Manipur Violence: મણિપુર હિંસામાં ફસાયેલા UPનાં વિદ્યાર્થીઓની આજથી ઘર વાપસી શરૂ થઈ જશે. CM યોગી આદિત્યનાથે આ મામલે મુખ્ય સચિવને તાત્કાલિક આપ્યો હતો આદેશ...
મણિપુર હિંસામાં ફસાયેલા UPનાં વિદ્યાર્થીઓની વાપસી
CM યોગી આદિત્યનાથે આપ્યો હતો આદેશ
અત્યાર સુધી 29 વિદ્યાર્થીઓની મળી આવી છે માહિતી
ફ્લાઈટ મારફતે થશે ઘર વાપસી
મણિપુર હિંસામાં ફસાયેલા UPનાં વિદ્યાર્થીઓ સોમવારે એટલે કે આજે સુરક્ષિત ઘરે પાછા વળી આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનાં આદેશો બાદ રવિવારે તંત્ર હરકતમાં આવ્યું હતું. મણિપુરમાં અટવાયેલા વિદ્યાર્થીઓને ફ્લાઈટ મારફતે પાછા લઈ આવવામાં આવશે. તેમને શિક્ષણ સંસ્થાનથી એરપોર્ટ સુધી સુરક્ષિત લઈ જવાની વ્યવસ્થા મણિપુર સરકાર કરશે.
CM યોગીએ મુખ્ય સચિવને આપ્યાં આદેશ
મણિપુરમાં ફસાયેલા વિદ્યાર્થીઓને મુખ્યમંત્રીનાં નામની મદદ માટેની અપીલ જાહેર કરી હતી. CM યોગી આદિત્યનાથે તાત્કાલિક ધોરણે આ મામલાની નોંધ લીધી હતી અને ગૃહ વિભાગનાં પ્રમુખ સચિવ સંજય પ્રસાદને કાર્યવાહી કરવાનાં આદેશો આપવામાં આવ્યાં હતાં. સંજય પ્રસાદે મણિપુરનાં મુખ્ય સચિવ સાથે વાતચીત કરીને વિદ્યાર્થીઓની સુરક્ષિત વાપસીની વ્યવસ્થા કરવા અને ત્યાં તેમની સુરક્ષા અંગે ચર્ચા કરી હતી.
UPનાં 29 ફંસાયેલા વિદ્યાર્થીઓની મળી માહિતી
મણિપુરનાં મુખ્ય સચિવે UPનાં ફંસાયેલા વિદ્યાર્થીઓ સાથે સંપર્ક કરવા અને તેમની વાપસી માટેની કામગિરી માટે એક IAS અધિકારીનું નામાંકન કર્યું હતું. રાહત કમિશ્નર પ્રભુ નારાયણ સિંહે જણાવ્યું કે અત્યારસુધી UPનાં 29 વિદ્યાર્થીઓનાં ફસાયેલા હોવાની માહિતી મળી આવી છે.
1070 નંબર પર સૂચન કરવાનું કહેવામાં આવ્યું
આ વિદ્યાર્થીઓ સ્પોર્ટસ્ યૂનિવર્સિટી, મેડિકલ અને ટેકનિકલ શિક્ષણ ઈન્ટિટ્યૂટશનમાં ભણી રહ્યાં છે. કેટલાક વિદ્યાર્થીઓ સાથે સંપર્ક કરીને ત્યાં ફંસાયેલા અન્યોની જાણકારી ભેગી કરી 1070 નંબર પર સૂચન કરવાનું કહેવામાં આવ્યું હતું. રાહત કમિશ્નરે જણાવ્યું કે 3 વિદ્યાર્થીઓએ પોતાનાનો કોર્ષ પૂરો કરીને જ પાછા આવવાની વાત કરી છે. તેમણે હાલમાં પોતાને સુરક્ષિત જણાવ્યાં છે.