ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
મોદી સરકારે મોટો નિર્ણય લેતા દિલ્હીના રાજપથનું નામ બદલવાનો નિર્ણય લીધો છે. હવેથી રાજપથને કર્તવ્યપથ કહેવામાં આવશે. રાષ્ટ્રપતિ ભવનથી શરૂ થઇને વિજય ચોક, ઇન્ડિયા ગેટ થતા દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલય સુધી જતા 'રાજપથ'નું નામ મોદી સરકારે બદલ્યું છે. હવે તેનું નામ કર્તવ્યપથ રાખવામાં આવશે. રાજપથ અને સેન્ટ્રલ વિસ્ટા લોનનુ નામ કર્તવ્યપથ રાખવામાં આવશે. 7 સપ્ટેમ્બરે NDMCની એક મહત્વપૂર્ણ બેઠક થવાની છે, આ બેઠકમાં જ સરકાર આ નિર્ણય પર મહોર લગાવી દેશે.
કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની દિવાલથી ગુલામીની તમામ વસ્તુથી મુક્ત થવાની વાત કહી છે, ત્યારથી રાજપથનું નામ બદલવા પર પણ મંથન શરૂ થઇ ગયું હતું. આ હેઠળ સરકારે હવે અનેક વર્ષો બાદ રાજપથને કર્તવ્યપથ નામ આપવાનું એલાન કરી દીધું છે.
ADVERTISEMENT
રાજપથ એ ભારતીય ગણતંત્ર સમારોહ માર્ગ છે. ભારતના સૌથી મહત્વપૂર્ણ માર્ગોમાં હોવાની સાથે આ વૃક્ષો, તળાવો અને લીલા ઘાસથી બન્ને તરફથી ઘેરાયેલો છે.
આ પથનો ઇતિહાસ
રાજપથને 1947 પહેલા 'કિંગ્સ વે' કહેવામાં આવતો હતો. તે પશ્ચિમમાં રાષ્ટ્રપતિ ભવનથી વિજય ચોકથી પૂર્વમાં ઈન્ડિયા ગેટ થઈને ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ સુધી જાય છે. તે બંને બાજુ ઘાસ અને સુંદર મેદાનોથી ઢંકાયેલું છે. આ રોડ પરનું તળાવ તેની સુંદરતામાં વધારો કરે છે. અહીં રસ્તો પશ્ચિમમાં રાયસીના પહાડો પર ચઢીને ભારતના રાષ્ટ્રપતિના આવાસ રાષ્ટ્રપતિ ભવન સુધી જાય છે, જેના બંને બાજુએ વહીવટી કેન્દ્ર અથવા સચિવાલય નોર્થ બ્લોક અને સાઉથ બ્લોક સાઉથ બ્લોક છે.
ADVERTISEMENT
પ્રજાસત્તાક દિવસની ઉજવણી
આ રોડ પર દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ વાર્ષિક ગણતંત્ર દિવસ પરેડ યોજાય છે. લોકપ્રિય ભારતીય રાજકારણીઓની અંતિમયાત્રા આ રસ્તા પરથી પસાર થાય છે. રાજપથની આસપાસની મહત્વની ઇમારતોમાં સચિવાલયની ઇમારત, ભારતના રાષ્ટ્રપતિનું નિવાસસ્થાન, રાષ્ટ્રપતિ ભવન, વિજય ચોક અને ઇન્ડિયા ગેટનો સમાવેશ થાય છે. આ સમગ્ર વિસ્તારમાં રાજકીય રીતે મહત્વની ઇમારતો આવેલી હોવાથી આ વિસ્તાર ભારે સુરક્ષા વ્યવસ્થા સાથે અત્યંત સંરક્ષિત વિસ્તાર છે. રાજપથને મહત્ત્વનું સ્થાન આપીને દિલ્હી શહેરની રૂપરેખા અંગ્રેજ આર્કિટેક્ટ એડવિન લુટિયન્સ દ્વારા બનાવવામાં આવી હતી. રાજપથની આસપાસની ઇમારતો લ્યુટિયન્સ અને હર્બર્ટ બેકર નામના અન્ય આર્કિટેક્ટ દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ