બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Record-breaking online registration in peanuts in Gujarat, end of Talati strike

BIG NEWS / મગફળીમાં રેકોર્ડબ્રેક રજીસ્ટ્રેશન, આ જિલ્લો સૌથી મોખરે, તલાટી-સરકાર વચ્ચે સમાધાન થતાં ખેડૂતોને મોટી રાહત

Vishnu

Last Updated: 05:46 PM, 6 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ, આણંદ, પાટણમાં 1-1 ખેડૂતોએ જ રજીસ્ટ્રેશન કર્યું, તલાટી અને VCEની હડતાળને કારણે ખેડૂતોને પડતી હતી મોટી તકલીફ

  • ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે રજીસ્ટ્રેશન 
  • 1 લાખ 10 હજાર 243 રજીસ્ટ્રેશન થયા
  • તલાટીના જણસીના દાખલ માટેનો નિર્ણય અંગે વાતનો સ્વીકાર: કેબિનેટ મંત્રી જીતુ વાઘણી

રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે 1 ઑક્ટોબરથી ચાલુ થયેલા આ ઓનલાઇન રજીસ્ટ્રેશનમાં અત્યાર સુધી 1 લાખ 10 હજાર 243 ખેડૂતોએ મગફળી ખરીદીના ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશન કરાયું છે. રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 26 હજાર 998 રજિસ્ટ્રેશન ખેડૂતો જ્યારે તે બાદ ગીર સોમનાથ જિલ્લામાં 23 હજાર 745 રજિસ્ટ્રેશન થયા છે. જો સૌથી ઓછા મગફળીના રજીસ્ટ્રેશનની વાત કરીએતો  અમદાવાદ, આણંદ, પાટણમાં 1-1 રજીસ્ટ્રેશન જ થયું છે. 

કયા જિલ્લામાં કેટલું રજીસ્ટ્રેશન?

રાજકોટ 26,998
ગીર સોમનાથ 23,745
સાબરકાંઠા 6465
જૂનાગઢ 10935
અરવલ્લી 5275
સુરેન્દ્રનગર 4067
મોરબી 4150
પોરબંદર 2571
ગાંધીનગર 672
જામનગર 8079
દેવભૂમિ દ્વારકા 9645
બનાસકાંઠા 1275
બોટાદ 61
ભાવનગર 343
મહેસાણા 169
ખેડા 58
કચ્છ 125
મહીસાગર 37
પાટણ 1
દાહોદ 2
અમદાવાદ 1
આણંદ 1

 

જણસીના દાખલ માટેના નિર્ણય અંગે વાતનો સ્વીકાર: કેબિનેટ મંત્રી જીતુ વાઘણી
આજે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા કેબિનેટ બેઠક યોજાઇ હતી જેમાં તલાટી હડતાળ મુદ્દે પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.તલાટી માંગ સાથે મહેસુલમંત્રી અંગે બેઠક યોજાઈ હતી,રાજ્યના જણસીના દાખલ માટેનો નિર્ણય અંગે વાત થઈ તે અંગે રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. કેબિનેટના નિર્ણય અંગે કેબિનેટ મંત્રી જીતુ વાઘણીનું નિવેદન આપતા કહ્યું હતું કે તલાટીના આંદોલન કાર્યક્રમો આપ્યા તે આજ પછી નાબૂદ થશે, રાજ્ય સરકારના વાતઘાટ બાદ સુખદ અંત આવ્યો હોવાનો તેમને મીડિયા સમક્ષ વાત કરી હતી આથી કાલથી ખેડૂતોને હવે મગફળી અને અન્ય પાકોના રજીસ્ટ્રેશનમાં કોઈ તકલીફ પડશે નહીં.

ટેકાના ભાવે મગફળીની ખરીદીનું રજીસ્ટ્રેશન 31 ઓક્ટોબર સુધી ચાલશે
મહત્વનું છે કે ખેડૂતો નોંધણીની કામગીરી કરાવવા આવી રહ્યા છે ત્યારે તલાટીઓની હડતાળને પગલે નોંધણીની કામગીરી પણ ખોરવાઈ જતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. માર્કેટ યાર્ડમાં  VCE અને તલાટીઓ મંત્રી હડતાળને પગલે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા પણ આજે મળેલી કેબિનેટ બેઠકમાં આ હડતાળ અંગે નિવેડો લાવી દેવામાં આવ્યો છે.

તલાટીઓની શું હતી માંગણીઓ ?

  • 2004-05માં ફીક્સ પગારની નિમણૂંક પામેલા તલાટીઓની 5 વર્ષની સેવાને સળંગ ગણવી
  • 2007ના તલાટી સિનિયર અને 2005ના તલાટી જૂનિયર ગણાય છે
  • 2004-05માં ભરતી થયેલા 975 તલાટીઓનો નિર્ણય સરકાર કરતી નથી
  • સર્કલ ઈન્સપેક્ટર વર્ગ 3ની જગ્યાઓ પંચાયત સંવર્ગમાં અપગ્રેડ કરી પણ પગાર ધોરણ ઓછું
  • પંચાયત સંવર્ગમાં અપગ્રેડ છતા ઉચ્ચત્તર પગાર ધોરણ મંજૂર કરાતો નથી
  • પંચાયત વિભાગના તલાટીને વિસ્તરણ અધિકારી પંચાયતમાં જ પ્રમોશન અપાય છે
  • વિસ્તરણ અધિકારીની જગ્યાઓ ઓછી હોવાથી પાત્ર તલાટીઓ પ્રમોશનથી વંચિત રહે છે
  • સેજાની કામગીરી રેવન્યૂ તલાટીએ કરવાની હોય છે
  • સેજાની કામગીરી 10 વર્ષથી પંચાયતના તલાટી પાસે જ કરાવાય છે
  • સમાન કેડર છતાં મહેસૂલી તલાટીનું પગાર ધોરણ પંચાયત તલાટી કરતા વધુ
  • 2007ના તલાટીને 12 વર્ષની નોકરી પછી પણ ઉચ્ચત્તર પગાર ધોરણ નથી મળતું
  • E-TASથી તલાટીઓની હાજરી પૂરાય છે તે નિર્ણયને રદ કરવો
  • 18 હજાર ગામો વચ્ચે 9 હજાર જ તલાટીઓ છે 
  • ગામે ગામે જઈને હાજરી પૂરવાનો નિર્ણય રદ કરવો જોઇએ
  • વિવિધ મુદતોમાં જવાનું હોય છે તેથી E-TASથી હાજરી પૂરવી શક્ય નથી
  • નિયમ છતાં 5 વર્ષ પૂર્ણ ન થાય ત્યાં સુધી બદલી આપવામાં આવતી નથી
  • સીધી ભરતી કરતા પહેલા હાલના જિલ્લા ફેરબદલીની અરજીઓ ધ્યાને લેવાતી નથી
  • પંચાયત વિભાગ સિવાયની અન્ય વિભાગની વધારાની કામગીરી સોંપવાનું બંધ થાય
  • બેંકોના કામ, જમીન સંપાદનની કામગીરી કરાવાય છે જે બંધ થવી જોઈએ
  • મનરેગાના કામની તમામ જવાબદારી સોંપાય છે જેને બંધ કરવી જોઈએ
  • કિન્નાખોરીથી કરવામાં આવતી અરજીઓમાં તલાટીની ફરજ મોકુફી બંધ થાય
  • નાણાંપંચના કામમાં ગેરરીતિ માટે તલાટીઓને જ જવાબદાર ગણી કાર્યવાહી થાય છે તે બંધ થવી જોઈએ
  • ફરજ પર રહેલા તલાટીઓ સામે તાત્કાલીક તપાસ પૂર્ણ થાય અને તેમની પૂન:નિયુક્તિ થાય
  • તલાટીને સુરક્ષા પણ આપવામાં આવે
  • કામના ભારણને કારણે વિલંબ થાય તેવા કિસ્સામાં તલાટીઓ પર હુમલા થાય છે
  • 33%  જેટલી મહિલા તલાટીઓ ફરજ બજાવી રહી છે તેમની સુરક્ષા વિશે વિચારણા થાય
  • 40% તલાટીઓની ઘટ છે, એક ગામ એક તલાટી મુજબનું મહેકમ મંજૂર કરો
  • રેવન્યૂ તલાટીને તાત્કાલીકના ધોરણે પંચાયત તલાટીમાં મર્જ કરવામાં આવે
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ