બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / RAJU SRIVASTAV FEVER INCREASE ONCE AGAIN COMEDIAN SHIFTED TO VENTILATOR

નવી દિલ્હી / ભારે તાવ આવતા રાજૂ શ્રીવાસ્તવને ફરી રખાયા વેન્ટિલેટર પર, સામે આવ્યું હેલ્થ અપડેટ

MayurN

Last Updated: 08:48 PM, 1 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફરી એકવાર રાજુ શ્રીવાસ્તવને 100 ડિગ્રી તાવ આવ્યો છે. જેના કારણે ડોક્ટરોએ રાજુ શ્રીવાસ્તવને હાલ પૂરતા વેન્ટિલેટર પરથી નહીં હટાવવાનો નિર્ણય લીધો છે.

  • રાજુ શ્રીવાસ્તવની હાલતમાં સુધાર વધાર
  • તાવ આવતા ફરીથી વેન્ટિલેટર પર લગાવ્યા
  • 23 દિવસથી દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને હાર્ટ એટેક આવતા દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાજુ શ્રીવાસ્તવની તબિયતમાં સતત વધ-ઘટ જોવા મળી રહી છે. હવે ફરી એકવાર રાજુ શ્રીવાસ્તવને 100 ડિગ્રી તાવ આવ્યો છે. જેના કારણે ડોક્ટરોએ રાજુ શ્રીવાસ્તવને હાલ પૂરતા વેન્ટિલેટર પરથી નહીં હટાવવાનો નિર્ણય લીધો છે. જોકે, રાજુ શ્રીવાસ્તવના હાર્ટ બીટ, બીપી અને ઓક્સિજન લેવલ નોર્મલ છે. કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને 23 દિવસથી દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

નેચરલી ઓક્સિજન લઈ રહ્યા છે
જાણકારી મુજબ રાજુ શ્રીવાસ્તવ હાલ ભાનમાં છે, રાજુના હાથ-પગમાં હલચલ થોડી વધી છે. મંગળવારે તેમને થોડા સમય માટે વેન્ટિલેટર પરથી દૂર કરવામાં આવ્યા હતા, પરંતુ હવે તેમને ફરીથી વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા છે. રાજુ શ્રીવાસ્તવ પોતાના દમ પર 80-90 ટકા નેચરલ ઓક્સિજન લઈ રહ્યા છે. ડોક્ટરો તેની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આ પહેલા 25 ઓગસ્ટના રોજ રાજુ શ્રીવાસ્તવ ભાનમાં આવ્યા હતા. તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે તેઓ ભાનમાં ન હતા.

9 ઓગસ્ટના રોજ અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો
9 ઓગસ્ટના રોજ રાજુ શ્રીવાસ્તવ દિલ્હીની ઇરોઝ હોટલમાં રોકાયા હતા. આ દરમિયાન તે હોટલની બહાર જિમમાં એક્સરસાઇઝ કરવા ગયા હતા. ત્યાં જ કસરત દરમિયાન પડી ગયા અને છાતીમાં સખત દુખાવાની ફરિયાદ કરી. જે બાદ જિમમાં હાજર લોકો તેને તરત જ એમ્સ લઈ આવ્યા હતા. ત્યાં છેલ્લા 23 દિવસથી તેમની સારવાર ચાલી રહી છે. આ વચ્ચે તેમની તબિયતમાં થોડો સુધારો જોવા મળ્યો હતો. ચાહકો સતત તેના સેહતની સુધારણા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ