બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Swachhata Hi Seva Campaign: Leaders including Amit Shah, CM Bhupendra Patel did a clean sweep

સ્વચ્છાંજલી કાર્યક્રમ / VIDEO: ગૃહમંત્રી અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ તો C R પાટીલે સુરતમાં કર્યું શ્રમદાન, ગાંધીજીને આપી 'સ્વચ્છાંજલિ', PM મોદીએ કરી હતી હાંકલ

Malay

Last Updated: 12:07 PM, 1 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહાત્મા ગાંધીજીના જન્મદિન પૂર્વ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનું આયોજન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ શ્રમદાન કરીને સ્વચ્છતાનો આપ્યો સંદેશ.

  • મહાત્મા ગાંધીને સ્વચ્છ ભારતની સ્વચ્છાંજલી કાર્યક્રમ
  • આજે દેશભરમાં સ્વચ્છતા હેતુ શ્રમદાન કાર્યક્રમ
  • અમદાવાદમાં અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલનું શ્રમદાન
  • નાનપુરા નાવડી ઓવારા ખાતે સી.આર.પાટીલે કર્યુ શ્રમદાન 

Swachhata Hi Seva Campaign: મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતિ પહેલા આજે દેશભરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શ્રમદાન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઘણા મોટા નેતાઓએ શ્રમદાન કરીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો. સપ્ટેમ્બરના મન કી બાત કાર્યક્રમમાં PM મોદીએ લોકોને 1 ઓક્ટોબરના રોજ સવારે 10 વાગ્યાથી એક કલાક માટે સ્વચ્છતા માટે શ્રમદાન કરવાની અપીલ કરી હતી.

અમિત શાહે કરી સાફ-સફાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન પર આજે દેશભરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રમદાન કાર્યક્રમ શરૂ થયો હતો. જેને લઈને આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં રાણીપ AMTS બસ સ્ટેન્ડ પાસે 'એક તારીખ-એક કલાક' મંત્ર સાથે સ્વચ્છતા શ્રમદાન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. 'સ્વચ્છતા હી સેવા' અભિયાનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જોડાયા હતા, તેઓએ રાણીપ AMTS બસ સ્ટેન્ડ પાસે સાફ-સફાઈ કરી હતી.  

CM ભૂપેન્દ્ર પટેલનું ઘાટલોડિયામાં શ્રમદાન
આજે દેશભરમાં સ્વચ્છતા હેતુ શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્વચ્છતા માટે એક કલાક શ્રમદાન કરી મહાત્મા ગાંધીને સ્વચ્છાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયામાં શ્રમદાન કર્યું હતું.

PM મોદીની અપીલને ખૂબ સારો પ્રતિસાદ મળ્યોઃ પાટીલ
"સ્વચ્છતા હી સેવા" અભિયાનમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ પણ જોડાયા હતા. નાનપુરા નાવડી ઓવારા ખાતે સી.આર.પાટીલે શ્રમદાન કર્યુ હતું, તેઓની સાથે સુરતના ધારાસભ્યો પણ શ્રમદાન અભિયાનમાં જોડાયા હતા. આ દરમિયાન પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું કે, PM મોદીની અપીલને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. નાગરિકોને સાથે રાખીને સફાઈ ઝુંબેશ ચાલી રહી છે. મહાત્મા ગાંધીજીનો સફાઈ માટે આગ્રહ હતો. સુરત શહેરમાં 60 જગ્યાાએ સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ