકોર્ડ, જુઓ કેવું છે આયોજન

Vishal Khamar

Last Updated: 07:46 PM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દેશભરમાં જી 20 ની આગેવાની ભારત કરી રહ્યું છે. ત્યારે વસુધૈવ કુટુંબકમની થીમ પર યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. આ વખતે રાજ્ય કક્ષાનાં યોગ દિવસની ઉજવણી સુરત ખાતે થશે.

  • સુરત ખાતે કરાશે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
  • 24 કલાકમાં 1 લાખ લોકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યું
  • શાળા, સંસ્થાઓ, વકીલો, સાથે મળી યોગને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ રચશે

 21 જૂનનાં રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણીને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે વિશ્વ યોગ દિવસનું આયોજન જીએમડીસી ગ્રાઉન્ડ અથવા તો રીવરફ્રન્ટ પર કરવામાં આવતી હોય છે. ત્યારે આ વર્ષે રાજ્યકક્ષાનાં યોગ દિવસની ઉજવણી સુરત ખાતે થનાર છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નવા વિશ્વ વિક્રમ માટે આયોજન થઈ રહ્યું છે. આ વર્ષે સવા કરોડ લોકો યોગ દિવસમાં ભાગ લેશે. તેમજ ગ્રામ પંચાયતો અને આંગણે નાગરીકો યોગ કરી શકે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.  વિવિધ વિભાગો સંસ્થાઓ સાથે મળી યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. 

24 કલાકમાં 1 લાખ લોકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યું
વધુમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વાવાઝોડા અસરગ્રસ્ત જીલ્લામાં યોગ દિવસની ઉજવાશે નહી.  પરંતું વ્યક્તિગત રીતે કોઈ આયોજન કરી શકે છે. ત્યારે 75 સ્થળો પર આઈકોનિક સ્થળો પર યોગ થશે.  તેમજ સુરતમાં સવા લાખ લોકો યોગ દિવસમાં ભાગ લેશે. ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં 24 કલાકમાં 1 લાખ લોકોનું રજીસ્ટ્રેશન થવા પામ્યું છે.  ત્યારે શાળા, સંસ્થાઓ, વકીલો, એસોસિએશન સાથે મળીને યોગને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ રચશે.

સાબરમતી રીવરફ્રંટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, મોઢેરામાં ઉજવણી થશે
આંતરરાષ્ટ્રીય યોગ દિવસે કુલ 1.25 કિમીનો રસ્તો ફાઈનલ થયો છે. જેમાં 1 હજાર બ્લોક તેમજ યોગ ઈન્સ્ટ્રક્ટર હશે. મુખ્યમંત્રી વર્ચ્યુઅલી નાગરિકોને સંબોધન કરશે. તેમજ સાબરમતી,  રિવરફ્રન્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ મોઢેરામાં પણ ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે કુલ 75 સ્થળો પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ