બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / shreyas iyer can become the vice captain of team india in the odi series on south africa tour

ક્રિકેટ જગત / IND vs SA: ODI ટીમમાં કોઈ જ વાઈસ કેપ્ટન નહીં, તો ખરાખરીના ખેલમાં જરૂર પડી તો કોણ સંભાળશે જવાબદારી?

Manisha Jogi

Last Updated: 09:12 AM, 1 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. વનડે સીરિઝમાં કે. એલ. રાહુલ કેપ્ટનશીપ કરશે, પરંતુ વાઈસ કેપ્ટનશીપ કોણ કરશે તે અંગે જણાવવામાં આવ્યું નથી.

  • સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત
  • વનડે સીરિઝમાં કે. એલ. રાહુલ કેપ્ટનશીપ કરશે
  • વનડે સીરિઝમાં કોણ હશે વાઈસ કેપ્ટન?

સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય સિલેક્ટર્સે T20, ODI અને ટેસ્ટ સીરિઝ માટે 3 અલગ-અલગ ટીમોની પસંદ કરી છે. ભારતીય ટીમ ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જશે અને  3 T20, 3 ODI અને 2 મેચની ટેસ્ટ સીરિઝ રમશે. સૂર્યકુમાર યાદવ T20 સીરિઝમાં કેપ્ટનશીપ કરશે અને રવિન્દ્ર જાડેજા વાઈસ કેપ્ટન રહેશે. ટેસ્ટ સીરિઝમાં રોહિત શર્મા કેપ્ટન રહેશે અને જસપ્રીત બુમરાહ વાઈસ કેપ્ટન રહેશે. વનડે સીરિઝમાં કે. એલ. રાહુલ કેપ્ટનશીપ કરશે, પરંતુ વાઈસ કેપ્ટનશીપ કોણ કરશે તે અંગે જણાવવામાં આવ્યું નથી. 

10 ડિસેમ્બરથી સાઉથ આફ્રિકા સામેની T20 સીરિઝ રમવામાં આવશે, ત્યારપછી વનડે સીરિઝ રમાશે. ODI સીરિઝમાં શ્રેયસ અય્યર વાઇસ કેપ્ટન બની શકે છે. ઈજામાંથી સાજા થયા પછી શ્રેયસ અય્યરે શાનદાર પ્રદર્શન કર્યું છે અને વર્લ્ડ કપ 2023માં સદી ફટકારી હતી. શ્રેયસ હાલમાં ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરીઝમાં રમી રહ્યા છે. વર્લ્ડ કપ પછી શ્રેયસ અય્યર ને ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ 3 T20 મેચમાં આરામ આપવામાં આવ્યો હતો અને છેલ્લી બે T20 મેચમાં રમી રહ્યા છે, જેમાં તે વાઇસ કેપ્ટન રહેશે. 

શ્રેયસ અય્યર ત્રણેય ફોર્મેટમાં શામેલ
શ્રેયસ ઐયર દક્ષિણ આફ્રિકામાં T20, ODI અને ટેસ્ટ એમ ત્રણેય ફોર્મેટમાં રમતા જોવા મળશે. શ્રેયસ એક વર્ષ પછી ભારતીય ટીમમાં પરત ફર્યા છે. ઈજાના કારણે અગાઉની IPL સીરિઝ પણ રમી શક્યા નહોતા.

IND vs SA: T20 સીરિઝ ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા (વાઈસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, રિંકૂ સિંહ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન (વિકેટકીપર), જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, દીપક ચહર. 

IND vs SA: વન ડે સીરિઝ ટીમ
કે. એલ. રાહુલ (કેપ્ટન/વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, સાઈ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રિંકૂ સિંહ, શ્રેયસ અય્યર, સંજૂ સૈમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર, અવેશ ખાન, અર્શદીપ સિંહ, દીપક ચહર. 

IND vs SA: ટેસ્ટ સીરિઝ
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રીત બુમરાહ (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન (વિકેટકીપર), કે. એલ. રાહુલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, મોહમ્મદ શમી, પ્રસિદ્ધ કૃષ્ણા.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ