બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Seeing the fish in the water and piercing the eye of the fish is the same goal.

રાજનીતિ / પાણીમાં જોઇને માછલીની આંખ વિધવી એ જ લક્ષ્ય, વિધાનસભા 2022 માટે કોંગ્રેસનું મહામંથન, આ કામની કરશે તૈયારી

Mehul

Last Updated: 02:38 PM, 31 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રવિવારે ડો રઘુ શર્માની આ વન-ટૂ -વન બેઠકમાં કોંગ્રેસના હોદ્દેદારો અને કો-ઓર્ડીનેશન સમિતિના સભ્યો ઉપસ્થિત રહેશે. બપોરે ચાર વાગ્યાથી બેઠકનો પ્રારંભ

  • કોંગ્રેસની આજે મહત્વની બેઠક 
  • પ્રભારી ડો.શર્માની નિશ્રામાં બેઠક 
  • આગામી રણનીતિની થશે મહા ચર્ચા 

ગુજરાતમાં કોંગ્રેસને માળખાકીય રીતે મજબૂત કરવાની મહા કવાયદનો આરંભ થવામાં છે.દિવાળીના સપરમાં દિવસો દરમિયાન નવી ઉર્જા ભરવાનો સંકલ્પ લઈને આવેલા નવા પ્રભારી ડો રઘુ શર્મા એ ગત સપ્તાહે દિલ્હીમાં G-23 (ગુજરાતના નેતાઓ )ની બેઠક બોલાવી હતી.હવે રવિવારે  બપોર બાદ જિલ્લા કોંગ્રેસ પ્રભારી,ફ્રન્ટ લાઈન ઓર્ગેનાઈઝર્સ સાથે બેઠકોનો દૌર આરંભશે. સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસે, લોખંડી ચેતનારૂપી મનોબળ બનાવવાની કવાયદ રહેશે. એક તો છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસ રાજ્યમાં સતા વિહોણી છે. ત્યારે, જેટલા નીર સાબરમતીમાં વહી ગયા તેના કરતા વધારે નુકસાન સરવાળે કોંગ્રેસે વેઠયું છે. હવેનો લક્ષ્ય 2022 જ હોય, તમામ કોંગ્રેસીઓને 'માછલીની આંખ'અને પાણીમાં જોઇને મત્સ્યવેધ'નો લક્ષ્ય આપવા પ્રયત્ન કરાશે.

બપોર બાદ બેઠકનો ધમધમાટ  

ડો રઘુ શર્માની આ વન-ટૂ -વન બેઠકમાં કોંગ્રેસના હોદ્દેદારો અને કો-ઓર્ડીનેશન સમિતિના સભ્યો ઉપસ્થિત રહેશે. બપોરે ચાર વાગ્યાથી જિલ્લા કોંગ્રેસ પ્રભારી અને જિલ્લા પ્રમુખ સાથે રિવ્યુ બેઠક થશે. સાંજે 5 કલાકે ફ્રન્ટલ ઓર્ગોનાઇઝેશનના ચેરમેન સાથે કરશે વ્યક્તિગત બેઠક પણ કરશે.ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા સાથેની  આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના હોદ્દેદારોમાં અમિત ચાવડા, પરેશ ધાનાણી, હાર્દિક પટેલ સહિતના નેતાઓ હાજર રહેશે. ગુજરાત કોંગ્રેસ દિવાળી બાદ જન જાગરણ અભિયાન ચલાવવા મહત્વપૂર્ણ ચર્ચા કરશે. 

નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં અભિયાન 

કોંગ્રેસ માટે ,રાત થોડી ને વેશ ઝાઝા જેવો ઘાટ છે.વિધાનસભા 2022 ની ચૂંટણી માટે બરાબર એક વર્ષ જ બાકી છે.ત્યારે, પાયાના નવલોહિયા કાર્યકરોમાં પ્રાણવાયુ ફૂંકી  આત્માને ઝાક્ઝોરવા કોગેસે કૌવત દાખવવું પડશે. રાજ્યમાં  વધતી મોંઘવારી, બેકારી , ઉપરાંત , ભ્રષ્ટાચાર, બેરોજગાર અને ખેડૂતના મુદ્દાને લઈને આંદોનલ કરવામાં આવશે. રાજ્ય સરકારની નિષ્ફળતા સામે કોંગ્રેસનું આક્રમક વલણ જોવા મળશે. જનજાગરણ અભિયાનમાં કોંગ્રેસ આ પાયાના પ્રશ્નોને મૂકી જનતા સમક્ષ જઈ શકે છે.સભવત: 14 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી કોંગ્રેસ જન જાગરણ અભિયાન ચલાવશે. જન જાગરણ અભિયાન અંતર્ગત રેલી, ધરણા, જાહેરસભા, પદ યાત્રા જેવા વિવિધ કાર્યક્રમો અંતર્ગત કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળશે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ