બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / Politics / Shiv Sena's Sanjay Raut hints at the dissolution of Maharashtra Legislative Assembly amid the current political crisis in the state

BIG BREAKING / રાજીનામું આપી વિધાનસભા ભંગ કરી શકે છે ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉતના ટ્વિટથી રાજકારણમાં ભૂકંપ

Published By: Parth

Last Updated: 12:17 PM, 22 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BIG BREAKING: મહારાષ્ટ્રના શિવસેના નેતા સંજય રાઉતે વિધાનસભા ભંગ કરવાના સંકેત આપ્યા

  • મહારાષ્ટ્રમાં ભંગ થઈ શકે છે વિધાનસભા 
  • શિવસેના નેતા સંજય રાઉતે ટ્વિટ કરીને આપ્યા સંકેત 
  • મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ 

મંગળવાર સવારથી જ મહારાષ્ટ્રમાં શિવસેનામાં બળવાને લઈને મોટી ઊઠલપાથલ મચી ગઈ છે ત્યારે ઉદ્ધવ ઠાકરે સામે નારાજ નેતા એકનાથ શિંદેને માનવવાની જગ્યાએ રાજ્યમાં વિધાનસભા જ ભંગ કરી દેવાના સંકેત મળી રહ્યા છે. 

સંજય રાઉતે ટ્વિટ કરીને કહ્યું કે મહારાષ્ટ્રમાં હાલની પરિસ્થિતિ વિધાનસભા ભંગ કરવા તરફ જઈ રહી છે. હવે આ ટ્વિટ બાદ સંપૂર્ણ શક્યતા છે કે ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપીને વિધાનસભા ભંગ કરાવવાનો પ્રસ્તાવ મૂકી શકે છે. 

ઉદ્ધવ ઠાકરેએ સાંજે 5 વાગે બોલાવી ધારાસભ્યો અને સાંસદોની બેઠક
મહારાષ્ટ્રની રાજનીતિને લઈને મોટા સમાચાર  ઉદ્ધવ ઠાકરે શિવસેનાના ધારાસભ્યો અને સાંસદોને સાંજે 5 વાગે   નિવાસે યોજાનારી બેઠકમાં હાજર રહેવા સૂચના આપી છે આ બેઠકમાં રાજકીય સંકટને લઈને બેઠકમાં થશે ચર્ચા. જોકે તે પહેલા બપોરે 1 વાગે કેબિનેટની બેઠક કરવામાં આવશે 

મહારાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યદળની બેઠક મળશે-કમલનાથ
મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે   કોંગ્રેસ નેતા કમલનાથનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. કમલનાથે જણાવ્યું હતું કે,   મહારાષ્ટ્રના કોંગ્રેસના તમામ ધારાસભ્યોની બેઠક મળશે. કોંગ્રેસના
તમામ ધારાસભ્યો અમારી સાથે જ છે. અમારા એક પણ ધારાસભ્ય બહાર નથી ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ હાઇકમાન્ડે કમલાનાથને પ્રર્યવેક્ષક બનાવ્યા છે. 

મહારાષ્ટ્રમાં મોટી રાજકીય હલચલ
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા પોલીટીકલ હાઈવોલ્ટેજ ડ્રામની વચ્ચે આદિત્ય ઠાકરેએ ટ્વિટર પ્રોફાઇલમાંથી મંત્રી શબ્દ હટાવ્યો ઉલ્લેખનીય છે કે,આજે ઉદ્ધવ ઠાકરેએ તમામ ધારાસભ્યો-સાંસદોની સાંજે 5 વાગ્યે બેઠક બોલાવી

ભાજપે તમામ ધારાસભ્યોને મુંબઈ પહોંચવા કર્યો આદેશ
બીજી તરફ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે   ભાજપે તમામ ધારાસભ્યોને મુંબઈ પહોંચવા કર્યો આદેશ છે. જેમાં ભૂપેન્દ્ર યાદવ મહારાષ્ટ્ર ભાજપના ધારાસભ્યો સાથે બેઠક કરશે અને મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિ અંગે બેઠકમાં થશે ચર્ચા

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra Maharashtra govt crisis Shivsena Uddhav Thackeray ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્ર શિવસેના Maharashtra govt crisis

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ