બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

logo

નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ, ફેડરેશન કપમાં કરી કમાલ

logo

ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશને લઈ શિક્ષણ વિભાગનો આદેશ

logo

રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ

logo

અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ

logo

નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

logo

અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત

VTV / ભારત / Teen Alleges Sex Assault, Jumps Off College Building In Visakhapatnam

આંધ્ર / 'સોરી દીદી, મારે જવું પડશે', કોલેજમાં એવું બન્યું કે કિશોરી બિલ્ડિંગ પર કૂદી પડી, મચ્યો હડકંપ

Hiralal

Last Updated: 04:29 PM, 31 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આંધ્રના વિશાખાપટ્ટનમમાં 17 વર્ષની સગીર છોકરીએ કોલેજની બિલ્ડિંગ પરથી પડતું મૂકીને આપઘાત કર્યો હતો.

આંધ્રના વિશાખાપટ્ટનમમાં હૈદરાબાદની 17 વર્ષની કોલેજમાં ભણતી છોકરીએ કોલેજની બિલ્ડિંગ પરથી કૂદીને આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલા કિશોરીએ પોતાના પરિવારને ટેક્સ મેસેજ મોકલ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે કોલેજમાં યુવાનો તેનું યૌન શૌષણ કરી રહ્યાં છે અને પોતે પોલીસ કે મેનેજમેન્ટને ફરિયાદ કરી શકતી નથી કારણ કે તેમણે મારા ફોટા ઉતારી લીધાં છે અને વાયરલ કરી દેવાની ધમકી આપી રહ્યાં છે. આ પછી છોકરીએ પોતાની મોટી બહેનને ઉદ્દેશીને લખ્યું કે 'સોરી દીદી, મારે જવું પડશે'. 
છોકરીએ પરિવારને એવું પણ લખ્યું કે ટેન્શનમાં ન આવશો. મારી વાત સાંભળો. હું તને કહી શકું તેમ નથી કે હું શા માટે જઈ રહી છું. મહેરબાની કરીને મારા વિશે ભૂલી જાઓ. હું ખરેખર દિલગીર છું. મમ્મી-પપ્પા, તમે મને જન્મ આપ્યો અને મને ઉછેરી તે બદલ હું તમારી આભારી છું. 

મેસજ આવતાં પરિવારે પોલીસને જાણ કરી 
કિશોરી વિશાખાપટ્ટનમની એક પોલિટેકનિક કોલેજની વિદ્યાર્થીની હતી અને આંધ્રપ્રદેશના પડોશી અનકપલ્લે જિલ્લામાં રહેતી હતી. ગુરુવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ સંસ્થાના અધિકારીઓનો ફોન આવ્યો હતો કે તે ગુમ થઈ ગઈ છે. જ્યારે તેણે થોડા સમય સુધી તેના ફોનનો જવાબ ન આપ્યો, ત્યારે પરિવારે પોલીસને જાણ કરી.

પોલીસે કે કોલેજ ઓથોરિટીને કેમ ન કરી ફરિયાદ 
આપઘાત કરનાર કિશોરીનું કહેવું છે કે પોતાના ફોટા આરોપીઓ પાસે હોવાથી તે ફરિયાદ કરી શકે તેવી હાલતમાં નથી. તેઓએ (તેના ત્રાસ આપનારાઓ) મારા ફોટા પાડી લીધા છે અને મને ધમકાવી રહ્યા છે. બીજી છોકરીઓ પણ છે. અમે કોઈને પણ કહી શકતા નથી અને હું કોલેજ પણ બદલી શકતી નથી. હું વચ્ચે ફસાઈ ગઈ છું. જો હું પોલીસ ફરિયાદ દાખલ કરીશ અથવા અધિકારીઓનો સંપર્ક કરીશ, તો તેઓ મારા ફોટા સોશિયલ મીડિયા પર જાહેર કરશે. કિશોરીએ લખ્યું કે જો હું હમણાં જતી રહીશ કે તમને થોડા વર્ષો ખરાબ લાગશે પછી તમે મને ભૂલી જશો, પરંતુ હું આસપાસ રહીશ તો તમે મારી સામે જોશો અને હંમેશાં ખરાબ અનુભવશો, "તેણીએ તેની મોટી બહેન માટે અંતિમ સંદેશ છોડતા પહેલા "માફ કરજો દીદી, મેં તમને બધાને તણાવમાં મૂક્યા છે, પરંતુ મારે જવું પડશે. 

કોલેજના આચાર્યે શું કહ્યું 
કોલેજના આચાર્યએ કહ્યું કે પુરુષો પર ગર્લ્સ હોસ્ટેલમાં જવા પર પાબંધી છે. અમે બધા પર કડકાઈથી ધ્યાન રાખી રહ્યાં છીએ. ગર્લ્સ હોસ્ટેલમાં પુરુષો ન જઈ શકે. ત્યાં મહિલા વોર્ડન છે, તેથી જાતીય સતામણીની કોઈ સંભાવના નથી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ફેકલ્ટી સભ્યો અને અન્ય વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તમામ એંગલની તપાસ કરવામાં આવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ