બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / team india 7 coincidence of world cup winning indian cricket team shubh sanyog for world cup 2023

ક્રિકેટ / 83 વર્ષ બાદ ભારતમાં રચાયા 7 અદભુત સંયોગ, આ વર્ષે ભારતીય ટીમનો વર્લ્ડકપ નિશ્ચિત! જુઓ કઇ રીતે

Manisha Jogi

Last Updated: 09:39 AM, 18 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICC વન ડે વર્લ્ડકપમાં ભારતે અત્યાર સુધી ત્રણ મેચ રમી છે અને તેમાં જીત મેળવી છે. ભારતીય ટીમની વર્લ્ડ કપ જીત બાબતે 7 અદભુત સંયોગ બની રહ્યા છે, જે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • ICC વન ડે વર્લ્ડકપમાં ભારતે અત્યાર સુધી ત્રણ મેચ રમી અને જીત મેળવી
  • ભારતીય ટીમની વર્લ્ડ કપ જીત બાબતે 7 અદભુત સંયોગ
  • 19 ઓક્ટોબરે ભારત-બાંગ્લાદેશ વચ્ચે રમાશે મેચ

ICC વન ડે વર્લ્ડકપમાં ભારતે અત્યાર સુધી ત્રણ મેચ રમી છે અને તેમાં જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનને હરાવ્યું છે. આ ટુર્નામેન્ટ ભારતમાં રમવામાં આવી રહી છે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ ચોથી મેચ બાંગ્લાદેશ સામે રમશે. 19 ઓક્ટોબરના રોજ આ મેચ પુણેમાં રમવામાં આવશે. ભારતીય ટીમની વર્લ્ડ કપ જીત બાબતે 7 અદભુત સંયોગ બની રહ્યા છે, જે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

પ્રથમ સંયોગ
ભારતીય ટીમે વન ડે વર્લ્ડકપની અદભુત શરૂઆત કરી હતી. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટથી જીત મેળવી હતી. આ મેચમાં ભારતીય ટીમે 2 રન પર 3 વિકેટ ગુમાવી હતી. ભારતીય ઓપનર રોહિત શર્મા અને ઈશાન કિશન ખાતુ ખોલી શક્યા નહોતા. વર્લ્ડ કપ ઈતિહાસમાં બીજી વાર એવું બન્યું છે કે, ભારતીય ટીમના બે ઓપનર ખાતું ખોલી શક્યા નહોતા. ભારતીય ટીમે વર્ષ 1983માં અને હાલમાં બંને મેચ જીતી છે. કપિલ દેવની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે 1983નો વર્લ્ડ કપ જીત્યો હતો અને હાલમાં પણ આ પ્રકારનો સંયોગ બની રહ્યો છે.

બીજો સંયોગ
વર્ષ 1983ના વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે સામેની મેચ હતી, ત્યારે કેપ્ટન કપિલ દેવ નહાવા જતા રહ્યા હતા. થોડીવાર પછી ખબર પડી હતી કે, ભારતીય ટીમે 17 રન પર 5 વિકેટ ગુમાવી દીધી, ત્યારપછી કપિલ દેવે બાથરૂમમાંથી બહાર આવવું પડ્યું હતું અને બેટીંગ કરી હતી. ત્યારપછી કપિલ દેવે 175 રનની ઈનિંગ રમીને ભારતને જીત અપાવી હતી. તે સીઝનમાં ભારત ચેમ્પિયન બન્યું હતું. 

ઓસ્ટ્રેલિયા સામેની મેચ દરમિયાન પણ આ પ્રકારે થયું હતું. 50 ઓવરની વિકેટકીપિંગ પછી કે.એલ. રાહુલ નહાવા માટે જતા રહ્યા છે. થોડીવાર પછી ખબર પડી કે, ભારતીય ટીમે 2 રન પર 3 વિકેટ ગુમાવી દીધી. ત્યારે રાહુલે આવવું પડ્યું. કે.એલ. રાહુલે અણનમ 97 રન ફટકારીને ભારતને જીત અપાવી હતી. મેચ પછી કે. એલ. રાહુલે કહ્યું હતું કે, ‘હું નાહીને બહાર નીકળ્યો હતો અને આરામ કરવાનું વિચારતો હતો, ત્યાં મારે બેટીંગ માટે આવવું પડ્યું.’

ત્રીજો સંયોગ
ભારતીય ટીમે 1983 અને 2011માં હરાવ્યું હતું અને ત્યારે ભારતીય ટીમ ચેમ્પિયન બની હતી. આ વખતે પણ ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે અને અદભુત સંયોગ સર્જાયો છે. વન ડે વર્લ્ડકપમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે 13 મેચમાંથી 5 મેચ જીતી છે. 1983, 2011, 1987 અને 2019માં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. 1987 અને 2019માં ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારત સેમિફાઈનલ સુધી પહોંચ્યું હતું. 

ચોથો સંયોગ
વર્ષ 2015માં ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડકપ ખિતાબ જીત્યો હતો. ત્યારે ટુર્નામેન્ટ શરૂ થતા પહેલા ICC વન ડે રેન્કિંગમાં નંબર 1 ટીમ બની હતી. 2019ના વર્લ્ડકપ પહેલા ઈંગ્લેન્ડ નંબર 1 વન ડે ટીમ બની હતી, ત્યારે તે ટીમે ખિતાબ જીત્યો હતો. 2023 વન ડે વર્લ્ડકપ શરૂ થતા પહેલા ભારતીય ટીમ વન ડે વર્લ રેન્કિંગમાં નંબર 1 પોઝિશન પર છે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ ચેમ્પિયન બની શકે છે. 

પાંચમો સંયોગ
વર્ષ 2011ના વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ચેમ્પિયન બની હતી. ભારતીય ટીમ પહેલી એવી ટીમ હતી, જેણે પહેલી વાર પોતાની જ ધરતી પર વર્લ્ડકપ જીતવાનું ગૌરવ મેળવ્યું હતું. વર્ષ 2015માં મેજબાન ટીમ ચેમ્પિયન બની હતી. ઓસ્ટ્રેલિયાએ પોતાના જ ઘરમાં ખિતાબ જીત્યો હતો. વર્ષ 2019માં ત્રીજી વાર મેજબાન ટીમ ઈંગ્લેન્ડે ખિતાબ જીત્યો હતો. વર્ષ 2023માં ચોથી વાર મેજબાન ટીમ ચેમ્પિયન બની શકે છે. 

છઠ્ઠો સંયોગ
વર્ષ 2019માં ISROના તત્કાલીન પ્રમુખ કે.સિવન દુખી હતા અને 2019માં ભારતીય ટીમની સેમિફાઈનલમાં હાર પછી રોહિત શર્મા નિરાશ હતા. વર્ષ 2023માં ચંદ્રયાન 3એ સફળતા મેળવીને ઈતિહાસ રચી દીધો છે, જેથી ISROના પ્રમુખ એસ.સોમનાથ ખુશ જોવા મળી રહ્યા છે. ભારતીય ટીમ પણ આ વર્ષે વર્લ્ડકપ જીતવામાં સફળ થઈ શકે છે. 

સાતમો સંયોગ
ભારતીય ટીમે વર્લ્ડકપ 2023માં પ્રેક્ટીસ માટે નવી જર્સી લોન્ચ કરી છે. આ જર્સી ભગવા કલરની છે, જેના ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કેટલાક યૂઝર્સ તેને ઓરેન્જ કલર ગણીવી રહ્યા છે. આ જર્સી લોન્ચ થવાની સાથે ભારતીય ટીમનો વર્લ્ડ કપ જીતવા બાબતે વધુ એક સંયોગ બની ગયો હતો. વર્ષ 2011માં ભારતીય ટીમે આ કલરની જર્સી પહેરીને પ્રેક્ટીસ કરી હતી અને ખિતાબ જીત્યો હતો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ