બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / shahrukh khan jawan teaser yogi connection revealed srk tweet

મનોરંજન / 'Thank u Yogi sir', આખરે કેમ SRKએ ટ્વિટ કરી યોગી આદિત્યનાથનો માન્યો આભાર, જાણો વિગત

Bijal Vyas

Last Updated: 05:51 PM, 12 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'નું ટીઝર રિલીઝ થયું છે, સામાન્ય હોય કે ખાસ દરેક વ્યક્તિ તેના વખાણ કરી રહ્યા છે.

  • શાહરુખની ફિલ્મ 'જવાન'નું ટીઝર રિલીઝ થતા જ થઇ રહ્યા છે વખાણ 
  • શાહરુખે યોગી સર માટે લખી ખાસ પોસ્ટ
  • ફિલ્મ 'જવાન' 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે

SRK Jawan Teaser: જ્યારથી શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'નું ટીઝર રિલીઝ થયું છે, સામાન્ય હોય કે ખાસ દરેક વ્યક્તિ તેના વખાણ કરી રહ્યા છે. જ્યારે બોલિવૂડના ટાઈગરે જવાન પર વખાણ કર્યા, ત્યારે શાહરૂખ ખાને મોડી રાત્રે એક પછી એક ટ્વિટ કર્યા. આમાંથી એક ટ્વિટમાં કિંગ ખાને યોગી સર માટે એક ખાસ પોસ્ટ પણ લખી છે, જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.

યોગી સર માટે લખી ખાસ પોસ્ટ
શાહરૂખ ખાને ટ્વીટ કરતા લખ્યું. આભાર યોગી સાહેબ. SRKએ આ ટ્વિટ કરતાની સાથે જ ફેન્સે તેને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે જોડવાનું શરૂ કરી દીધું હતું. જો તમે પણ એવું જ અનુભવી રહ્યા છો, તો આ ટ્વીટને એકવાર વાંચો. તેમાં લખ્યું છે- 'આભાર યોગી સર. તમારી સાથે ફરી કામ કરીને આનંદ થયો.

અનેક બીજા ટ્વિટ્સ 
આ ઉપરાંત શાહરૂખ ખાને ઘણા બધી ટ્વિટ કરી અને ફિલ્મ 'જવાન' સાથે જોડાયેલા તમામ લોકોની પ્રશંસા કરી. કિંગ ખાને 10 જુલાઈના રોજ ફિલ્મ 'જવાન'નું ટીઝર શેર કર્યું હતું. આ ટીઝરને શેર કરતા કિંગ ખાને લખ્યું- 'હું કોણ છું, કોણ નથી... જાણવા માટે રેડી છો?'

7 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે ફિલ્મ 
ફિલ્મ 'જવાન' 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને નયનતારા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન એટલી કુમારે કર્યું છે. ટીઝરમાં કિંગ ખાન જબરદસ્ત એક્શન કરતો જોવા મળ્યો હતો, તો દીપિકા પાદુકોણ પણ સાડીમાં કુસ્તી કરતી જોવા મળી હતી. ચાહકોને આ ફિલ્મનું ટીઝર ખૂબ જ પસંદ આવ્યું છે. હવે લોકો ફિલ્મના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ પહેલા શાહરૂખ ખાનની 'પઠાણ' ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ