બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health / scientist research why body fat increase

સ્વાસ્થ્ય / શા માટે ચરબી વધે છે, વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યુ

Juhi

Last Updated: 03:13 PM, 9 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બદલાતી લાઇફસ્ટાઇલની અસર આપણી જિંદગીમાં સૌથી વધુ મેદસ્વીતાના રૂપમા જોવા મળે છે.

ખાણીપીણીમાં બદલાવ અને અનિયમિત દિનચર્યાના કારણે આપણી ત્વચા ફેટ થઇ જાય છે. મેદસ્વીતા વધતા તેને ઘટાડવા માટે લોકો ઘણા પ્રકારની શારિરીક એક્ટીવીટીઝ કરવા લાગે છે, છતાં ઘણીવાર તેમના શરીરમાં તેની અસર જોવા મળતી નથી. તાજેતરમાં એક સંશોધનમાં જાણ મેળવવામાં આવી કે ફેટી સેલ એટલેકે ચરબીની કોશિકાઓ કેવી રીતે કામ કરે છે અને આપણા શરીરમાં ફેટ જમા થવામાં તેની શું ભુમિકા છે.

વૈજ્ઞાનિકોની એક આંતરરાષ્ટ્રીય ટીમે જાણ્યુ કે બે પ્રોટીન, પીપર2, એરિડ5એ સાઇન્ટોકિંસથી સંચાલિત થાય છે. જે ઇમ્યુન સિસ્ટમમાં ચરબી યુક્ત કોશિકાઓને પોતાની તપાસના વિસ્તારમાં રાખે છે. ઉંદરો પર કરાયેલા સંશોધનમાં સંશોધકોએ જાણ્યુ કે એક ચરબીયુક્ત કોશિકા ઉત્પન્ન થયા બાદ જ્યારે બીજી કોશિકા ઉત્પન્ન થાય છે તો એક નિશ્વિત સમય બાદ તે અન્ય કોશિકાને ઉત્પન્ન થવા દેતી નથી, પરંતુ જો એરિડ5એને ઉત્પન્ન થતા રોકી દેવામાં આવે તો મેદસ્વીતા વધવા લાગે છે.

સાઇટોકિન્સ ઇમ્યુનિટી સેલમાંથી નીકળતા પ્રોટીન હોય છે. એ બધા જાણે છે કે વ્યાયામ કરવા અને તણાવ દરમિયાન IL-6 અને TGF જેવા સાઇટોકિંસનો સૌથી વધુ સ્ત્રાવ થાય છે. તેનાથી ઉર્જાનું સંતુલન જળવાયેલુ રહે છે. તેને હોમોસ્ટેસિસ કહેવાય છે. જોકે તેની વાસ્તવિક પ્રણાલીથી બધા અજાણ છે. આ અભ્યાસમાં સંશોધકોએ હોમોસ્ટેસિસની પ્રણાલીને જ સમજવાનો પ્રયાસ કર્યો. અભ્યાસ દરમિયાન સંશોધકોએ જાણ્યુ કે સાઇટોકિંસ એરિડ5એને પ્રભાવિત કરે છે. જેના કારણે ચરબીયુક્ત કોશિકાઓનુ નિર્માણ અવરોધાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Body Fat lifestyle રિસર્ચ Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ