ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 04:02 PM, 28 March 2024
ADVERTISEMENT
આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પર કેનેડાનાં પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો ઢીલા પડી રહ્યા છે. હત્યાના તપાસ સંદર્ભે નિવેદન આપતા કહ્યું કે, તે ભારતની સાથે રચનાત્મક રીતે કામ કરવા ઈચ્છે છે અને તેઓ આ મામલાની તપાસ ભારત સરકાર સાથે કરવા માંગે છે. ન્યૂઝ એજન્સી દ્વારા જસ્ટિન ટ્રુડોને પૂછવામાં આવ્યું કે, કેનેડિયન નાગરિક હરદીપ સિંહ નિજ્જરની હત્યાની તપાસમાં ભારત કેવી રીતે સહયોગ કરે છે. તો આ સવાલ પર જવાબ આપતા કહ્યુ કે, તેના આરોપો વિશ્વસનીય છે અને ભારત અપેક્ષા રાખે છે કે કેનેડા પહેલા તેની તપાસ પૂર્ણ કરે.
ADVERTISEMENT

કેનેડાની સરકાર યોગ્ય તપાસ કરી રહી છે
ટ્રુડોએ આગળ કહ્યું કે, કેનેડાની જમીન પર કેનેડાનાં નાગરિકની હત્યા આ એવી ઘટના છે જે આપણે બધાએ ગંભીરતાથી લેવું જોઈએ અને જે વિશ્વસનીય આરોપોમાં ભારત સરકારના એજન્ટની વાત કરી હતી તે વાતને એમ જ નથી કહી. વિદેશી સરકારોના ગેરકાયદેસર પગલાથી તમામ કેનેડીયન લોકોને બચાવવાની જવાબદારી અમારી છે અને આ બાબતને ગંભીરતાથી લેવાની જરૂર છે. તેમણે એ પણ કહ્યું કે, કેનેડાની સરકાર યોગ્ય તપાસ સુનિશ્ચિત કરી રહી છે.
ADVERTISEMENT
વધુ વાંચોઃ જો તમે પણ કરી રહ્યાં છો આ કોર્સ, તો કેનેડાની સ્ટડી પરમિટ લેવી અઘરી પડશે
ભારત સરકાર સાથે કામ કરવા ઈચ્છે છે
જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે, અમે કાયદાનું શાસન સુનિશ્ચિત કરવા અંગે સ્પષ્ટ છીએ. અમારી ન્યાય પ્રણાલી અને પોલીસની સ્વતંત્રતા મુજબ યોગ્ય તપાસ કરવામાં આવે છે. અમે તેના તળિયે જવા માટે ભારત સરકાર સાથે રચનાત્મક રીતે કામ કરવા માટે આતુર છીએ અને એ સમજવા માટે કે આ કેવી રીતે બન્યું અને એ પણ ખાતરી કરવા માટે કે કોઈપણ કેનેડિયન ફરી ક્યારેય કોઈપણ આંતરરાષ્ટ્રીય શક્તિ માટે સંવેદનશીલ નથી.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.