બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / ચૂંટણી 2019 / Tata group trust donates Rs 356 crore to BJP india

ડોનેશન / ભાજપને મળેલાં વાર્ષિક ફંડનો આંકડો અધધ..., અડધો અડધ દાન TATA ટ્રસ્ટ તરફથી

Dharmishtha

Last Updated: 12:56 PM, 13 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાણાંકીય વર્ષ 2018-2019માં ટાટા જૂથનાં ઈલેક્ટોરલ ટ્રસ્ટે ભાજપને 356 કરોડ રુપિયાનું ડોનેશન આપ્યું હતું. જે ભાજપે ચૂંટણી પંચ પાસે રજુ કરેલા દસ્તાવેજોમાં જોવા મળ્યું હતું. દાનની આ રકમમાં ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા આપવામાં આવેલા ડોનેશનનો સમાવેશ થતો નથી.

  • 2018-19માં ઈલેક્ટોરલ ટ્રસ્ટે ભાજપને 356 કરોડનું દાન આપ્યું
  • દાનની આ રકમ ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા આપવામાં આવેલા ડોનેશનમાં ગણતરીમાં લેવાતી નથી
  • 20 હજારથી ઓછું દાન આપનારની ઓળખ જાહેર કરવી પડતી નથી

ભાજપને 700 કરોડનું દાન મળ્યું

ભાજપે 31 ઓક્ટોબરનાં રોજ ભાજપે 2018-19માં ચેક અને ઓનલાઈન આવેલા ડોનેશનની માહિતી ચૂંટણી પંચને આપી હતી.જેમાં તેઓએ 700 કરોડનું ડોનેશન મળ્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો આ 700 કરોડમાંથી  અડધું ડોનેશન ટાટા જૂથનાં પ્રોગ્રેસિવ ઇલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવ્યું છે. 

આ ટ્રસ્ટમાં ખ્યાત નામ કંપનીઓનું સમર્થન છે

ભારતનાં સૌથી ધનિક ટ્રસ્ટ પ્રૂડેન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટે ભાજપને 54.25 કરોડ રૂપિયાનું ડોનેશન આપ્યું હતું. પ્રૂડેન્ટ ટ્રસ્ટને ભારતી ગ્રુપ, હીરો મોટોકોર્પ, જ્યુબિલિયન્ટ ફૂડવર્ક્સ, ઓરિએન્ટ સિમેન્ટ, ડીએલએફ, જેકે ટાયર સહિતની કંપનીઓ તેને સમર્થન આપે છે.

ડોનેશનમાં ચેક અને ઓનલાઈન થયેલા પેમેન્ટનો જ સમાવેશ

ડોનેશનમાં ચેક અને ઓનલાઈન પેમેન્ટ દ્વારા મળેલી રકમનો જ સમાવેશ કરાયો છે. જોકે આ ડોન્શનમાં ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા મળેલ રકમનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

20 હજારથી વધુ ડોનેશન ચેક અથવા ઓનલાઈન જ કરી શકાય

ભાજપે નાણાંકીય વર્ષ2018-19માં વ્યક્તિઓ, કંપનીઓ અને ઈલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા ડોનેશન મળ્યું હોવાના દસ્તાવેજો ચૂંટણી પંચને રજૂ કર્યાં છે. નોંધનીય છે કે 20 હજાર રુપિયાથી વધારે ડોનેશન હોય તો તે રકમ ફ્ક્ત ચેક અને ઓનલાઈન પેમેન્ટ દ્વારા જ સ્વીકારવામાં આવે છે. 

20 હજારથી ઓછું દાન આપનારની ઓળખ જાહેર કરવી પડતી નથી

નોંધનીય છે કે ઈલેક્શન કોડ મુજબ તમામ રાજકીય પક્ષોને નાણાંકીય વર્ષમાં મળેલા ડોનેશનનો આંકડો જાહેર કરવો પડે છે. આ ઉપરંતા કોઈ પણ રાજકીય પક્ષને 20 હજાર રુપિયાથી ઓછાનું દાન આપનાર વ્યક્તિ કે સંસ્થાને પોતાનું નામ જાહેર કરવી પડતી નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

BJP Donates Gujarati News TATA prudent electoral trust ગુજરાતી ન્યૂઝ ટાટા ડોનેશન દાન પ્રુડેન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટ બીજેપી Donates
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ