બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / ભાવનગર / Retired Army colonel attacked by 6 men to extort money from wind turbine works, Gujcitok filed, SIT formed

અમરેલી / પવનચક્કીના કામોમાં રૂપિયા પડાવવા આર્મીના નિવૃત કર્નલ પર 6 શખ્સોનો હુમલો, ગુજસીટોક દાખલ કરી SITની રચના

Vishal Khamar

Last Updated: 11:19 PM, 27 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલીના બાબરા ગામ નજીક થોડા દિવસો પહેલા ઇન્ડિયન આર્મીના નિવૃત કર્નલ ઉપર હુમલો કરનારા 6 આરોપી સામે ગુજસીટોકનો ગુન્હો નોંધાયો. ઘટનાની ગંભીરતા સમજી અમરેલી એસપી એ સીટની રચના કરી 4 આરોપીને ઝડપી લીધા.

  • અમરેલીનાં બાબતા નજીક નિવૃત આર્મીમેન 6 લોકોએ કર્યો હુમલો
  • એસ.પી.એ ઘટનાની ગંભીરતાને સમજી SIT ની રચના કરી
  • 6 આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી

અમરેલી સહિત અલગ અલગ જિલ્લાઓના પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર ગંભીર ગુન્હાઓ આચરતી સંગઠીત ટોળકી અમરેલી જિલ્લામાં થોડા દિવસો પહેલા ગુન્હો આચરતા  સમગ્ર ઘટનાની ગંભીરતા દાખવી અમરેલી એસપી  હિમકરસિંહ દ્વારા આ ટોળકી વિરુદ્ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગનાઇઝડ ક્રાઇમ એક્ટ 2015 અધિનયમ અંતર્ગત 6 લોકો સામે બાબરા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી 4 લોકોની ધરપકડ કરી છે. 

4 આરોપીની ધરપકડ અન્ય 2 આરોપીની શોધખોળ હાથ ધરી
અમરેલી,બોટાદ, રાજકોટ, જિલ્લામાં ગેંગ બનાવી મંડળી રચી ખૂનની કોશિશ સામાન્ય પ્રજાને ધાક ધમકી આપી મારામારી કરી કોન્ટ્રાકટ પડાવી લેવાના તથા ગેરકાયદેસર હથિયાર રાખવાના ગુન્હાઓ આચરતી ટોળકી વિરુદ્ધ જરૂરી રેકડ અને પુરાવા એકત્ર કરી ભાવનગર રેન્જ આઈ.જી. ગૌતમ પરમાર સમક્ષ રજુ કરતા મંજુરી મેળવી રાજય સરકાર તરફે ફરિયાદ આપી બાબરા પોલીસ સ્ટેશનમાં ઘી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગનાઇઝ (GUJCTOC એક્ટ 2015ની કલમની અલગ અલગ કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. જેમાં 4 આરોપીની ધરપકડ અન્ય 2 આરોપીની શોધખોળ હાથ ધરી છે. 

અમરેલી પોલીસ અધિક્ષકની કચેરી

નિવૃત કર્નલને ધમકી આપી માર મારતા સારવાર અર્થે ખસેડાયા
અમરેલી તેમજ બોટાદમાં પવનચક્કીઓનું કામ ચાલી રહ્યું છે. બોટાદ તેમજ જસદણનાં અસામાજીક તત્વો દ્વારા ટોળકી રચી પવનચક્કીનું કામ કરતા કોન્ટ્રાક્ટર તેમજ કંપનીઓને ડરાવી ધમકાવી હુમલાઓ કરી નુકશાન પહોંચાડી કોન્ટ્રાક્ટરો પાસે નાણાં પડાવતા હતા. ત્યારે અમરેલી જીલ્લામાં આવેલ બાબરા નજીકે પવન ચક્કીનાં કામ બાબતે ખાનગી કંપનીમાં ફરજ બજાવતા ઈન્ડિયન આર્મીનાં નિવૃત કર્નલ કવલજીતસિંહ પર કામ રાખવા બાબતે કાર થોભાવી તેઓને જાનથી મારી નાંખવાની ધમકી આપી માર મારતા કવલજીતસિંહને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં  ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આ અંગે પોલીસે બાબરા પોલીસ સ્ટેશે કલમ 307 મુજબ 6 લોકો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી 4 શખ્શોની ધરપકડ કરી તેઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરી છે. 

ધરપકડ કરાયેલ આરોપીઓ

  • શિવકુભાઈ બહાદુરભાઈ ઉર્ફે નાનભાઈ ગોવાળીયા (રહે. રાયપર,જી.બોટાદ)
  • રાજભાઈ ઉર્ફે રાજભાઈ બહાદુરભાઈ ગોવાળીયા (રહે. રાયપર,જી.બોટાદ)
  • હરેશભાઇ દડુભાઈ ગીડા (રહે.રાયપર જી.બોટાદ)
  • મંગળુભાઈ બહાદુરભાઈ ગોવાળીયા (રહે.રાયપર જી.બોટાદ)

 નાસતા ફરતા આરોપીઓ

  • સતવીરભાઈ ધીરૂભાઇ ગીડા (રહે. જસદણ જી.રાજકોટ)
  • પ્રતાપભાઈ ધીરૂભાઈ ગીડા (રહે. જસદણ જી.રાજકોટ)
હિમકરસિંહ (એસ.પી - અમરેલી)

પોલીસે 4 લોકોની ધરપકડ કરી રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી
અમરેલી પોલીસે 4ની ધરપકડ કરી જેલ હવાલે કરી દીધા હતા આજે વધુ એક બાબરા ગુજસીટોકનો ગુન્હો નોંધતા આરોપીઓને જેલમાંથી કબજો મેળવી આ ગુન્હામાં ફરી કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે. અમરેલી એસપીએ સમગ્ર તપાસ માટે સીટની રચના કરી.અમરેલી એસપી હિમકર સિંહએ આ ઘટનાની ગંભીરતા સમજી ડી.વાય.એસ.પી.જગદીશ સિંહ ભંડારીને તપાસ સોંપી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ