બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / RCB fans asked MS Dhoni to win the title, gave a funny reply, saying 'The team is very good but...'

સ્પોર્ટ્સ / RCB ફેન્સે MS ધોની પાસે કરી ટાઇટલ જીતાડવાની માંગ, આપ્યો મજેદાર જવાબ, કહ્યું 'ટીમ ઘણી સારી છે પરંતુ...'

Megha

Last Updated: 01:10 PM, 21 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક ઇવેન્ટ દરમિયાન, CSKના કેપ્ટન એમએસ ધોનીને RCBના એક પ્રશંસકે IPLમાં RCBને સમર્થન આપવા માટે કહ્યું હતું. જેના પર ધોનીએ મજેદાર જવાબ આપતો વિડીયો વાયરલ થયો છે.

  • એક ફેને એમએસ ધોનીને RCBને સ્પોર્ટ કરવા માટે કહ્યું 
  • CSK માટે 5 ટાઈટલ જીત્યા, હું ઈચ્છું છું કે તમે અમને સપોર્ટ કરો
  • ધોનીએ કહ્યું, 'બીજી ટીમને સપોર્ટ કરું તો અમારા ફેન્સને કેવું લાગે'

ભારતના સૌથી મોટા ક્રિકેટ ફેસ્ટિવલ એટલે કે IPLની 17મી સીઝન માર્ચ મહિનામાં આયોજિત થવા જઈ રહી છે, જેના માટે તમામ ફ્રેન્ચાઇઝીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. IPL 2024 માટે ખેલાડીઓની હરાજી પૂરી થઈ ગઈ છે અને ટુર્નામેન્ટની સૌથી સફળ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સે કેટલાક યુવા ખેલાડીઓને પણ સામેલ કર્યા છે. તાજેતરમાં, ફ્રેન્ચાઇઝીના સીઇઓએ કહ્યું હતું કે ટીમે કેપ્ટન એમએસ ધોનીની ઇચ્છા મુજબ જ ખેલાડીઓનો સમાવેશ કર્યો છે. 

IPLની આ સિઝનમાં જીતવા માટે 19 ડિસેમ્બરે IPLની હરાજી દરમિયાન તમામ ફ્રેન્ચાઇઝીએ પોતાની ટીમમાં ઘણા ખેલાડીઓને સામેલ કર્યા છે પરંતુ દરવખતની જેમ આ વખતે પણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટ્રોફી જીતવાની શક્યતા ઘણી ઓછી દેખાઈ રહી છે, જેના કારણે RCB ટીમના એક પ્રશંસકે એમએસ ધોનીને રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો સાથ આપવા માટે કહ્યું, જેના પર ધોનીએ ખૂબ જ યોગ્ય જવાબ આપ્યો છે.  

એક ઇવેન્ટ દરમિયાન, CSKના કેપ્ટન એમએસ ધોનીને RCBના એક પ્રશંસકે IPLમાં RCBને સમર્થન આપવા માટે કહ્યું હતું. પ્રશંસકે ધોનીને પૂછ્યું, "હું 16 વર્ષથી RCBનો ફેન છું અને જે રીતે તમે CSK માટે 5 ટાઈટલ જીત્યા છે, હું ઈચ્છું છું કે તમે અમને સપોર્ટ કરો અને અમારા માટે ટ્રોફી જીતો."

એમએસ ધોનીએ RCBના પ્રશંસકને જવાબ આપતા કહ્યું, “તમે જાણો છો કે RCB ખૂબ સારી ટીમ છે. ઉપરાંત, તમારે એ જોવાની જરૂર છે કે ક્રિકેટમાં બધું જ પ્લાન પ્રમાણે નથી થતું. જો આઈપીએલની વાત કરીએ તો આઈપીએલની તમામ ટીમોમાં ખૂબ સારા ખેલાડીઓ છે અને તમામ ટીમો ખૂબ જ મજબૂત છે. સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે કેટલાક ખેલાડીઓ ઈજાના કારણે બહાર થઈ જાય છે. અત્યારે મારે મારી પોતાની ટીમને લઈને ઘણી ચિંતા કરવાની છે. તેથી, હું દરેક ટીમને શુભેચ્છા પાઠવું છું. પરંતુ હું અત્યારે તેનાથી વધુ કંઈ કરી શકતો નથી. હવે વિચારો કે અમારા ચાહકોને કેવું લાગશે જો હું બીજી ટીમને સપોર્ટ કરું અથવા તેમને મદદ કરવા આગળ આવું.”

એમએસ ધોની ઘણીવાર CSKમાં યુવા ખેલાડીઓને તૈયાર કરવા માટે ઓળખાય છે. આ વખતે પણ સીએસકેએ હરાજીમાં અનકેપ્ડ ખેલાડી સમીર રિઝવીને ટીમમાં સામેલ કર્યો. તે જ સમયે ભૂતકાળમાં પણ ધોનીએ ઘણા યુવા ખેલાડીઓને તૈયાર કરીને ભારતીય ટીમમાં લાવ્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ