બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Shaktisingh showed 'Shakti', took out a rally from Gandhi Ashram, explained why he will assume the post tomorrow, spoke a lot more

રાજકારણ / શક્તિસિંહે દેખાડી 'શક્તિ', ગાંધી આશ્રમથી રેલી કાઢી, કાલે જ કેમ હોદ્દો ગ્રહણ કરશે કર્યો ખુલાસો, બીજું ઘણું બોલ્યાં

Vishal Khamar

Last Updated: 03:19 PM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી સત્તા બહાર રહેલી કોંગ્રેસે સંગઠનમાં મોટો ફેરફાર કર્યો છે. કોંગ્રેસે પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની નિયુક્તિ કરી છે, ત્યારે શક્તિસિંહ ગોહિલ આવતીકાલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખનો ચાર્જ સંભાળશે.

  • શક્તિસિંહ ગોહિલ આવતીકાલે સંભાળશે ચાર્જ
  • ભગવાન જગન્નાથના દર્શન કરીને સંભાળશે ચાર્જ
  • રાહુલ ગાંધીનો જન્મદિવસ પણ આવતીકાલે

આવતીકાલે ભગવાન જગન્નાથ મંદિરે દર્શન કરીને શક્તિસિંહ ગોહિલ ચાર્જ સંભાળશે. આ અંગે શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે, આવતીકાલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો જન્મદિવસ છે. જેથી તે આવતીકાલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો ચાર્ચ સંભાળશે. વધુમાં તેમણે કહ્યું કે, ગુજરાતમાંથી મને તમામ ગુજરાતીઓનો સાથ સહકાર મળ્યો છે. જગદીશ ઠાકોરે ખૂબ મહેનતથી પોતાની જવાબદારી નિભાવી છે, ત્યારે હું કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓનો આભાર માનું છે.

ત્યારે વધુમાં શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગાંધીજીએ સત્યને સાથે રાખી અંગ્રેજો સામે લડત લડી હતી. દેશનાં લોકોએ બાપુને સાથ આપી આઝાદીની લડાઈ લડી હતા. હું પણ મારી તાકાત પર નહી પણ બાપુની જેમ સત્યને સાથે લઈ ગુજરાતીઓનાં પ્રેમની માંગ કરૂ છું.  ગુજરાતમાં મુઠ્ઠીભર માણસો માલામાલ થાય છે ગુજરાતની અસ્મિતિ નથી. જરૂર પડે તો ટીકા કરજો પણ સાચી ટીકા કરજો. અમારી ભુલ હશે તે સુધારવા પ્રયાસ કરીશું. આ મંચ પર ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓ ઉપસ્થિત છે. અર્જુનભાઈ પોરબંદર હતા તેમ છતાં તેઓ આવ્યા તે બદલ તેમનો આભાર માન્યો હતો. ભરતસિંહનો અગાઉથી કાર્યક્રમ નક્કી હતો તેમ છતાં તે આવ્યા.  ત્યારે હાલ યુવાનો પાસે રોજગારી નથી, પેપરો ફૂટે છે. ખેડૂતો હેરાન છે.  ગુજરાતમાં કોઈ પણ કામ ભ્રષ્ટ્રાચાર વિના થતું નથી.

 
કોંગ્રેસ પક્ષ છોડી ગયેલા લોકો માટે શક્તિસિંહ ગોહિલનું નિવેદન
કોંગ્રેસ પક્ષ છોડીને ગયેલા લોકો માટે શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, પક્ષ છોડીને ગયેલા લોકોને પાછું આવું હોય તો આવી શકે છે. બીજા પક્ષમાં હોય એમને આવવું હોય તો પણ આવી શકે છે. જે લોકો બીજા પક્ષમાં રહ્યા છે તેઓ કહે છે કે અમારી મજબૂરી છે, આ યોગ્ય નથી. રાજીવ ગાંધી વખતે ભાપજનાં 2 જ સાંસદ હતા. રાજીવ ગાંધી ઈચ્છતા હોત તો ઈડી, સીબીઆઈ મોકલી તેમને ખરીદી કહી શકત કે વિપક્ષ છે જ નહી. કોંગ્રેસ છોડીને જનારો રડતા રડતા કહે છે કે મજબૂરીથી જાવ છું. દિલ તો કોંગ્રેસમાં જ છે. ત્યારે સામે પક્ષે હલકી કક્ષાની રાજનીતી થશે તો પણ અમે અમારી નીતિ મત્તા નહી છોડીએ. કોંગ્રેસ મજબૂત થશે અને સત્તામાં આવશે. 
કચ્છમાં વાવાઝોડું હતું ત્યારે અમે ત્યાં ગયા હતા. અમે નક્કી કર્યું હતું કે, વાવાઝોડું આવે એ પહેલા ત્યાં પહોંચવું હતું. વિચાર કર્યો હતો કે મોટું નુકશાન થાય તો પદયાત્રાનો કાર્યક્રમ રદ્દ કરીશું.
ગોવાભાઈના વિસ્તારમાંથી જ ભાજપના કેટલાક લોકો કોંગ્રેસમાં જોડાશેઃ શક્તિસિંહ ગોહિલ
ગોવા રબારીનાં રાજીનામાં પર શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગોવાભાઈનાં વિસ્તારમાંથી જ ભાપજનાં કેટલાક લોકો કોંગ્રેસમાં જોડાશે. આનાથી ભાપજને ફાયદો નહી નુકશાન થશે.  જગદીશભાઈ સહિતનાં કેટલાક લોકોએ વાતચીત કરી છે. 
અમે પાંડવો લડવાના છીએઃ શક્તિસિંહ ગોહિલ
અમે તમામ નેતાઓએ નક્કી કર્યું છે કે એક સાથે લડવાના છીએ. અમે પાંડવો લડવાનાં છીએ. સામે કોઈ પણ દુર્યોધન કે શકુની હશે તો પણ લડીશું. હસતા હસતા કહ્યું કે હું કોઈને શકુની કે દુર્યોધન કહેતો નથી માત્ર ઈતિહાસનું ઉદારહણ આપું છું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ