બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health / Syphilis HIV AIDS dangerous fatal illness Unsafe sex

સિફિલિસ / AIDS કરતાં પણ વધુ ઝડપથી ફેલાઈ રહી છે આ ખતરનાક જીવલેણ બીમારી: અસુરક્ષિત સેક્સ છે સૌથી મોટું કારણ

Hiren

Last Updated: 08:26 PM, 21 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એઈડ્સ (AIDS)એ એક એવી બીમારી છે, જેની સારવાર આજે પણ આખા વિશ્વ માટે એક મોટો પડકાર બનેલો છે. સંશોધનકારો હજુ તો આ બીમારીનો સામનો કરવાનો કોઈ રસ્તો શોધી શક્યા નથી ત્યાં જ તેમની સામે એઈડ્સથી પણ મોટી અને ખતરનાક બીમારી આવી ગઈ છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ખતરનાક જીવલેણ બીમારી સમગ્ર દુનિયામાં એઈડ્સ કરતા પણ વધુ ઝડપથી ફેલાઈ રહી છે. એઈડ્સની જેમ આ બીમારીનું મુખ્ય કારણ પણ અસુરક્ષિત જાતિય સંબંધ જ છે.

  • સમલૈંગિક પુરુષો વચ્ચે પણ અસુરક્ષિત સંબંધોના કારણે આ બીમારી ઝડપથી વધીઃ ECDC
  • પ્રતિદિન દુનિયાભરમાં આશરે એક લાખથી વધુ લોકો ચેપ સંબંધી બીમારીઓના શિકારઃ WHO
  • સિફિલિસ રોગના કારણે એચઆઈવીનું જોખમ પણ વધે છે: નિષ્ણાંત

ન્યુઝ એજન્સીઓના જણાવ્યા અનુસાર, એઈડ્સ કરતા પણ વધુ ઝડપથી ફેલાતી આ બામારીનું નામ સિફિલિસ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, છેલ્લા એક દાયકામાં આ બીમારીનો પ્રકોપ ખુબ વધ્યો છે. ખાસ કરીને યુરોપમાં આ રોગની તીવ્રતા વધુ જોવા મળી છે. 2000ના દાયકા પછી આ બીમારી કેટલાક દેશોમાં એચઆઈવી કરતા વધુ ઝડપથી ફેલાઈ છે. 2016માં સિફિલિસ નામની આ બીમારીને કારણે સૌથી વધુ નવજાત શિશુઓના મૃત્યુ થયા હતા.

સમલૈંગિક પુરુષો વચ્ચે પણ અસુરક્ષિત સંબંધોના કારણે આ બીમારી ઝડપથી વધીઃ ECDC

યુરોપિયન સેન્ટર ફૉર ડિસીઝ પ્રિવેન્શન એન્ડ કંટ્રૉલ (ઈસીડીસી)ના અહેવાલ મુજબ, આ બીમારીને નિયંત્રિત કરવા માટે સલામત યૌન સંબંધ ખુબ મહત્વના છે. સમલૈંગિક પુરુષો વચ્ચે પણ અસુરક્ષિત સંબંધોના કારણે આ બીમારીનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. 2010 બાદ અસુરક્ષિત સેક્સના કારણે આ બીમારીના કેસોમાં 70 ટકાનો વધારો નોંધાયો છે.

ઈસીડીસીમાં જાતીય ચેપ સંબંધિત કેસોના નિષ્ણાત એન્ડ્ર્યુ અમાતો-ગોચીએ જણાવ્યું હતું કે, યુરોપ સહિત વિશ્વના અન્ય દેશોમાં સિફિલિસ રોગ વધવાના ઘણા કારણો છે. જીવનસાથી સાથે અસુરક્ષિત સેક્સ, ઘણા લોકો સાથે સંભોગ કરવો અને એચઆઈવી ચેપનો ડર સમાપ્ત થવો વગેરે તેમાં સામેલ છે.

પ્રતિદિન દુનિયાભરમાં આશરે એક લાખથી વધુ લોકો ચેપ સંબંધી બીમારીઓના શિકારઃ WHO

ઉલ્લેખનીય છે કે, સિફિલિસ અંગેના યુરોપિયન અહેવાલ આવ્યાના લગભગ એક મહિના પહેલા જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, પ્રતિદિન દુનિયાભરમાં આશરે એક લાખથી વધુ લોકો અસુરક્ષિત સેક્સના કારણે ચેપ સંબંધી ગંભીર બીમારીઓનો શિકાર બની રહ્યા છે.

આ રોગને કારણે એચઆઈવીનું જોખમ પણ વધે છે: નિષ્ણાંત

નિષ્ણાંતોના મતે સિફિલિસ રોગ સ્ત્રીઓ અને પુરુષો બંને માટે ગંભીર સમસ્યા છે. આ બીમારી નવજાત શિશુઓને મૃત્યુ તરફ દોરી જાય છે. ઉપરાંત, આ રોગને કારણે એચઆઈવીનું જોખમ પણ વધે છે. 

વર્ષ 2000 બાદ સિફિલિસના દર્દીઓની સંખ્યા એચઆઈવીની સરખામણીએ વધીઃ ECDC

આરોગ્ય અને રોગોનું નિરીક્ષણ કરનાર યુરોપિયન સંસ્થા ઈસીડીસીના જણાવ્યા અનુસાર, વર્ષ 2000 બાદ સિફિલિસના દર્દીઓની સંખ્યા એચઆઈવીની સરખામણીએ ઘણી મોટી રહી છે. 2007થી 2017ની વચ્ચે 30 દેશોમાં સિફિલિસના 2,60,000 (બે લાખ 60 હજાર) કેસ સામે આવ્યા હતા. વર્ષ 2017માં આ રોગના સૌથી વધુ 33 હજાર કેસ નોંધાયા હતા.
 

સંકળાયેલા મુદ્દાઓ

AIDS HIV Syphilis બીમારી સિલિફિસ Syphilis
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ