બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ભારત / Politics / telangana assembly elections congress may shift mls to bengaluru
ADVERTISEMENT
તેલંગાણાની વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલમાં કોંગ્રેસ સ્પષ્ટ પણે આગળ દેખાઈ રહી છે. પરંતુ છતાં પાર્ટી હાઈકમાન સંપૂર્ણ રીતે એલર્ટ થઈ ગયા છે. રિપોર્ટ અનુસાર કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને બેંગ્લોર અથવા કો કોઈ અન્ય શહેર મોકલવાની તૈયારીમાં છે જેથી ધારાસભ્યોની ખરીદીથી બચી શકાય.

ADVERTISEMENT
મહત્વનું છે કે 3 ડિસેમ્બરે એસેમ્બ્લી ઈલેક્શનના રિઝલ્ટ આવવાના છે. 2014માં તેલંગાણાના ગઠનના બાદથી બીઆરએસ અહીં સત્તામાં છે. છેલ્લા સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન સરકારે આંધ્ર પ્રદેશને વિભાજીત કરી તેલંગાણાના રાજ્યનું ગઠન કર્યું હતું.
બીજી જગ્યા પર શિફ્ટ કરવામાં આવશે ધારાસભ્ય
તેલંદાણા કોંગ્રેસ યુનિટના ચીફ રેવંત રેડ્ડી પાર્ટીની જીતને લઈને કોન્ફીડન્ટ છે. પરંતુ સૂત્રોના હવાલે જણાવવામાં આવી રહ્યું છે કે ધારાસભ્યોને બીજી જગ્યા પર શિફ્ટ કરવાનો પ્લાન છે જેના પર છેલ્લો નિર્ણય રવિવારે પરિણામ આવ્યા બાદ લેવામાં આવશે.
ADVERTISEMENT
સીનિયર લીડરે જણાવ્યું, "જો કોંગ્રેસ 70 સીટે જીતવાથી દૂર રહેશે તો આવી સ્થિતિમાં ધારાસભ્યોને બેંગ્લોર અથવા તો કોઈ બીજા શહેરમાં મોકલવાનો પ્રસ્તાવ છે. એવી સંભાવના છે કે આ લોકોને કોઈ હોટલ કે રિઝોર્ટમાં રાખવામાં આવશે."

ADVERTISEMENT
2 કોઓર્ડિનેટર્સ વિધાનસભા ક્ષેત્રોમાં મોકલ્યા
તેલંગાણામાં વિધાનસભાની કુલ 119 સીટ છે અને સરકાર બનાવવાનો આંકડો 60 છે. આ એક્ઝિટ પોલ્સમાં કોંગ્રેસ થોડી આગળ દેખાઈ રહી છે જ્યારે અમુકમાં પાર્ટી મોટી જીતની તરફ આગળ વઝતી જોવા મળી રહી છે. તેને ધ્યાનમાં રાખતા કોંગ્રેસ હાઈકમાન અને 2 કોર્ઓર્ડિનેટર્સને વિધાનસભા ક્ષેત્રોમાં મોકલવામાં આવી રહ્યું છે.
જ્યાં તેમના ઉમેદવારોના જીતની સંભાવના છે. ચૂંટણી અધિકારીઓ પાસેથી જીતનું સર્ટિફિકેટ મળ્યા બાદ તેમણે કોઈ ગુપ્ત જગ્યા પર મોકલવામાં આવી શકે છે. ત્યાર બાદ બેંગ્લોરમાં બધાનો એક સાથે કારોનો કાફલો નિકળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.