બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / આવકનો દાખલો કઢાવવા સુરતમાં આટલી લાંબી લાઇન! MLAના પત્ર બાદ પણ સ્થિતિમાં કોઇ સુધારો નહીં

હાલાંકી / આવકનો દાખલો કઢાવવા સુરતમાં આટલી લાંબી લાઇન! MLAના પત્ર બાદ પણ સ્થિતિમાં કોઇ સુધારો નહીં

Last Updated: 01:38 PM, 16 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં વહેલી સવારથી જ આવકના દાખલા માટે લાંબી લાઈન લાગી. આવકનો દાખલો કઢાવવા માટે અરજદારોને ભારે હેરાનગતિ થઈ રહી છે. અરજદારો સવારે પાંચ વાગ્યાથી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. ટોકન લેવા માટે વહેલી સવારથી લાઈનમાં ઉભા રહેવું પડે છે.

સુરત: સુરતમાં વહીવટી સુવિધાને લઈને લોકોને ખૂબ જ તકલીફો ભોગવવી પડી રહી છે. સરકારે નાગરિક સુવિધા કેન્દ્રો લોકોની સુવિધા માટે બનાવ્યા છે, ત્યારે અહીં લોકોને ભારે અસુવિધા ભોગવવાનો વારો આવી રહ્યો છે. લોકોએ પોતાની નોકરી છોડીને લાઈનમાં ઉભું રહેવું પડી રહ્યું છે. સુરતમાં વહેલી સવારથી જ આવકના દાખલા માટે સુવિધા કેન્દ્ર પર લાંબી લાઈન લાગી ગઈ છે. લોકોએ આવકનો દાખલો મેળવવા માટે ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. આવકનો દાખલો મેળવવા માટે લોકો સવારે પાંચ વાગ્યાથી જ લાઈનમાં ઉભા છે. ટોકન લેવા માટે તેમને વહેલી સવારથી જ લાઈનમાં ઉભા રહેવું પડી રહ્યું છે. લોકો પોતાની રોજગારી છોડી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે.

જણાવી દઈએ કે રાઈટ ટૂ એજ્યુકેશન અંતર્ગત પ્રાઈવેટ સ્કુલમાં જરૂરિયાતમંદ બાળકોને એડમિશન લેવા માટેની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. આ માટે વાલીઓની આવકનો દાખલો પણ આપવો પડે છે. ત્યારે આ આવકનો દાખલો મેળવવા માટે આજે વહેલી સવારથી જ વાલીઓ સુવિધા કેન્દ્ર પર લાઈન લગાવીને ઉભા છે. ટોકન લેવા માટે વહેલી સવારે જાગી લાઈનમાં ઉભા રહેવું પડે છે ત્યારે ગરમીમાં પણ કોઈ વધારાની વ્યવસ્થા તંત્રે ન કરી હોવાને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અસહ્ય ગરમીમાં લોકોને પોતાના બાળકો સાથે આવકના દાખલા અને જાતિના દાખલા લેવા માટે લાઈનમાં ઉભા રહેવું પડી રહ્યું છે. ત્યારે ભારે અવ્યસ્થાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

લાઈનમાં ઉભા રહેલા લોકોનું કહેવું છે કે લોકોએ જાતિનો દાખલો મેળવવા માટે વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે, બે-ત્રણ દિવસે પણ આવકના દાખલા મળતા નથી. એજન્ટ પ્રથાથી પણ લોકો પરેશાન થઈ ગયા છે. લાંબી લાઈનમાં ઉભા રહ્યા પછી પણ લોકોનો વારો આવી રહ્યો નથી. બારી પણ મોડી ખુલે છે, અઠવાડિયામાં બે દિવસ જ આવકનો દાખલો મળે છે, જેના કારણે લોકોએ તેમના બાળકો સાથે ઘણું હેરાન થવું પડી રહ્યું છે. સાથે જ જો કોઈ ડોક્યુમેન્ટ ન હોય તો પાછા મોકલી દેવામાં આવે છે અને સરખી રીતે ગાઈડ કરવામાં આવતા નથી. કોઈ કામ સિસ્ટમ પ્રમાણે ચાલી રહ્યું નથી. જેથી લોકોએ ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.

વધુ વાંચો: આઈસ્ક્રીમની ફેરી મારતા શ્રમજીવીને રાંદેર પોલીસે નવી સાયકલ અપાવી માનવતા ઉજાગર કરી, આંખમાં આવી ગયા હર્ષના આંસુ

ઉલ્લેખનીય છે કે વરાછાનાં ધારાસભ્ય કુમાર કાનાણીએ આવકના દાખલા માટે વ્યવસ્થા કરવા કલેકટરને પત્ર લખ્યો હતો. તેમણે સરકારી કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. ધારાસભ્યના પત્ર બાદ પણ સ્થિતિમાં સુધારો આવ્યો નથી. આવકના દાખલા માટે હજુ પણ વાલીઓને હાલાકી પડી રહી છે. આવકનો દાખલો કઢાવવા અરજદારોને હેરાનગતિ ભોગવવી પડે છે. વ્યવસ્થામાં સુધારો લાવવા કુમાર કાનાણીએ કલેકટરને પત્ર લખી રજૂઆત કરી છે કે વાલીઓ સવારે પાંચ વાગ્યાથી લાઈનમાં ઉભા રહે છે, ટોકન લેવા માટે વહેલી સવારે જાગી લાઈનમાં ઉભા રહેવું પડે છે, લોકો એજન્ટ પ્રથાથી પરેશાન છે. ધારાસભ્યના પત્ર બાદ પણ વ્યવસ્થામાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Income Certificate City Civic Centre Surat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ