બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ranveer singh was slapped by his bodyguard

થપ્પડ / શું ભીડ વચ્ચે રણવીર સિંહને બોડીગાર્ડે ઝીંકી દીધો તમાચો? વિડીયો જોઇને જાણો શું છે સચ્ચાઈ

Khevna

Last Updated: 04:21 PM, 14 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રણવીર સિંહને ભીડથી બચાવવા માટે તેમના જ બોડીગાર્ડે ભૂલમાં તમાચો માર્યો. જુઓ વિડીયો

  • રણવીર સિંહને તેમના જ બોડીગાર્ડે ભૂલથી માર્યો તમાચો 
  • એક્ટરને ભીડથી બચાવવામાં ભૂલમાં માર્યો તમાચો 
  • વિડીયો થયો વાયરલ

રણવીર સિંહને તેમના જ બોડીગાર્ડે ભૂલથી માર્યો તમાચો 

બોલીવુડનાં જાણીતા એક્ટર રણવીર સિંહને હાલમાં જ સાઉથ ઇન્ડિયન ઇન્ટરનેશનલ મૂવી એવોર્ડ્સ ૨૦૨૨માં સ્પોટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન એક્ટરનાં ઘણા વિડીયો વાયરલ થયા હતા. રણવીર સિંહ વ્હાઈટ આઉટફીટમાં જોવા મળ્યા હતા પરંતુ આ વચ્ચે જ એક્ટરનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બોડીગાર્ડે તેમને જાપટ મારી. આ વિડીયોનાં સામે આવ્યા બાદ લોકો પણ એમ જ માની રહ્યા છે કે ભીડમાં રણવીર સિંહને તમાચો મળ્યો. એક્ટરનું રીએક્શન પણ કંઈક એવું જ હતું જાણે તેમને તમાચો પડ્યો હોય. જુઓ વિડીયો. 

રણવીર સિંહને માર્યો તમાચો?
રણવીર સિંહ સાઉથ ઇન્ડિયન ઇન્ટરનેશનલ મૂવી એવોર્ડ્સ 2022નાં રેડ કાર્પેટ પર ધમાકેદાર અંદાજમાં એન્ટ્રી કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન સુપરસ્ટાર રણવીર સિંહની એક ઝલક જોવા માટે ઘણી ભીડ જમા થઇ ગઈ હતી. રણવીર સિંહને આ દરમિયાન લોકોથી બચાવવા માટે તેમના બોડીગાર્ડ્સે પણ ખૂબ જ મહેનત કરવી પડી. આ વચ્ચે એક્ટર સાથે એવી ઘટના બની કે ખુદ રણવીર સિંહ પણ ચોંકી ગયા. રણવીર સિંહને SIIMA ઇવેન્ટ દરમિયાન ફેન્સથી બચાવવામાં તેમના બોડીગાર્ડ્સ લાગ્યાં હતા. જ્યાર બાદ એક્ટરને એક ફેનથી બચાવવા માટે તેમના એક બોડીગાર્ડે ધક્કામુક્કીમાં ભૂલથી એક્ટરને જ તમાચો મારી દીધો. 

રણવીરે પંપાળ્યો ગાલ 
રણવીર સિંહને અચાનક લાગેલ આ તમાચાથી તેમના ખુદનાં પણ હોશ ઉડી ગયા. જોકે, એક્ટરે તે સમયે આ ઘટનાને સ્પોર્ટલી હેન્ડલ કરી. એક્ટર તમાચો લાગ્યા બાદ પોતાનો ગાલ પંપાળતા જોવા મળ્યા. પરંતુ પછી થોડા સમય બાદ હસીને ફેન્સ સાથે તસવીરો ક્લિક કરાવવા લાગ્યા. આ ઘટના બાદ લોકો રણવીર સિંહનાં ખૂબ જ વખાણ કરી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ