બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Rajkot AIIMS President suddenly Dr. Vallabh Kathiria resigns

તર્ક વિતર્ક / BIG NEWS: રાજકોટ AIIMSના પ્રેસિડેન્ટ પદ પરથી ડૉ. વલ્લભ કથીરિયાનુ રાજીનામું લેવાયું, કારણ પણ જણાવ્યું

Dinesh

Last Updated: 07:50 PM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot AIIMS news : રાજકોટ AIIMSના પ્રેસિડેન્ટ પદથી ડૉ. વલ્લભ કથીરિયા અચાનક રાજીનામુ આપી દેતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે, થોડા દિવસ અગાઉ જ કથીરિયાની પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક થઈ હતી

 

  • રાજકોટ AIIMSના પ્રેસિડેન્ટ પદથી વલ્લભ કથીરિયાનું રાજીનામું
  • થોડા દિવસ અગાઉ જ કથીરિયાની પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક થઈ હતી
  • કથીરિયાએ રાજીનામું આપી દેતા રાજકીય તર્ક વિતર્ક શરૂ


કેન્દ્ર સરકારના પૂર્વ મંત્રી અને રાજકોટના પૂર્વ સાંસદ ડૉ. વલ્લભ કથીરિયાને થોડા દિવસ અગાઉ રાજકોટ એમ્સના પ્રેસિડેન્ટ ડોક્ટર તરીકે નિમણૂક કરાઈ હતી. પરંતુ તેમણે અચાનક એમ્સના પ્રેસિડેન્ટના પદેથી રાજીનામુ આપી દેતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ જ ડોક્ટર કથીરિયાને પ્રેસિડેન્ટ તરીકેની નિમણૂક થઈ હતી.

વલ્લભ કથીરીયાનું નિવેદન

રાજીનામા મુદ્દે વલ્લભ કથીરીયાએ જણાવ્યું કે, મંત્રાલયમાંથી કહેવામાં આવતા રાજીનામું આપ્યું છે, ટેકનિકલ હિત હોવાનું જણાવી રાજીનામું માંગવામાં આવ્યું હતું. રાજીનામાં આપવાનું કહેવામાં આવતા મેં રાજીનામું આપ્યું છે

આરોગ્ય મંત્રાલયે રાજીનામુ સ્વીકાર્યું
ડોક્ટર કથીરિયાએ ગણતરીના દિવસોમાં જ રાજીનામું આપી દેતા અનેક રાજકીય તર્ક વિતર્ક શરૂ થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ડૉ. વલ્લભ કથીરિયાનું રાજીનામું મંજૂર પણ કરી દીધું છે. જો કે, તેમણે ક્યાં કારણોસર રાજીનામુ આપ્યું છે તે અંગે ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. રાજકોટ એમ્સ હવે નવા પ્રેસિડેન્ટ મળશે.

સન્માન કાર્યક્રમની પત્રિકા પણ વહેંચાઈ ચૂકી હતી
ડોક્ટર વલ્લભ કથીરિયાને સન્માનિત કરવામાં આવે તે પૂર્વે જ તેમના રાજીનામાના સમાચાર વહેતા કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, મીડિયા સુધી કેન્દ્રીય સચિવનો પત્ર પહોંચતો કરવામાં આવ્યો છે. રાજકોટની સરસ્વતી શિશુ વિદ્યામંદિર ખાતે સન્માનનો કાર્યક્રમ યોજવાનો હતો. કાર્યક્રમની પત્રિકા પણ વહેંચાઈ ચૂકી હતી. સન્માન સમારોહ શરૂ થવાના ગણતરીના કલાક પૂર્વેજ રાજીનામાના સમાચાર વહેતા કરવામાં આવ્યા છે
 

કોણ છે ડૉ વલ્લભ કથીરિયા?
ડૉ.વલ્લભ કથીરિયાનો જન્મ 30 નવેમ્બર 1954ના રોજ થયો હતો. તેઓ ભારતની 14મી લોકસભાના સભ્ય હતા. તેઓ ગુજરાતના રાજકોટ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હતા. તેઓ વાજપેયી મંત્રાલયમાં રાજ્યકક્ષાના મંત્રી હતા. બાદમાં ડૉ.વલ્લભ કથીરિયાને ગુજરાતના 'ગૌ સેવા આયોગ'ના અધ્યક્ષ બનાવાયા હતા. 2019માં ડૉ.વલ્લભ કથીરિયાને રાષ્ટ્રીય કામધેનુ આયોગ (RKA), ભારત સરકારના પશુપાલન અને ડેરી વિભાગ હેઠળ સ્થાપિત સરકારી સંસ્થાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. જે બાદ તેમને રાજકોટ AIIMSના પ્રેસિડેન્ટ બનાવાયા હતા

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ