બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Students thronged the center to see the seating arrangement, know the help line number

વ્યવસ્થા / કાલથી ધો.10-12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભઃ બેઠક વ્યવસ્થા જોવા વિદ્યાર્થીઓ કેન્દ્ર પર ઊમટી પડ્યા, જાણી લો હેલ્પ લાઈન નંબર

Kishor

Last Updated: 05:41 PM, 13 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલથી ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે ધોરણ-૧૦માં ૯.૫૦, ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧.૧૦ અને સામાન્ય પ્રવાહમાં ૫.૬૫ લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે.જે આજે પોતાની બેઠક વ્યવસ્થા નિહાળવા ઉમટી પડ્યા હતા.

  • કાલથી ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ
  • બેઠક વ્યવસ્થા જોવા વિદ્યાર્થીઓ કેન્દ્ર પર ઊમટી પડ્યા
  •  ધોરણ-૧૦માં ૯.૫૦, ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧.૧૦ અને સામાન્ય પ્રવાહમાં ૫.૬૫ લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાનો આવતી કાલથી પ્રારંભ થઇ  રહ્યો છે. જેના ભાગરૂપે આજે વિદ્યાર્થીઓ પોતાનો પરીક્ષા ખંડ-નંબર જોવા માટે શાળામાં ઊમટી પડયા હતા ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા તમામ તૈયારીને આખરી ઓપ અપાઇ ગયો  છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાંથી ૧.૯૧ લાખથી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યા છે. શહેરનાં  ૩૭૦ કેન્દ્રમાં ધો.૧૦ના  ૬૧,૪૭૫ ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહના ૯,૪૨૦ જ્યારે કોમર્સના ૩૭,૪૯૧ વિદ્યાર્થી પરીક્ષા આપશે વિદ્યાર્થીની સાથે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલના ૫૯ કેદી પૈકી  ૩૭  કેદી ધોરણ ૧૦ની અને ૨૨ કેદી ધોરણ ૧૨ની પરીક્ષા આપશે. રાજ્યના ધોરણ-૧૦માં ૯.૫૦ લાખ ધોરણ-૧૨વિજ્ઞાન પ્રવાહમાં ૧.૧૦ લાખ અને સામાન્ય પ્રવાહમાં ૫.૬૫ લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે. આવતી કાલે ધોરણ ૧૦નું પ્રથમ પેપર ભાષાનું, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં  નામાનાં મૂળતત્ત્વો, ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના  ભૌતિક વિજ્ઞાન વિષયની પરીક્ષા લેવાશે.

VTV Gujarati News and Beyond on Twitter: "ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા  પહેલાં શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, બોર્ડ પરીક્ષામાં સ્કૂલ આચાર્યએ જ નિભાવવી  પડશે ...


હેલ્પ લાઈન કન્ટ્રોલ રૂમ કાર્યરત

ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષા ૨૯ માર્ચ સુધી કાર્યરત રહેશે. તમામ હેલ્પ લાઇન કન્ટ્રોલ રૂમ સવારના ૭ વાગ્યાથી રાતના ૮ વાગ્યા દરમિયાન કાર્યરત રહેશે. બોર્ડનો ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૮૦૦૨૩૩૫૫૦૦ રહેશે અને જીવન આસ્થા હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર ૧૮૦૦૨૩૩૩૩૩૦ છે. સ્ટેટ કન્ટ્રોલ રૂમ સંપર્ક નંબર ૯૯૦૯૯૩૮૭૬૮ અને ૦૭૯-૨૩૨૨૦૫૩૮ છે.વધુમાંપરીક્ષા કેન્દ્રો પર જતા વિદ્યાર્થીનાં વાહનને ટ્રાફિક સમસ્યા ન નડે તે માટે પોલીસે બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. શહેરમાં અનેક જગ્યાએ મેટ્રોનું કામ ચાલતું હોવાથી કેટલાંક ડાઇવર્ઝન અપાયાં છે. પોલીસે સ્પેશિયલ  પોઇન્ટ ઊભા કરીને સ્ટાફ  ગોઠવી દીધાે છે. ત્યારે  ટ્રાફિકમાં ફસાયેલા વિદ્યાર્થીને જરૂર પડે જલદી પરીક્ષા કેન્દ્ર પર લઈ જઇ શકાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.


રાઇટરને પરીક્ષા ખંડમાં બેસવા દેવા મંજૂરી
બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે કોઇ કારણસર જો વિદ્યાર્થી પરીક્ષામાં પ્રશ્નપત્ર લખી ન શકે તેમ હોય તો તેવા વિદ્યાર્થીએ રાઇટરની માગણી કરી હતી. આવા વિદ્યાર્થીને ચકાસીને રાઇટરને મંજૂરી આપવામાં આવી છે.ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા માટેની તૈયારીઓ તંત્રએ પૂર્ણ કરી છે. પ્રશ્નપત્ર શહેરમાં આવી ગયા છે. આ પ્રશ્નપત્રને સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષા સાથે પહોંચાડી દેવામાં આવ્યા છે.બોર્ડની પરીક્ષામાં હોલ ટિકિટ ભૂલી ગયા હોય તેવા વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત ન રહે તે માટેની વ્યવસ્થા કરાઈ છે. જે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર પોતાની હોલ ટિકિટ ભૂલી જાય તો પણ તેવા વિદ્યાર્થીઓની સ્કૂલમાં સંપર્ક કરીને મોબાઇલ પર ટિકિટ મગાવીને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. અત્યાર સુધી જો વિદ્યાર્થી હોલ ટિકિટ ભૂલી જાય તે પછી કોઇ કારણોસર તેની હોલ ટિકિટ ગુમ થઇ હોય કે ફાટી જાય તો તેમને પરીક્ષામાં બેસવા દેવામાં આવતા ન હતા. જેથી વિદ્યાર્થીનું વર્ષ બગડતું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ