ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Health / Sleepwalking Disorder Causes & Solutions

સ્લીપ ડિસઓર્ડર / ઊંઘમા ચાલવાની બિમારીથી ગભરાવાની જરૂર નથી, આ રીતે તેને કરો હેન્ડલ

Published By: Noor

Last Updated: 04:30 PM, 10 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થોડા સમય પહેલાં બોલિવૂડ અભિનેત્રી ઈલિયાના ડી ક્રુઝે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર તેના ચાહકોને જણાવ્યું હતું કે તેને સ્લીપ ડિસઓર્ડર છે. તે ઉંઘમા ચાલીને ફ્રિઝ સુધી પહોંચી જાય છે અને તેને સવારે એ વાત યાદ પણ હોતી નથી. ખૂબ જ રેર ગણાતો સ્લીપ ડિસઓર્ડર એવી કંડિશન છે જેમા સવારે ઉઠ્યા બાદ રાત્રે શું થયું તે યાદ રહેતુ નથી.

ADVERTISEMENT

  • આમાં વ્યક્તિ સબકોન્શિયસ રીતે જાગ્રત હોય છે
  • ઊંઘની કમી આ સમસ્યા માટે જવાબદાર
  • મેડિટેશન અને યોગથી સમસ્યા થઈ શકે છે દૂર

સ્લીપ વોક કરતી વ્યક્તિનું મગજ એ સમયે શૂન્ય અવસ્થામાં હોય છે. બોડી એક્ટિવ હોય, પરંતુ મગજ સૂતેલું હોય છે. એટલે આ દરમિયાન તેમણે શું કર્યુ તે તેમને યાદ રહેતું નથી. ઊંઘની બિમારીના ત્રણ પ્રકાર છે. એક નાઇટમેર એટલે કે ખરાબ સપના આવવા. બીજું નાઇટ ટેરર, તેમાં વ્યક્તિ સપના જોવે અને ડરીને ઉઠી જાય છે. જેમાં તેને એવું લાગવા લાગે છે કે સપનામાં જે જોયું તે ખરેખર તેની સાથે થઇ રહ્યું છે. ત્રીજુ હોય છે સ્લીપ ડિસઓર્ડર એટલે કે સ્લીપ વોકિંગ. આમાં વ્યક્તિ સબકોન્શિયસ રીતે જાગ્રત હોય છે અને શારિરીક હલનચલન કરે છે જોકે એ વિશે તેને કંઇ યાદ હોતું નથી. આ પ્રકારની ઊંઘને રેપિડ આઇ મૂવમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. 

ઉંઘમા ચાલવાની ક્રિયા સામાન્ય રીતે વ્યક્તિ સૂવે તેના એક કે બે કલાક પછી શરૂ થાય છે. તેનું નિદાન પણ જાતે કરી શકાય છે. ઊંઘમા ચાલવાની કંડિશન માટે જવાબદાર ઊંઘની કમી જ છે. જો કામને કારણે ઊંઘ પુરી ન થઇ શકતી હોય અને ઊંઘમાં ખલેલ પહોંચતી હોય તો આ બિમારી થઇ શકે છે. લાઇફમાં જો કોઇ ખરાબ ઘટના બની હોય તો પણ સ્લીપ ડિસઓર્ડર થઇ શકે છે. 

ઇલાજ શું હોઇ શકે

જો બાળકો ઊંઘમા ચાલતા હોય તો કોઇ ટ્રીટમેન્ટની જરૂર પડતી નથી કેમ કે ઉંમર વધતા આ તકલીફ જતી રહે છે. મોટાઓમાં સ્લીપ વોકિંગની તકલીફના મૂળમાં મુખ્યત્વે સ્ટ્રેસ અને ડિપ્રેશન જવાબદાર હોય છે. આ સિવાય કોઇ ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર પણ જવાબદાર હોઇ શકે છે. તેનો ઇલાજ કરાવવો જોઇએ. લાઇફસ્ટાઇલ અને રૂટિનમાં બદલાવ લાવવાથી પણ આ સમસ્યાનું નિરાકરણ આવી શકે છે. ઉંઘની કમીથી આવું થતુ હોય તો દર્દીને પૂરતી ઉંઘ માટેના પ્રયત્ન કરવા જોઇએ. મેડિટેશન અને યોગની મદદથી તાણ દૂર કરી શકાય. સૂતી વખતે કેફિનયુક્ત પદાર્થોનું સેવન ન કરવું જોઇએ. 

આટલું ધ્યાન રાખવું

આ એક નોન પ્રોડક્ટિવ એક્ટિવિટી છે, જેના કારણે એ સમયે મગજ ઊંઘમાં હોવાને કારણે ઊંઘમાં ચાલતી વ્યક્તિ બારી-બારણાં ખુલ્લાં રહી ગયા હોત તો જે-તે વ્યક્તિ માટે જોખમી હોઈ શકે છે. આ સિવાય ચક્કુ, ફર્નિચર વગેરેથી ઊંઘમાં ઈજા પણ થઈ શકે છે. જેથી જો ઘરમાં કોઈ સ્લીપ વોકર હોય તો ઘરના બાકીના સભ્યોએ તેમની સેફ્ટીનું ધ્યાન રાખવું જોઈએ. આ સિવાય સ્લીપ વોકરની ઊંઘ સારી રીતે પૂરી ન થવાને કારણે તેઓ થાકેલાં, સુસ્ત અને દિવસના સમયે સૂતેલા પણ નજરે પડે છે. આ સિવાય કેટલીક દવાઓ, સ્ટ્રેસ અને તાવને કારણે પણ આ સમસ્યા થતી હોય છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Causes & Solutions Sleepwalking sleep deprivation sleep disorder ઊંઘમા ચાલવાની બિમારી સ્લીપ ડિસઓર્ડર Sleep Disorder

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ