બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / ટેક અને ઓટો / Google Geminiથી બનાવો ખાસ નવરાત્રિ સ્પેશિયલ ફોટો, બસ ફૉલો કરો આ સ્ટેપ્સ
How To Create Gemini Flash Image: ઇન્ટરનેટ પર ક્યારે શું વાયરલ થશે તે કહેવું ખૂબ મુશ્કેલ છે. તાજેતરમાં જ Ghibli સ્ટાઇલના ફોટા ઇન્ટરનેટ પર વાયરલ થયા હતા, ત્યારબાદ ફરી એકવાર સોશિયલ મીડિયા પર એક નવો ફોટો ટ્રેન્ડ આવ્યો છે જે સૌથી વધુ વાયરલ થઈ રહ્યો છે. હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર નાના, ચમકતા અને કાર્ટૂન જેવા 3D ડિજિટલ ફોટા ટ્રેન્ડ કરી રહ્યા છે, જે ગૂગલના જેમિની ટૂલથી બનાવવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
3D ડિજિટલ ફોટો બાદ નવો ટ્રેન્ડ શરુ થયો
જો કે લોકોમાં હવે હવે 3D ડિજિટલ ફોટો બાદ એક સ્ટેપ આગળ વધીને નવરાત્રિ માટે સ્પેશિયલ ઈમેજ બનાવવાનું ઘેલુ લાગ્યું છે. આ પણ ગૂગલ Gemini ટૂલની મદદથી ફોટો બનાવી શકાય છે. બે દિવસથી આ ફોટોઝ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે અને લોકો પોતાનો નવરાત્રિ સ્ટાઈલમાં ફોટો બનાવીને ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને એક્સ જેવી સોશિયલ નેટવર્કિગ સાઈટ પર અપલોડ કરી રહ્યાં છે.
ADVERTISEMENT
આ ફોટો બનાવવા માટે કોઈ ચાર્જ નથી
Google Geminiમાં તાજેતરમાં એક નવું ફીચર આવ્યું છે - Gemini 2.5 Flash Image. સામાન્ય ભાષામાં તેને Nano Banana પણ કહેવામાં આવી રહ્યું છે. આ AI ટૂલ કોઈપણ ફોટોને થોડીક જ સેકન્ડમાં ફોટાને AIના માધ્યમથી બનાવે છે જે સામાન્ય ફોટોથી એકદમ અલગ દેખાય છે. નોંધનીય છે કે આ ફીચરનો ઉપયોગ કરવા માટે કોઈપણ પ્રકારના પૈસા ચૂકવવા પડશે નહીં. તે સંપૂર્ણપણે ફ્રી છે.
ADVERTISEMENT

આ રીતે બનાવો નવરાત્રિ સ્ટાઈલ સ્પેશિયલ ઈમેજ
ADVERTISEMENT
સોશિયલ મીડિયામાં આ નવરાત્રિ સ્ટાઈલની ઈમેજ બનાવવાનો લોકોમાં ભારે ઉત્સાહ છે ખાસ કરીને મહિલાઓમાં વધારે આ ફોટો બનાવવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ત્યારે જાણો આ ઈમેજ કેવી રીતે બનાવવી તેના માટે તમારે નીચે મુજબના સ્ટેપ ફોલો કરવાના રહેશે.
ADVERTISEMENT
મહિલાઓ આ પ્રોમ્પટથી બનાવી શક્શે ફોટો
Regal Grace - A hyper-realistic cinematic editorial portrait of the uploaded person (preserve face 100%). She stands tall in a dark moody studio, surrounded by soft drifting smoke under a dramatic spotlight. Outfit: Traditional Gujarati chaniya choli in deep jewel tones with intricate mirror work and embroidery, the dupatta draped elegantly across one shoulder. Pose: One hand gracefully holding the edge of the dupatta near the shoulder, the other hand resting lightly on the waist. Shoulders relaxed, confident yet serene expression, head tilted slightly upward as if embracing authority and poise.
ADVERTISEMENT

પુરુષ માટે આ પ્રોમ્પટથી બનશે ઈમેજ
Regal Command – A hyper-realistic cinematic editorial portrait of the uploaded person (preserve face 100%). He stands tall in a dark moody studio, surrounded by soft drifting smoke under a dramatic spotlight. Outfit: Traditional Gujarati kediyu and dhoti in deep jewel tones with intricate embroidery and mirror work, paired with a richly draped dupatta. Pose: One hand resting firmly on the waist, the other adjusting the dupatta across the shoulder. Shoulders squared, confident and composed expression, chin slightly raised as if embodying quiet authority.
વધુ વાંચો : Ghibli બાદ હવે Google Geminiથી બનાવો 3D ટ્રેન્ડિંગ ફોટો, બસ ફૉલો કરો આ સ્ટેપ્સ
શું છે Google Gemini?
ChatGPTની જેમ, Google Gemini પણ એક AI પ્લેટફોર્મ છે, જે Google Researchની મદદથી બનાવવામાં આવ્યું છે. Google Geminiથી ટેક્સ્ટ, ફોટો અને વીડિયો બનાવી શકાય છે. આ ઉપરાંત, તેનો ઉપયોગ ભણવાથી લઈને ઓફિસના કામ સુધી દરેક વસ્તુ માટે થઈ શકે છે. તેનો ઉપયોગ ફોન અને ડેસ્કટોપ બંને પર થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.