બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Summer Tips fiber rich foods daily in summer stomach will remain healthy

હેલ્થ / ઉનાળામાં દરરોજ ફાઈબરથી ભરપૂર આ 4 ફૂડ ખાઓ, વજન કંટ્રોલમાં રહેશે અને પેટની તકલીફ થશે દૂર

Published By: Arohi

Last Updated: 10:44 AM, 20 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Summer Tips: ફાઈબર પ્લાંટ બેસ્ટ ફૂડ એટલે છોડ આધારિત ખાદ્ય પદાર્થોમાં ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. અહીં અમે તમને ફાઈબરથી ભરપૂર અમુક ફૂડ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.

શરીરને સ્વસ્થ્ય રાખવા માટે પ્રોટીન, વિટામિન અને મિનરલ્સથી ભરપૂર ભોજનનું સેવન જરૂરી હોય છે પરંતુ અહીં અમે તમને જણાવી દઈએ કે શરીર માટે ફાઈબર પણ ખૂબ જ જરૂરી છે અને તેનું સેવન કરવું પણ ખૂબ જ જરૂરી છે. ફાઈબર પેટને સ્વસ્થ્ય રાખવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે. આ પાચનને તંદુરસ્ત રાખે છે અને પેટની સમસ્યાને દૂર રાખે છે. 

ફાઈબર વજન પણ કાબૂમાં રાખે છે. ફાઈબરના સેવન માટે તમે આખા અનાજ, બીન્સ, ડ્રાય ફ્રૂટ્સ અને ઘણા ફળો અને શાકભાજીનું સેવન કરી શકો છો. ફાઈબર પ્લાન્ટ બેસ્ટ ફૂડ એટલે કે છોડ પર આધારિત ખાદ્ય પદાર્થોમાં મળી આવે છે. ફાઈબર બે પ્રકારના હોય છે. સોલ્યુબલ ફાઈબર અને ઈનસોલ્યુબલ ફાઈબર. અહીં અમે તમને ફાઈબરથી ભરપૂર ફૂડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. 

બેરીઝ 
બધા પ્રકારની બેરીઝ જેમ કે બ્લૂબેરી, જાંબુ, રાસબેરી, સ્ટ્રોબેરી અને બ્લેકબેરી ફાઈબર અને એન્ટીઓક્સિડેન્ટ્સથી ભરપૂર હોય છે. આ પાચનમાં મદદ કરે છે અને કબજીયાત જેવી બીમારીઓને શરીરથી દૂર રાખે છે. તમને રોજ મુઠ્ઠી ભરેને બેરીઝનું સેવન જરૂર કરવું જોઈએ. તમે તેને સલાડ, સ્મૂદી, ઓટ્સ કે કોઈ પણ ડિશમાં મિક્સ કરીને ખાઈ શકો છો.

 

એવોકાડો 
એવોકાડો એક બેસ્ટ ફ્રૂટ છે જે ફાઈબર, હેલ્ધી ફેટ અને વિટામિન-મિનરલ્સથી ભરપૂર હોય છે. એવાકાડો વિટામિન સી, ઈ, કે અને બી6ની સાથે સાથે રાઈબોફ્લેવિન, નિયાસિન, ફોલેટ, પેટોથેનિક એસિડ, મેગ્નેશિયમ અને પોટેશિયમનો પણ સ્ત્રોત છે. એવોકાડોમાં હાજર ફાઈબર ભૂખને દબાવે છે અને વજનને કાબૂમાં રાખે છે. આ પેટના ગુડ બેક્ટોરિયાને પોષણ આપીને પાચનને પણ સારૂ બનાવે છે. 

આખા અનાજ 
આખા અનાજનું સેવન શરીરને ઘણા સ્વાસ્થ્ય લાભ પહોંચાડવામાં મદદ કરે છે. ઘઉં, રાગી, જઉં, મક્કાઈ, બ્રાઉન રાઈસ, બ્લેક રાઈસ, બાજરી, ક્વિનોઆ જેવા અનાજમાં ફાઈબર પ્રોટીન, વિટામિન, એન્ટીઓક્સિડેન્ટ્સ, મિનરલ્સ, આયર્ન, ઝીંક, કોપર અને મેગ્નોશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે જે આપણા શરીરને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. 

વધુ વાંચો: બાળકો માટે મીઠા ઝેર સમાન છે આ વસ્તુઓ, પીવડાવ્યું તો જિંદગીભર પસ્તાશો

ડ્રાય ફ્રૂટ્સ 
નટ્સને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. નટ્સમાં બદામ, પિસ્તા અને અખરોટનું સેવન કરવાથી ફાઈબરની કમીને દૂર કરીને પાચનને મજબૂત અને શરીરને સ્વસ્થ્ય રાખી શકાય છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Fiber Health News Summer tips stomach ફાઈબર Summer Tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ