બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / security breach of former cm harish rawat in uttarakhand person reached the stage with a knife
Last Updated: 09:44 AM, 7 January 2022
ADVERTISEMENT
હરીશ રાવતની સુરક્ષામાં ચૂકનો મામલો સામે આવ્યો
ADVERTISEMENT
ઉત્તરાખંડના પૂર્વ સીએમ હરીશ રાવતની સુરક્ષામાં ચૂકનો મામલો સામે આવ્યો છે. અહીના કાશીપુરમાં એક યુવક છરો લઈને રાવતના મંચ પર પહોંચી ગયો. આ બાદ કાર્યક્રમમાં અફરાતફરી મચી ગઈ. આ મામલો એવા સમયે આવ્યો છે જ્યારે પંજાબમાં પીએમ મોદીની સુરક્ષામાં ચૂકના કારણે દેશમાં બબાલ મચી છે.
Uttarakhand | A case registered against a man for allegedly brandishing a knife during an event organized by the Congress party in Udham Singh Nagar. Former CM Harish Rawat was also present at the event: Udham Singh Nagar Senior Superintendent of Police (SSP) Dilip Singh Kunwar
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 7, 2022
ADVERTISEMENT
તે વ્યક્તિને નીચે ઉતારી અને છરાને કબ્જામાં લઈ પોલીસના હવાલે કરવામાં આવ્યો
ADVERTISEMENT
હકિકતમાં હરીશ રાવત મુખ્ય અતિથિ તરીકે એક કાર્યક્રમમાં ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા. જનસભા બાદ અચાનક તે સમયે અફરા તફરી મચી ગઈ. જ્યારે એક આધેડ છરો લઈને મંચ પર પહોંચી ગયો. જો કે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓએ તેને નીચે ઉતારી અને છરાને કબ્જામાં લઈ પોલીસના હવાલે કર્યો છે.

ADVERTISEMENT
શખ્સે લગાવ્યા જય શ્રી રામના નારા
પૂર્વ સીએમ હરિશ રાવત કોંગ્રેસના સભ્યતા અભિયાનમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવા પહોંચ્યા હતા. જેવા હરીશ રાવત પોતાના સંબોધનને ખતમ કર્યા બાદ નીચે ઉતર્યા એક આધેડ અચાનક મંચ પર પહોંચી ગયો અને સંબોધન સ્થળ પર પહોંચ્યા બાદ તેણે માઈક પરથી જય શ્રી રામના નારા લગાવવાના શરુ કરી દીધા. જ્યારે તેની આ ગતિવિધિનો કોંગ્રેસ કાર્યકર્તાઓએ વિરોધ કર્યો અને માઈક બંધ કરી દીધું તે આક્રોશમાં આધેડે અચાનક છરો કાઢ્યો અને જય શ્રીરામ નહીં બોલવા પર મારી નાંખવાની ધમકી આપી.
ADVERTISEMENT
આ બાદ મંચ પર અફરાતફરી મચી ગઈ. આ બાદ કોંગ્રેસ નેતા પ્રભાત સાહનીએ અન્ય કાર્યકર્તાઓની સાથે મળીને યુવકને પકડી લીધો અને ચાકુને પોતાના કબ્જામાં લીધા. આ બાદ કાર્યકર્તાઓએ તેને પોલીસને સોંપી દીધો. કોંગ્રેસનો આરોપ છે કે આ પ્રશાસનની મોટી ચૂક છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.