ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / SP candidate Dimple Yadav wins Mainpuri bypoll, defeating BJP candidate by 2,88,461 votes

રાજકીય / મુલાયમસિંહનો વારસો જાળવ્યો વહૂએ, મેનપુરી બેઠક પર ડિંપલ યાદવનો 2.88 લાખ વોટોથી વિજય

Published By: Hiralal

Last Updated: 05:31 PM, 8 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અને અખિલેશના પત્ની ડિંપલ યાદવે મેનપુરી લોકસભાની પેટાચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો છે.

ADVERTISEMENT

  • યુપીની મેનપુરી લોકસભાની પેટાચૂંટણીમાં ડિંપલ યાદવનો વિજય
  • સપા ઉમેદવાર ડિંપલે ભાજપના રઘુરાજ સિંહ શાક્યને હરાવ્યાં
  • 2.88 લાખ વોટોથી આપી જીત 

મુલાયમ સિંહ યાદવના નિધનને પગલે ખાલી પડેલી યુપીની મેનપુરી લોકસભાની બેઠકની પેટાચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અને અખિલેશના પત્ની ડિંપલ યાદવની ભવ્ય જીતી થઈ છે. ડિંપલ યાદવે ભાજપના રઘુરાજ સિંહ શાક્યને 2.88 લાખ વોટોથી જીત હરાવીને બેઠક કબજે કરી છે.  

શિવપાલ યાદવે તેમની પાર્ટીનો સપામાં વિલય કર્યો 
આ દરમિયાન સપા અધ્યક્ષ અખિલેશ યાદવે શિવપાલ યાદવના ઘરે જઈને તેમને મળ્યા હતા. અખિલેશ યાદવે સમાજવાદી પાર્ટીનો ઝંડો શિવપાલ સિંહ યાદવને સોંપ્યો હતો. આ સાથે શિવપાલ એસપીમાં જોડાયા હતા અને પોતાની પાર્ટીનો પીએસપીનો સમાજવાદી પાર્ટીમાં વિલય કરાવ્યો હતો. 

મુલાયમસિંહના નિધન બાદ કાકા અને ભત્રીજા ભેગા થયા 
મુલાયમ સિંહ યાદવનું આ વર્ષે 10 ઓક્ટોબરના રોજ નિધન થયું હતું. આ પછી અખિલેશ અને શિવપાલ વચ્ચે ઘણી નિકટતા જોવા મળી હતી. એવું પહેલેથી જ કહેવાતું હતું કે અખિલેશ અને શિવપાલ હવે સાથે આવી શકે છે. આવું જ કંઈક મૈનપુરી ચૂંટણીમાં મતદાન પહેલા થયું હતું. અખિલેશ યાદવ પોતાની પત્ની ડિમ્પલ યાદવ સાથે શિવપાલના ઘરે તેમને મળવા ગયા હતા. આ દરમિયાન શિવપાલે પોતાના સમર્થનની જાહેરાત કરી હતી. આ પછી શિવપાલ અને તેમના પુત્ર આદિત્યએ પણ ડિમ્પલ માટે ઉગ્ર પ્રચાર કર્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Mainpuri bypoll Mainpuri bypoll news dimple yadav ડિંપલ યાદવ મૈનપુરી પેટાચૂંટણી Mainpuri bypoll

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ