બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / સુરત / વડોદરા / State GST department crackdown: Raids at 40 locations of 21 clinics across Gujarat including Ahmedabad, Surat, know details

BIG BREAKING / સ્ટેટ GST વિભાગનો સપાટો: અમદાવાદ, સુરત સહિત ગુજરાતભરમાં 21 ક્લિનિકના 40 સ્થળો પર દરોડા, જાણો વિગતે

Vishal Khamar

Last Updated: 07:17 PM, 23 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GST વિભાગ દ્વારા રાજ્યમાં ટેક્ષ ચોરી કરતા શંકાસ્પદ લોકોને ત્યાં દરોડા પાડ્યા છે. ત્યારે અમદાવાદનાં 16 સ્થળો, વડોદરાનાં 9 સ્થળો તેમજ સુરતનાં 15 સ્થળો મળી કુલ 40 સ્થળો પર સ્ટેટ GST દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.

  • સ્ટેટ GST વિભાગના રાજ્યભરમાં 40 સ્થળો પર દરોડા 
  • કોસ્મેટિક સર્જરી,સ્કીન-હેર ટ્રીટમેન્ટ,પ્લાસ્ટિક સર્જરીના એકમ પર દરોડા 
  • કુલ 21 ક્લિનિક અને 40 સ્થળો પર સ્ટેટ GSTના દરોડા

સ્ટેટ GST વિભાગના રાજ્યભરમાં 40 સ્થળો પર દરોડા પાડ્યા છે. જેમાં કોસ્મેટીક સર્જરી, સ્કીન-હેર ટ્રીટમેન્ટ, પ્લાસ્ટિક સર્જરીના એકમ પર દરોડા પાડ્યા છે. અમદાવાદમાં 9 ક્લિનીકનાં  16 સ્થળો પર દરોડા પડ્યા છે.  જ્યારે વડોદરામાં 5 ક્લિનીકનાં 9 સ્થળો પર દરોડા પડ્યા છે. તેમજ સુરતનાં 5 ક્લિનિક પર 15 સ્થળોએ દરોડા પડ્યા છે. ત્યારે કુલ 21 ક્લિનીક અને 40 સ્થળો પર સ્ટેટ GST દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. 

સ્ટેટ GST દ્વારા તમામ સ્થળો પર તપાસ ચાલુ

માર્ચ મહિનો પૂર્ણ થયા બાદ GST  વિભાગ દ્વારા વેપારી, ર્ડાક્ટરોની આવકની ચકાસણી તેમજ તેઓ દ્વારા ભરવામાં આવેલ ટેક્ષની ચૂકવણી કર્યા બાદ જો શંકાસ્પદ વ્યવહારો લાગે તે જીએસટી વિભાગ દ્વારા ત્યાં રેડ કરી તપાસ કરવામાં આવે છે. ત્યારે આજે રાજ્યમાં 40 સ્થળો પર જીએસટી વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી છે. ત્યારે વેરાપાત્ર સેવાની સ્ટેટ જીએસટી ચકાસણી કરી વેરો નક્કી કરવામાં આવશે. સ્ટેટ જીએસટી દ્વારા તમામ સ્થળો પર તપાસ ચાલુ છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ