બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Rajkot has become a hub of adulteration Whether gram, chocolate, ghee, milk or fast food

રાજકોટ / ચણા, ચોકલેટ, ઘી, દૂધ હોય કે ફાસ્ટફૂડ, ભેળસેળનું હબ બન્યું રાજકોટ, 5 આંખ ઉઘાડતી ઘટનાઓ

Dinesh

Last Updated: 06:48 PM, 15 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: રાજકોટના રામનાથપરામાં શંકાસ્પદ ચોકલેટનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તપાસમાં શ્રી લક્ષ્મી સ્ટોરમાંથી 1200 કિલોગ્રામ ચોકલેટ ઝડપાઈ છે

  • આરોગ્ય વિભાગની દાખલારૂપ કાર્યવાહી જરૂરી
  • સ્વાસ્થ્ય માટે જોખમી છે ભેળસેળિયો ખોરાક 
  • ચોકલેટનો અખાદ્ય પદાર્થ જપ્ત 


રાજકોટના સ્વાદ રસિકોએ જાગૃત થવાની જરુર છે. 30 દિવસમાં 5થી વધુ અખાદ્ય પદાર્થોના પર્દાફાશ થયા છે. દૂધ, ઘી, અખાદ્ય દાબેલા ચણા, ફાસ્ટફૂડમાં સડેલા શાકભાજીનો ઉપયોગથી લઇને હવે ચોકલેટ સુધીની ચીજ વસ્તુમાં ભેળસેળનો પર્દાફાશ થયો છે. ભેળસેળિયું અને હલકી ગુણવત્તાનું હબ બની રહ્યું છે રાજકોટ. 

30 દિવસમાં 5 કિસ્સા!
રાજકોટ અનેક વારના ચેકિંગના રિપોર્ટ્સ મોડા આવતા લોકો પણ અંધારામાં રહેતા હોય છે. બીજી તરફ બહારનું ખાવાના શોખિનોએ ચેતવાની ખુબ જરૂર છે. આ વાત તો માત્ર છેલ્લા 30 દિવસની છે, પણ રાજકોટમાં આ પહેલા પણ ઘી, તેલ, મરચા,હળદરથી લઇને લસ્સી તેમજ શ્રીખંડમાં ભેળસેળ સાબિત થઇ ચુકી છે. અખાદ્ય પદાર્થ ન માત્ર સામાન્ય બીમારી આપી શકે પરંતું જીવલેણ પણ સાબિત થઇ શકે છે. 

ચોકલેટમાં ભેળસેળ
રાજકોટના રામનાથપરામાં શંકાસ્પદ ચોકલેટનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તપાસમાં શ્રી લક્ષ્મી સ્ટોરમાંથી 1200 કિલોગ્રામ ચોકલેટ ઝડપાઈ. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે બાતમીના આધારે દરોડા પાડતા મોટી માત્રામાં બ્રાન્ડ વિનાની ચોકલેટ મળી આવી. મળી આવેલી ચોકલેટ કોઈ પણ બ્રાન્ડ વિનાની ચોકલેટ હોવાથી તપાસ શરૂ કરાઈ છે.

વાંચવા જેવું: ગૌણ સેવા પસંદગી મંડળનું મોટું એલાન, 266 જગ્યાઓ માટે ભરતી બહાર પડાઇ, જાણો કયા પદ માટે

આરોગ્ય વિભાગ સામે ઉઠ્યા સવાલ
અખાદ્ય પદાર્થના હબ બનતા રાજકોટના આરોગ્ય ખાતા સામે પણ અનેક સવાલ ઉઠે છે. આખાદ્ય પદાર્થ વેચનાર અને બનાવનારને કાર્યવાહીનો જાણે ડર જ ન હોય તેમ બેફામ લોકો સુધી અખાદ્ય ચીજ વસ્તુ પહોંચી રહી છે. ભેળસેળિયા બિન્દાસ પોતાના ખિસ્સા ભરી રહ્યાં છે. દાખલા રૂપ કાર્યવાહી ક્યારે થાય છે તે જરૂરી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ