બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / TAT pass candidates concern about recruitment process see what is the whole controversy

માંગ / ...તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરીશું, ભરતી પ્રકિયા અંગે TAT પાસ ઉમેદવારોની ચીમકી, જુઓ શું છે સમગ્ર વિવાદ

Kishor

Last Updated: 04:19 PM, 26 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટાટ પાસ ઉમેદવારોએ શિક્ષણમંત્રી કુબેર ડિંડોરને રજૂઆત કરી એક મહિનામા ટાટ પાસ ઉમેદવારોની ભરતી પ્રક્રિયા હાથ ધરવા માંગ કરી છે.

  • TAT પાસ ઉમેદવારોએ શિક્ષણ મંત્રીને કરી રજુઆત
  • 9 થી 12 ધોરણમા ભરતી પ્રકિયા અંગે માંગ
  • અગાઉ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી કરી હતી રજૂઆત

લાંબા સમયથી અટકી પડેલી ધોરણ 9થી 12ની ભરતી પ્રક્રિયાની માંગને લઈ ટાટ પાસ ઉમેદવારોએ શિક્ષણમંત્રી કુબેર ડિંડોરને રજૂઆત કરી છે. એક મહિનામાં ટાટ ઉમેદવારોની ભરતી પ્રક્રિયા હાથ ધરવા માટે માંગ કરવા જણાવાયું છે.એટલું જ નહીં ઉમેદવારોએ આકરા પાણીએ થઈ જાન્યુઆરીના અંત સુધીમાં ભરતી કરવાની માંગ ઉઠાવી છે. જો આ સમયગાળા દરમિયાન ભરતી કરવામાં નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ઉમેદવારોએ પૂર્વ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને પણ રજૂઆત કરી હતી.


ભરતી પ્રક્રિયા અંગે કરી રજૂઆત

માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં ટાટ પાસ ઉમેદવારોની ભરતી અંગે લાંબા સમયથી ઉમેદવારો માંગ કરી રહ્યા છે. રાજ્યમાં લાખો યુવાનો ભરતીની રાહમાં છે, ત્યારે ધોરણ 9 થી 12માં શિક્ષણ સહાયકની ભરતી શરૂ કરવા આગાઉ પણ અનેક વખત રજૂઆતો ઉઠી છે છતાં પણ આજ સુધી આ સમસ્યા પ્રશ્નોનો નિવેડો આવ્યો નથી. જેને પગલે  શિક્ષિત યુવાનોમાં વિરોધનો સુર ઉઠ્યો છે અને  લાંબા સમયથી અટકી પડેલી ભરતી પ્રક્રિયા તાબડતોબ શરૂ કરવા માંગ કરાઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ