બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / rohit sharma virat kohli future will be decided after world cup 2023

Cricket / World Cup બાદ રોહિત-કોહલીના ભવિષ્ય પર ફેંસલો, બદલાઇ શકે છે ભારતીય ટીમની તસવીર, જાણો કારણ

Bijal Vyas

Last Updated: 07:56 PM, 4 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ માટે આ ટૂર્નામેન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ બનવા જઈ રહી છે, કારણ કે આ ઈવેન્ટ કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી જેવા સ્ટાર ખેલાડીઓનું ભવિષ્ય સ્પષ્ટ કરશે.

  • ક્રિકેટ વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થશે
  • World Cup 2023 બાદ નક્કી થશે રોહિત-કોહલીનું ભવિષ્ય 
  • વનડે વર્લ્ડ કપ બાદ પસંદગી સમિતિ તેની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરશે

World Cup 2023: ક્રિકેટનો મહાકુંભ એટલે કે વર્લ્ડ કપ 2023, 5 ઓક્ટોબરથી શરૂ થશે. જેની ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ માટે આ ટૂર્નામેન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ બનવા જઈ રહી છે, કારણ કે આ ઈવેન્ટ કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી જેવા સ્ટાર ખેલાડીઓનું ભવિષ્ય સ્પષ્ટ કરશે.

તાજેતરમાં, ઇનસાઇડ સ્પોર્ટ્સ સાથે વાત કરતા બીસીસીઆઈ(BCCI)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, મુખ્ય પસંદગીકારનું કામ ખેલાડીઓ સાથે તેમની ભાવિ યોજનાઓ વિશે વાત કરવાનુ પણ થાય છે.

ઉલ્લેખનીય છે કે, આ સમયે BCCIના નવા ચીફ સિલેક્ટરની રેસમાં અજીત અંગારકરનું નામ સૌથી આગળ છે. આવી સ્થિતિમાં જો ચેતન શર્માના સ્થાને અજીતને પસંદગીકાર બનાવવામાં આવે છે તો એવું કહેવું ખોટું નથી કે ઘણા સિનિયર ખેલાડીઓની કારકિર્દી જોખમમાં આવી શકે છે.

આ કારનામાથી ઈતિહાસ રચી શકે છે 'હિટમેન' રોહિત, કોહલી માટે બનશે ખતરો! | rohit  sharma virat kohli team india icc test rankings best batsman

World Cup 2023 બાદ નક્કી થશે રોહિત-કોહલીનું ભવિષ્ય 
હકીકતમાં વર્લ્ડ કપ 2023માં ભારતીય ક્રિકેટ ટીમ 8 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ વર્ષે આ ટૂર્નામેન્ટ ભારતના હોસ્ટિંગમાં રમાવાની છે, જેમાં તમામની નજર કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી પર ટકેલી છે. જ્યાં વિરાટ કોહલી તેના જૂના ફોર્મમાં પાછો ફર્યો છે, જ્યારે રોહિત શર્મા ફોર્મમાં ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં તેણે વર્લ્ડ કપમાં તેના ફોર્મમાં પાછા આવવાની જરૂર છે, માત્ર ટૂર્નામેન્ટ જીતવા માટે જ નહીં, પરંતુ તેની કારકિર્દી બચાવવા માટે પણ હિટમેનને સારા ફોર્મની જરૂર પડશે.

વિરાટ કોહલી 34 વર્ષનો છે જ્યારે રોહિત શર્મા 36 વર્ષનો છે. આવી સ્થિતિમાં ખેલાડીઓની વધતી ઉંમરને કારણે તેમની કારકિર્દી પર સતત સવાલો ઉભા થઈ રહ્યા છે. આ દરમિયાન બીસીસીઆઈના એક સીનિયર અધિકારીએ કહ્યું કે, મુખ્ય પસંદગીકારનું કામ ખેલાડીઓ સાથે તેમના ભવિષ્ય વિશે વાત કરવાનું છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ તેનાથી દૂર નથી. અમે ઈચ્છીએ છીએ કે, અમારા ખેલાડીઓ શક્ય તેટલા લાંબા સમય સુધી ક્રિકેટ રમે, પરંતુ દરેક ખેલાડીએ પોતાના શેડ્યૂલનું પાલન કરવું પડશે. ત્રણેય ફોર્મેટ રમવા સિવાય આઈપીએલ રમવું સરળ કામ નથી.

KL રાહુલને બહાર કરો અને વિરાટ કોહલીને ઓપનર બનાવો: પૂર્વ સ્ટાર ક્રિકેટરે કેમ  આપી આવી સલાહ | rohan gavaskar say virat kohli should open with captain rohit  sharma in t20 world cup

મળતી માહિતી મુજબ, ઓછામાં ઓછા 5 ખેલાડીઓના ભવિષ્ય અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. અધિકારીએ કહ્યું કે, વર્લ્ડ કપ પછી બધાનું ધ્યાન ટી20 વર્લ્ડ કપ તરફ જશે. ભારતીય ટીમ 2007 પછી T20 વર્લ્ડ કપ જીતી શકી નથી. આવી સ્થિતિમાં ભારત આવતા વર્ષે T20 વર્લ્ડ કપ 2024 જીતવામાં કોઈ કસર છોડવા નહીં માંગે. આ વિશે વધુમાં વાત કરતા અધિકારીએ કહ્યું કે, IPL સતત વધી રહી છે, પરંતુ જો અમે IPL દ્વારા આવતા ખેલાડીઓ સાથે T20 વર્લ્ડ કપ જીતી ન શકીએ તો સારું નથી લાગતું. વનડે વર્લ્ડ કપ બાદ પસંદગી સમિતિ તેની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ