બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Shocking revelation of kidney scam in Bhumas village of Mahudha, Kheda

ચોંકાવનારો પર્દાફાશ / વ્યાજના વિષચક્રમાં મજબૂર કરી મહુધાના ભૂસર ગામમાં 9 લોકોની કિડની કાઢી લેવાઇ, આખરે આ વેપલામાં કોની-કોની સંડોવણી?

Malay

Last Updated: 11:05 PM, 19 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kidney Scam In Kheda: ખેડાના મહુધાના ભૂમસ ગામે કિડની કૌભાંડનો ચોંકાવનારો પર્દાફાશ, ગામના વ્યાજખોર અશોક અમરાભાઇ પરમાર ચલાવતો હતો કિડની કૌભાંડ, ગામના 9 જેટલા લોકોની વ્યાજ વસૂલીના નામે કાઢી લેવાઇ કિડની.

  • મહુધા તાલુકામાંથી સામે આવ્યું કિડની કૌભાંડ
  • ભુમસ ગામમાં 9 જેટલા લોકોની કિડની વેંચાઈ
  • પૈસા ન ચૂકવે તો વ્યાજખોર લઈ લેતો તેની કિડની
  • દર મહિને તગડું વ્યાજ ગરીબો પાસેથી વસૂલાતું

Kidney Scam In Kheda: ખેડાના મહુધા તાલુકામાં કિડની કૌભાંડનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. સામાન્ય રીતે ઓપરેશનના બહાને ડોક્ટરો કિડની કાઢી લેતા હોવાના સમાચાર તમે સાંભળ્યા હશે, પણ આ કિસ્સો કિડની કૌભાંડ નહીં પણ વ્યાજખોરો દ્વારા કિડનીની લૂંટનો છે. જી હાં, ખેડાના મહુધા તાલુકામાં નાની રકમ વ્યાજે આપી લોકોનું શોષણ કરી 9 લોકોની કિડની વેચવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

ભૂમસ ગામનો અશોક પરમાર ધીરતો હતો રૂપિયા
મહુધા તાલુકાના ભૂમસ ગામે વ્યાજખોર અશોક અમરાભાઈ પરમાર લોકોને પૈસા વ્યાજે ધીરતો હતો અને કોઇ વ્યાજ ન ભરી શકે તો તેની કિડની વેચી નાખતો હતો. કિડની આપનારને 2થી 2.50 લાખ આપવામાં આવતા હતા. ભૂમસ ગામે રહેતા ગોપાલભાઇ પરમારે માથાભારે વ્યાજખોર અશોક પરમાર સામે જિલ્લા પોલીસવડા અને કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, તેમણે અશોક અમરાભાઈ પરમાર પાસેથી 20 હજાર રૂપિયા 30 ટકાના વ્યાજે લીધા હતા. 30 ટકા વ્યાજ લઇ માથાભારે અશોક પરમારે 20 હજારના 50 હજાર કરી નાખ્યા હતા.  

30 હજારના પગારની અપાઈ હતી લાલચ
જોકે, રિક્ષા વેચી વ્યાજ ભરનાર ગોપાલભાઇને લૂંટવા તેમને 30 હજારના પગારની પશ્ચિમ બંગાળમાં નોકરીની લાલચ પણ અપાઇ હતી. જે બાદ અમદાવાદમાં ગોપાલભાઇની મેડિકલ ચેકઅપ કરી પશ્ચિમ બંગાળમાં સ્ટેમ્પ પર સહીઓ કરાવી લેવામાં આવી હતી. જે બાદ ગોપાલ ભાઇને દિલ્હી લઇ જવાયા જ્યાં કિડની કાઢવાની વાત સંભળાતા ગોપાલભાઇ બાથરૂમ જવાના બહાને ભાગી છુટ્યા હતા. 

ભૂમસ ગામે કિડની કૌભાંડનો ચોંકાવનારો પર્દાફાશ 

9 લોકોની કાઢી લેવાઈ કિડની
જોકે, મહુધા ગામે પહોંચ્યા બાદ ગોપાલ પરમારને કિડનીની લૂંટ વિશે ન જણાવવા ધમકીઓ આપતાં ગોપાલભાઇએ માથાભારે વ્યાજખોર અશોકભાઇ અમરાભાઇ પરમાર સામે ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચ્યો છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે વ્યાજે પૈસા આપી વ્યાજના વિષચક્રમાં મજબૂર કરી અશોક પરમારે ભૂસર ગામમાં જ 9 લોકોની કિડની કાઢી લીધી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે.

નાનીસૂની રકમ માટે લોકોએ ગુમાવી કિડની
20થી 30 હજારની નાનીસૂની રકમ માટે લોકોએ પોતાની કિડની ગુમાવી છે. ત્યારે કિડની કૌભાંડના આરોપી અશોક અમરાભાઇ પરમાર સામે ફરિયાદ બાદ ગોપાલભાઇએ ખેડા કલેક્ટર પાસે સુરક્ષાની માંગ કરી છે.

સળગતા સવાલ
- કેટલા સમયથી વ્યાજખોર અશોક પરમાર ચલાવી રહ્યો છે કિડની કૌભાંડ?
- અશોક પરમાર કોના પાસે બંગાળમાં કરાવતો હતો સહી સિક્કા?
- દિલ્લીના કિડની ચોર ડોક્ટર સાથે અશોક પરમાર કેવી રીતે જોડાયો?
- કિડની ચોર ટોળકીએ કેટલી કિડનીઓ વેચી?
- ગુજરાતથી ચાલતા કિડનીના વેપલામાં કોની કોની સંડોવણી?
- કિડની આપનારને 2થી અઢી લાખ અપાતા તો કિડની કેટલામાં વેચાતી હતી?
- કિડનીના કાળાબજારમાં શું અશોક પરમાર ફક્ત મહોરું છે?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ