બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / SMC general meeting turned tumultuous: AAP gets no chance to speak, insults mayor, suspends 5

બથમ-બથ્થા / SMCની સામાન્ય સભા બની તોફાની: AAPને બોલવાનો મોકો ના મળતા મેયરને અપશબ્દો બોલી દીધા, 5 સસ્પેન્ડ

Mehul

Last Updated: 11:45 PM, 17 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત મહાનગર પાલિકાની સામાન્ય સભમાં આપ અને સતાધારી પક્ષના નગર સેવિકાઓ આમને-સામને આવી ગયા હતા અને બોલાચાલી બાદ મામલો ઝપાઝપી સુધી પહોચી ગયો

  • સુરત મહાનગર પાલિકમાં હોબાળો 
  • ભાજપ-વિરોધ પક્ષ  આમને-સામને
  • મહિલાઓ વચ્ચે ઝપાઝપીના દૃશ્યો  

હતો. વિરોધ પક્ષ આપનો આરોપ રહ્યો કે, સામાન્ય સભા બજેટમાં વિરોધ પક્ષને બોલવાની કે વાત રજૂ કરવાની તક આપવામાં નહોતી આવતી. તો આપના નગર સેવિકા મેયરની ખુરશી સુધી ઘસી ગયા હતા. અને ત્યાર બાદ ઝપાઝપી થઇ હતી. આખરે વિરોધ પક્ષના પાંચ નગર સેવકોને સસ્પેન્ડ કર્યા હતા

ઝપાઝપીના દૃશ્યો 

સુરત મહાનગર પાલિકાની  બજેટ સામાન્ય સભામાંપહેલા હોબાળો થયા બાદ ઝપાઝપીના દૃશ્યો સર્જાયા હતા. મેયરે આપના 5 કોર્પોરેટરને સામાન્ય સભા માંથી સસ્પેન્ડ કરતા મામલો બીચકયો હતો. આપની મહિલા કોર્પોરેટર અને ભાજપની મહિલા કોર્પોરેટરો વચ્ચે ઘમાસાણ સર્જાયું હતું.આપના 5 કોર્પોરેટરો ને સામાન્ય સભામાં બજેટ ચર્ચામાં બોલવાનો મોકો નહીં અપાતા  ઘમાસાણ થયું હતું. આપ ના મહિલા કોર્પોરેટર મોનાલી હિરપરા એ મેયર ની ચેર સુધી ધસી જઇ મેયર ને અપશબ્દો કહ્યા હોવાની વાત સામે આવી છે. શહેરના પ્રથમ નાગરિક અને મેયર એવા હેમાલી બોઘાવાલાને અપશબ્દો કહેવાતા મામલો બીચકયો હતો. આ ઘટના તુરંત જ બાદ ભાજપ અને ત્યાર બાદ ઝપાઝપીના દૃશ્યો સર્જાયા હતા

 

સસ્પેન્ડ કરાયા 

ભાજપના  મહિલા કોર્પોરેટરોએ આપની મહિલા કોર્પોરેટર મોનાલી હિરપરા ને ઘેરી લીધા અને ત્યારબાદ ઝપાઝપીના દૃશ્યો સર્જાયા હતા. આ સમગ્ર ઘટનાક્રમ બાદ આખરે મેયરે આપના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલિયા, ઘનશ્યામ મકવાણા, મોનાલી હિરપરા, વિપુલ સુહાગિયા દીપ્તિ સાકરીયા ને સસ્પેન્ડ કર્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ