બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Saudi Arabia Set To Open 1st Alcohol Store For Non-Muslim Diplomats: Report

ફેરફાર / દારુની દુકાન ખોલવા જઈ રહ્યો છે આ ઈસ્લામિક દેશ, પહેલા પીવા પર પડતાં હતા ચાબૂક

Hiralal

Last Updated: 07:34 PM, 24 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાનો મોટો ઈસ્લામિક દેશ સાઉદી અરેબિયામાં પહેલો દારુનો સ્ટોર ખુલવા જઈ રહ્યો છે.

  • સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં ખુલશે દારુની દુકાન
  • ખાસ બિન મુસ્લિમો રાજદ્વારીઓ માટે શરુ કરવામાં આવશે
  • મોબાઈલ એપ્લિકેશનથી નોંધણી કરાવીને લોકો દારુ મેળવી શકશે 

જે દેશમાં દારૂ પીવાને લઈને એટલા કડક કાયદા છે કે પકડાઇ જાય તો પીઠ પર કોડા મારવાની સજા છે સાથે વનવાસ કે જેલ પણ થાય છે પરંતુ હવે આ દેશમાં દારુનો સ્ટોર ખુલવા જઈ રહ્યો છે.  આ સ્ટોર સાઉદી અરબની રાજધાની રિયાધમાં ખોલવામાં આવશે જોકે આ ફક્ત બિન મુસ્લિમો રાજદ્વારીઓ માટે શરુ કરવામાં આવી રહ્યો છે. રાજદ્વારીઓ સિવાયના લોકોને પણ દારુ પીવા મળશે જોકે તેને માટે લોકોએ દુકાનમાંથી દારૂ મેળવવા માટે મોબાઇલ એપ્લિકેશન દ્વારા નોંધણી કરાવવી પડશે, વિદેશ મંત્રાલય પાસેથી ક્લિયરન્સ કોડ મેળવવો પડશે અને દારૂનો માસિક ક્વોટા પણ મેળવવો પડશે. દારૂની દુકાન રિયાધના ડિપ્લોમેટિક ક્વાર્ટર્સમાં ખોલવામાં આવશે. જ્યાં દૂતાવાસો અને રાજદ્વારીઓ રહે છે.

આવતા અઠવાડિયે ખુલશે સ્ટોર 
સાઉદી અરેબિયામાં લાખો પ્રવાસી લોકો વસે છે, પરંતુ તેમાંના મોટા ભાગના એશિયા અને ઇજિપ્તના મુસ્લિમ કામદારો છે. સ્ટોર આવતા અઠવાડિયામાં ખુલે તેવી સંભાવના છે. 
સાઉદી અરેબિયામાં દારૂ પીવા સામે કડક કાયદા છે. પકડાઇ જાય તો સેંકડો ફટકાઓ, દેશનિકાલ, દંડ કે જેલની સજાની જોગવાઇ છે. આ કાયદાથી માત્ર દેશની જનતાને જ નહીં, પરંતુ સ્થળાંતર કરનારાઓને પણ સજા કરવામાં આવી હતી. પાછળથી સુધારાના ભાગરૂપે, દેશની સરકારે ચાબખાં મારવાની સજાઓને બદલે જેલની સજાઓ કરી.

સાઉદી અરબમાં બીજા પણ ફેરફારો 
સાઉદી સરકારે આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી, પરંતુ સરકારી મીડિયામાં આવેલા રિપોર્ટ અનુસાર સરકાર રાજદ્વારીઓ માટે વિદેશથી આવતા દારૂ પર નવા પ્રતિબંધો લાદી રહી છે, જે નવા સ્ટોર્સની માંગમાં વધારો કરી શકે છે. પ્રિન્સ મોહમ્મદની સત્તા પર પકડ મજબૂત કરવાની સાથે સાઉદી અરબમાં ઘણા ફેરફાર થયા છે. આમાં દેશને બિન-ધાર્મિક પર્યટન, કોન્સર્ટ અને મહિલાઓને વાહન ચલાવવાની મંજૂરી આપવાનો સમાવેશ થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ