બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tamilnadu a mother jumped in front of the bus to get compensation from the government

હદયદ્રાવી વીડિયો / દીકરાની કોલેજ ફીસ માટે જનેતા મોતને ભેટી ગઈ: તમિલનાડુની આ ઘટના જાણીને તમે પણ આંસુ નહીં રોકી શકો

Vaidehi

Last Updated: 06:24 PM, 18 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દીકરાનાં ભણતરની ફીઝ સરકાર પાસેથી વળતરરૂપે લેવા માટે મહિલાએ બસની સામે આવીને પોતાનો જીવ દઈ દીધો. વીડિયો આવ્યો સામે.

  • તમિલનાડુમાં બની વિચિત્ર ઘટના
  • સરકાર પાસેથી વળતર મેળવવા માટે મહિલાએ કર્યું કૃત્ય
  • ચાલતી બસની સામે કૂદીને આપ્યો જીવ

સેલમ: દીકરાની કૉલેજ ફીઝ માટે એક માં એ પોતાનો જીવ દઈ દીધો. મહિલા ચાલતી બસની સામે કૂદી ગઈ જેથી મર્યા બાદ તેના દીકરાને વળતર મળી શકે અને તે પોતાની કૉલેજ ફીઝ ભરી શકે. તમિલનાડુની આ ઘટનાનો CCTV વીડિયો સામે આવ્યો છે.

કલેક્ટર કાર્યાલયમાં સફાઈ કર્મચારી હતી મહિલા
બસથી અથડાયા બાદ આ મહિલાનું મોત થઈ ગયું. 45 વર્ષીય આ મહિલા કલેક્ટર કાર્યાલયમાં સફાઈ કર્મચારી હતી. પોતાના દીકરાનાં સારા ભવિષ્ય માટે તમિલનાડુ સરકારથી નાણાકીય સહાય મેળવવા માટે 28 જૂનનાં આ મહિલા ચાલતી બસની સામે કૂદી પડી. કહેવામાં આવી રહ્યું છે કે મહિલાને કોઈએ સરકારી વળતર મેળવવા માટે આ રસ્તો બતાવ્યો હતો તેવામાં વાતોમાં આવીને મહિલા આ પગલું ભરવા તૈયાર થઈ ગઈ હતી.

2 વખત પ્રયાસ કર્યો
પોલીસ સૂત્રો અનુસાર મહિલાએ દુર્ઘટનાનાં દિવસે પહેલીવાર જ્યારે બસની સામે કૂદવાનો પ્રયાસ કર્યો ત્યારે તે ટૂ વ્હિલરથી અથડાઈ ગઈ હતી. તેની થોડી જ વાર પછી તે રોડ ક્રોસ કરીને જાય છે અને બસ સાથે અથડાઈ જાય છે. આ ઘટનાની સીસીટીવી ફુટેજ સામે આવી છે.

ફીઝ ન ચૂકવી શકવાને લીધે ડિપ્રેશનમાં હતી મહિલા
માહિતી અનુસાર આ મહિલા દીકરાનાં ભણતરની ફીઝ ન ચૂકવી શકવાને લીધે ડિપ્રેશનમાં હતી. તેવામાં કોઈની વાતોમાં આવીને તેણે આ પગલું ભર્યું હતું. મહિલા 15 વર્ષથી પોતાના પતિથી અલગ રહીને પોતાના દીકરાનું પાલન પોષણ કરી રહી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ