બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Summer knocks! How to clean AC at home by yourself, this way will save at least 500 rupees

કામની વાત / ઉનાળાની દસ્તક! ઘરે બેઠા જાતે જ ACને કેવી રીતે કરવું સાફ, આ રીત ઓછામાં ઓછા 500 રૂપિયા બચાવશે

Vishal Dave

Last Updated: 11:19 PM, 22 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિયાળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે...અને ઉનાળો શરૂ થવાની તૈયારી છે... ભારતમાં ઉનાળો ખુબજ આકરો હોય છે.. દેશના મોટા ભાગના હિસ્સાઓમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી ઉપર પહોંચી જાય છે.. આવા સમયે પંખા ગરમીમાં જોઇએ તેવી રાહત આપતા નથી

શિયાળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે...અને ઉનાળો શરૂ થવાની તૈયારી છે... ભારતમાં ઉનાળો ખુબજ આકરો હોય છે.. દેશના મોટા ભાગના હિસ્સાઓમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી ઉપર પહોંચી જાય છે.. આવા સમયે પંખા ગરમીમાં જોઇએ તેવી રાહત આપતા નથી.. જેથી એસીના ઉપયોગનું ચલણ વધ્યું છે.. શહેરોમાં તો હવે ઘરે-ઘરે એસી જોવા મળી રહ્યા છે.. 

ઉનાળામાં મોટાભાગના ઘરોમાં એર કંડિશનરનો ઉપયોગ કરવામાં આવે છે. એસી ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડક અને રાહત પુરી પાડે છે.. ઉનાળામાં પંખા કે કુલર કરતાં AC વધુ અસરકારક માનવામાં આવે છે. લાંબા સમય સુધી AC નો ઉપયોગ કરવા માટે સમય સમય પર તેને સાફ કરવું ખૂબ જ જરૂરી છે. AC ને સ્વચ્છ રાખવાથી તેની પરફોર્મન્સ સુધરે છે અને તેની લાઈફ પણ વધે છે.

સામાન્ય રીતે તમામ ઘરોમાં ઉનાળાની ઋતુ પૂરી થયા બાદ એસી બંધ રાખવામાં આવે છે. આવી સ્થિતિમાં એસી ઘણા મહિનાઓ સુધી બંધ રહે છે. તેથી ACમાં ધૂળ અને ગંદકી જમા થાય છે. AC નો ઉપયોગ કરતા પહેલા તેને સાફ કરવું ખૂબ જ જરૂરી છે. જો તમે AC ને સાફ કર્યા વગર ઉપયોગ કરો છો, તો તે ખરાબ થઈ શકે છે અને તમારા ખિસ્સા પર બોજ બની શકે છે. AC રિપેર કરાવવા માટે તમારે કારીગરને બોલાવવો પડશે, જેનાથી તમને ઘણો ખર્ચ થશે. આજે અમે તમને એવી ટિપ્સ જણાવીશું, જેના ઉપયોગથી તમે ઘરે બેઠાં AC સાફ કરી શકો છો. આવો અમે તમને જણાવીએ કે તમે એસી કેવી રીતે સાફ કરી શકો છો.

આ પણ વાંચોઃ ટીવી સ્ક્રીન પરના ડાઘ દૂર કરવા માટે અપનાવો આ ટિપ્સ, ધૂળથી મળશે છૂટકારો 

1. એસી સાફ કરતા પહેલા પાવર સપ્લાય બંધ કરો 

AC સાફ કરતા પહેલા સૌથી પહેલા AC નો પાવર બંધ કરો. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેનાથી તમને અને AC બંનેને નુકસાન નહીં થાય.

2. ફિલ્ટરમાંથી ધૂળ અને ગંદકી સાફ કરો 

એસી ફિલ્ટરને સાફ કરવું પણ ખૂબ જ જરૂરી છે. AC ફિલ્ટરમાંથી ધૂળ અને ગંદકી દૂર કરો..જેથી  ફિલ્ટર સારી રીતે કામ કરે

3. ફિલ્ટરને સાબુ વડે ધોઇ શકો છો 

તમે એસી ફિલ્ટરને હળવા સાબુ અને પાણીથી ધોઈ શકો છો. આ ફિલ્ટરને સાફ કરશે. જો તમે ઇચ્છો તો, તમે સૂકા કપડાથી પણ ફિલ્ટરને સાફ કરી શકો છો.


5. AC સાફ કરો

તમે ભીના કપડાથી એર કંડિશનરની બહારની જગ્યા સાફ કરી શકો છો. આનાથી ACના બહારના ભાગ પર જમા થયેલી ધૂળ અને ગંદકી સાફ થઈ જશે.

6. એર વેન્ટ સાફ કરો

તમે AC ના એર વેન્ટને પણ સાફ કરી શકો છો.

AC સાફ કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખો

1. દર બે અઠવાડિયે AC સાફ કરવું જોઈએ.
2. AC સાફ કરવા માટે કોઈપણ પ્રકારના કેમિકલનો ઉપયોગ ન કરો.
3. જો તમને AC સાફ કરવામાં કોઈ સમસ્યા થઈ રહી હોય તો તમે કોઈ પ્રોફેશનલ્સની મદદ લઈ શકો છો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ